આખરે બની આલિયા રણબીર કપૂર

બોલિવુડ ના સૌથી ક્યુટ અને ટેલેન્ટેડ લવ બર્ડ હવે ૧૪ મી એપ્રિલે પ્રભૂતા માં પગલા પાડતા આલિયા ભટ્ટ હવે મિસિસ આલિયા રણબીર કપૂર બની ગઈ છે. તેમણે મુંબઈ માં જ વાસ્તુ એપાર્ટમેન્ટના અગિયારમા માળે પ્રભૂતા માં પગલા પાડ્યા હતા.બોલિવુડ ના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાન ના ચિરાગ રણબીર કપૂર અને તેવા જ બીજા ધરખમ ભટ્ટ પરિવાર ની લાડકી દિકરી આલિયા ના લગ્ન માં પૂરો કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર ની હાજરી તો અવશ્ય રહેવા ની જ. પ્રિવેડિંગ ફંકશન ૧૩ મી એપ્રિલે મહેંદી ફંક્શન અને સંગીત સેરેમની થી જ શરુ થઈ ગયા હતા. કપૂર પરિવાર માં માતા નીતુ સિંગ, વ્હેન રિધ્ધિમાં અને તેની પુત્રી સમારા ઉપરાંત રીમા જૈન, અરમાન જૈન, અનીશા જૈન, રણધીર કપૂર, કરિશ્મા કપૂર અને તેની પુત્રીઓ, કરીના અને તૈમુર અને જેહ, સૈફ, કુનાલ કપુર, ઝહાન કપૂર, કેતન દેસાઈ, કંચન અને નીલાદેવી, તથા ભટ્ટ પરિવાર માંથી મહેશ ભટ્ટ, સોની રાઝદાન, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ, વિક્રમ ભટ્ટ તેમ જ કરન જોહર, અયાન મુખર્જી, શ્વેતા બચ્ચન અને નવ્યા નંદા, આકાશ અંબપણી અને શ્લોકા અંબાણી, ડિરેક્ટર લવ રંજન, આકાંક્ષા રંજન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન સમારમેહ ૫૦ વ્યક્તિઓ ની હાજરી માં જ ઉજવાયો હતો.

રણબીર અને આલિયા ને માત્ર અંગત | પરિવાર અને મિત્રો ને જ બોલાવવા નો આગ્રહ હોવા થી આમ | કરાયુ હતું. વળી ૧૪ મી એપ્રિલ પંજાબીઓ ની વૈશાખી મહોત્સવ પણ હતો. વાસ્તુ એપાર્ટમેન્ટ ના ૧૧ મા માળે ચાર પંડિતો એ લગ્નવિધિ કરાવી હતી. આ જ એપાર્ટમેન્ટ ના પાચમા માળે આલિયા અને સાતમા માળે રણબીર કપૂર રહે છે. રણબીર ની માતા નીતુસિંગ તથા આલિયા ની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ રણબીર ની પીઠી ની વિધી પુરી કરી હતી. લગ્ન અગાઉ રણબીર એ પિતૃપૂજા કરી હતી. ચાર પંડિતો એ મંગળફેરા લેવડાવ્યા બાદ નીત સિંગ અ ) દિકરા રણબીર અને પુત્રવધુ આલિયા ની નજર ઉતારી હતી. લગ્નવિધિ સંપન્ન થયા બાદ આલિયા ભટ્ટ એ જ લગ્ન ની તસ્વીરો સોશ્યિલ મિડીયા માં શેર કરી હતી અને સાથે લગ્ન ની જાહેરાત કરતા સુંદર મેસેજ મુકવા સાથે સૌ પ્રશંસકો અને શુભેચ્છકો નો તેમણે વરસાવેલા પ્રેમ બદલ હાર્દિક આભાર પણ માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published.