આખરે ઈમરાન સરકાર નું પતના
પાકિસ્તાન માં છેલ્લા થોડા સપ્તાહ થી ચાલતા રાજકીય સંકટ નો આખરે અંત આવી ગયો છે. સુપ્રિમ કોર્ટ ના અવિશ્વાસ ના પ્રસ્તાવ ઉપર મતદાન ના આદેશ બાદ પણ મધ્યરાત્રિ સુધી મતદાન ટાળવા ના હરસંભવ પ્રયાસ બાદ આખરે થયેલા મતદાન માં પ્રસ્તાવ ની તરફેણ માં ૧૭૪ મતો પડતા પાકિસ્તાન ઉપર ઈમરાન ખાન નિયાઝી ના સાડાત્રણ વર્ષ ના શાસન નો અંત આવ્યો હતો.પાકિસ્તાન ના તમામ વિપક્ષો એ એકજૂટ થઈ વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી ની સરકાર સામે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ બાદ નિયાઝી સરકાર ના અમુક ગઠબંધન ના પક્ષો સરકાર ને છોડી વિપક્ષો સાથે જોડાવા ઉપરાંત ખુદ ઈમરાન ખાન નિયાઝી ની પાર્ટી ના જ ૨૪ સાંસદો પણ ઈમરાન નો સાથ છોડી ને વિપક્ષો સાથે જોડાતા મતદાન યોજાય તો સરકાર નું પતન નિશ્ચિત હતું. ત્યારે ઈમરાન એ આ ઘટનાક્રમ ને વિદેશી તાકાત નું રચાયેલું ષડયંત્ર અને વિપક્ષો એ પૈસા ના માટે પોતાનું ઝમીર વેચી ને વતન નો સોદો કર્યો હોવા નું જણાવી ને પોતે કોઈ પણ સંજોગો માં રાજીનામુ નહીં આપે અને આખરી પળ સુધી લડત આપશે તેમ જણાવ્યું હતું. જો કે આખરે કોર્ટ દ્વારા નિધરીત મતદાન ના દિવસે ડેપ્યુટી સ્પિકરે સરકાર દ્વારા રજૂ કરાયેલી વિદેશી ષડયંત્ર ની દલીલ ને માન્ય રાખતા બંધારણ ની સેશન ૫ ના ઉપયોગ કરતા અવિશ્વાસ પ્રસ્તાવ ને ફગાવી દીધો અને સંસદ મુલત્વી રાખી હતી. ડેપ્યુટી સ્પિકર ના આ પગલા થી ઈમરાન સરકાર બચી ગઈ. ત્યાર બાદ તુર્ત જ વડાપ્રધાન ની ભલામણ ઉપર રાષ્ટ્રપતિ એ સંસદ ભંગ કરી અને ૯૦ દિવસ માં ચૂંટણીઓ યોજવા નો અને ત્યાં સુધી ઈમરાન ને કાર્યકારી વડાપ્રધાન ની ફરજ બજાવવા આદેશ કર્યો.
જો કે નિયાઝી સરકાર ની આ ચાલ સામે વિપક્ષો ગુસ્સો ઠાલવવો સ્વાભાવિક હતો. એક તરફ તેમણે સંસદ માં જ ઘેરાવો અને પ્રદર્શન કરવા ઉપરાંત ફરી પાકિસ્તાન ની સુપ્રિમ કોર્ટમાં પહોંચેલા ડેપ્યુટી સ્પિકર ના લીંગ ને પડકાર ફેંક્યો. સુપ્રિમ કોર્ટે પણ પરિસ્થિતિ ની ગંભીરતા સમજતા તાત્કાલિક સુનાવણી હાથ ધરી અને બન્ને પક્ષો ની દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો આપતા ડેસ્પિકર ના નિર્ણય ને તેમ જ રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવા ના અને ૯૦ | દિવસો માં ચૂંટણી યોજવા ના આદેશ ને રદબ તલ ઠેરવતા સંસદ નું વિશેષ સત્ર બોલાવી ૯ મી એપ્રિલે સંસદ ના ફ્લોર ઉપર અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન યોજવા તાકીદ કરી હતી. આમ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ઈમરાન નિયાઝી ની સરકાર નું પતન નિશ્ચિત હતું. જો કે આ દરમિયાન પણ કાર્યકારી વડાપ્રધાન ના નાતે ઈમરાન ૨-૩ વખત રાષ્ટ્ર ને સંબોધન કરવા ટીવી ઉપર થી દેશ ને સંબોધન કરતા પોતાની સરકાર પાડવા અમેરિકા એ ષડયંત્ર રચ્યું હોવા નો અને દેશ ના વિપક્ષો વેચાઈ ગયા નો અને દેશ ની સાથે ગદ્દારી કરી ને દેશ ને વિદેશી તાકાત-અમેરિકા નું ગુલામ બનાવવા પોતાની સામે પડ્યા હોવાનું જણાવતા હતા. આ ઉપર સંત દેશ ના યુવાનો ને આ દેશ ના ભવિષ્ય માટે ની અગત્ય ની લડાઈ લડવા આગળ આવવા હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈમરાન સરકાર ને બચાવવા, કે ઈમરાન ને બચાવવા નહીં, પરંતુ પાકિસ્તાન ને – પોતાના દેશ ને બચાવવા પોતાના અને પોતાના સંતાનો ના ભવિષ્ય માટે રસ્તા ઉપર ઉતરી પડવા અને સંસદ ભવન ને ઘેરવા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવા હાકલ કરી હતી.
ભારત સાથે જ આઝાદ થયેલા અને પોતાની આઝાદી નો અમૃત મહોત્સવ મનાવી રહેલા પાકિસ્તાન નો ઈતિહાસ એવો રહ્યો છે કે આટલા વર્ષો માં અધિકાંશ સમય દેશ ઉપર લશ્કર નું સરમુખારી શાસન રહ્યું છે. જો કે પાછલા કેટલાક વર્ષો થી સરમુખત્યારી શાસન સામે આંતરરાષ્ટ્રીય દબાણ ના કારણે હવે લશ્કર કઠપૂતળી સરકારો ચલાવે છે. પાકિસ્તાન નો કોઈ પણ વડાપ્રધાન પાક. સેના ના ટેકા વગર શાસન કરી શકતો નથી. ત્યાં સેના ની સરકાર માં કેટલી દખલગીરી છે તેનો એ બાબત ઉપર થી અંદાજ મેળવી શકાય છે કે પાકિસ્તાન ના સાડા સાત દાયકા ના ઈતિહાસ માં આજ સુધી માં એક પણ વડાપ્રધાને પોતાનો પાંચ વર્ષ નો કાર્યકાળ પૂરો કર્યો નથી. ઈમરાન પણ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે વિપક્ષો એ ચૂંટણી માં લશ્કર દ્વારા વ્યાપક ધાંધલી થઈ હોવા નો અને ઈમરાન સરકાર ને અને ખાસ કરી ને ઈમરાન ખાન નિયાઝી ને ઈલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર નહીં પરંતુ સિલેક્ટડ (આર્મી દ્વારા પસંદ કરાયેલા) પ્રાઈમ મિનિસ્ટર જ કહેતા હતા. ઈમરાન ખાન એ પણ તત્કાલિન આર્મી ચીફ કમર બાજવા જે ૨૦૧૯ માં સેવા નિવૃત્ત થતા હતા તેમને સેવા માં ત્રણ વર્ષ નું એક્સટેન્શન આપી મિત્રતા નિભાવી હતી. જો કે સાડાત્રણ વર્ષ ના શાસન માં અને ખાસ કરી ને અફઘાનિસ્તાન ઉપર તાલિબાની શાસન સ્થપાતા વડાપ્રધાન ઈમરાન ના નિર્દેશ ઉપર પાક. સેના ના ચીફ કમર બાજવા ની જાણ બહાર આઈએસઆઈ ચીફ ની કાબુલ મુલાકાત બાદ થી બાજવા અને ઇમરાન ના સંબંધો કથળ્યા હતા. હાલ માં વિપક્ષી એકતા ને પણ સેના ના છૂપા આશીર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આખરે ૯ મી એપ્રિલે સંસદ માંઅવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન વિલંબીત કરાવવા ના ઈમરાન ના પક્ષ પી.ટી.આઈ. ના સાંસદો ના હરસંભવ પ્રયાસ, લોકસભા ના સ્પિકર દ્વારા પોતે અવિશ્વાસ પ્રસ્તાવ પોતાના કાર્યકાળ માં પસાર નહીં થવા દે તેમ જણાવી આપેલા રાજીનામા બાદ પીએમએલ-એન ના નવા વરાયેલા સ્પિકરે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરાવે તે પૂર્વે ઈમરાન ની પાર્ટી અને ગઠબંધન ના તમામ સાંસદો એ વોકઆઉટ કર્યો હતો. ત્યાર બાદ પ્રસ્તાવ ઉપર મતદાન યોજાતા ગૃહ માં ઉપસ્થિત તમામ ૧૭૪ સાંસદો ના મત પ્રસ્તાવ ની તરફેણ માં પડતા સ્પિકરે ગૃહ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા નું લીંગ જાહેર કરતા જ સાડાત્રણ વર્ષ જૂની ઈમરાન સરકાર નું સત્તાવાર પતન થયું હતું. આ ઘટના બાદ સંસદ છોડી ને નિકળી ગયેલા ઈમરાન ખાનનિયાઝી એ ૯ મી એપ્રિલ ની રાત્રે જ વડાપ્રધાન ના સત્તાવાર નિવાસસ્થાન પી.એમ. હાઉસ પણ ખાલી કરી દીધું હતું અને હેલિકોપ્ટર દ્વારા પોતાના બુનીગલા ઘર માટે રવાના થઈ ગયા હતા. ઈમરાન સરકાર માં પૂર્વ સૂચના મંત્રી ફવાદ ચૌધરી એ ઘટનાક્રમ ઉપર પ્રતિભાવ આપતા ૯ મી એપ્રિલ ના દિવસ ને પાકિસ્તાન માટે નો દુઃખદ દિવસ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે લૂંટારાઓ ની ઘરવાપસી થઈ છે. આ દરમિયાન સેના એ દેશ ના તમામ જાહેર, ખાનગી એરપોર્ટ પોતા ના હસ્તક લેતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને ઈમરાન ખાન શાસન ના કોઈ પણ અધિકારીઓ ને દેશ છોડવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. પાક.ના ભાવિ વડાપ્રધાન શાહબાઝ શરીફ એ કહ્યું હતું કે અમે કોઈ ની સામે બદલા ની ભાવના થી કોઈ કાર્યવાહી નહીં કરીએ પરંતુ પોતાના કાર્યો ઉપર કાયદો પોતાનું કામ અવશ્ય કરશે.