આખરે શ્રીલંકા એ દેવાળું ફૂંક્યુ

આખરે જેનો અંદેશો હતો તે થઈને રહ્યું. છેલ્લા ઘણા સમય થી પારાવાર આર્થિક પાયમાલી માં ફસાયેલા ભારત ના દક્ષિણી પાડોશી દેશ શ્રીલંકા એ દેવાળુ ફૂંક્યું છે. ૫૧ અબજ ડોલર ના વિદેશી દેવા ચૂકવવા માટે થોડો સમય હાથ અધ્ધર કરી દેતા હપ્તા ચૂકવતા અસમર્થતા જાહેર કરી હતી.શ્રીલંકા નું કદ આર્થિક સંકટ દિવસે ને દિવસે ઘેર થતું જતુ હતું. તેમાં થી વ્હાર નિકળવા ના હરસંભવ પ્રયાસ કર્યા બાદ પણ આખરે મંગળવારે જાહેરાત કરી દીધી હતી કે તેની ઉપર ના વિદેશી ૫૧૦૦ મિલિયન ડોલર નું દેવુ તે થોડા સમય માટે ચૂકવી શકશે નહીં. કારણ કે તેમને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઈએમએફ) તરફ થી બેલ આઉટ પેકેજ મળી શક્યું નથી. આ પ્રમાણે ની જાહેરાત શ્રીલંકા ના ટ્રેઝરી સેક્રેટરી મહિન્દ્રા સિરિયલ ને એ કરી હતી. આમ શ્રીલંકા એ હાલ પુરતુ તો વિદેશી દેવુ ચૂકવવા થી હાથ અધ્ધર કરી દીધા છે. શ્રીલંકા ના નાણાં મંત્રાલયે અન્ય દેશો ની સરકારો તેમ જ અન્ય લેણદારો ને જણાવી દીધું છે કે મંગળવાર પછી કોઈ પણ વ્યાજ ની ચૂકવણી માટે અનિર્ણિત સમય સુધી રાહ જોવી પડશે. અન્યથા શ્રીલંકા ના રૂપિયા માં ચૂકવણી સ્વિકારવી પડશે. શ્રીલંકન સરકારે જણાવ્યું હતું કે બેલ આઉટ પેકેજ ને લઈ ને આઈએમએફ સાથે ની વાતચીત ચાલુ રહેશે. શ્રીલંકા ની સેન્ટ્રલ બેંક ના ગવર્નરના જણાવ્યા અનુસાર વર્તમાન ના શ્રીલંકા પાસે ના વિદેશી હૂંડિયામણ નો ઉપયોગ શ્રીલંકા ની જરુરિયાત ના આવશ્યક ચી જ વસતા આ ની આયાત માટે ખર્ચવા માં આવશે. ગત વર્ષે શ્રીલંકા ઉપર કુલ દેવુ ૩૫૦૦ મિલિયન ડોલર નું હતું. જે ચાલુ વર્ષે ૫૧૦૦ મિલિયન ડોલર નું થઈ ગયું છે. અર્થાત કે એક જ વર્ષ માં દેવુ ૧૬00 મિલિયન ડોલર વધી ગયું છે. શ્રીલંકા એ તેના કુલ દેવા ના ૪૭ ટકા ડેટ માર્કેટ માં થી લીધા છે. જ્યારે શ્રીલંકાના કુલ લોન ના ૧૫ ટકા એકલા ચીન નું દેવું છે. જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંક ના ૧૩ ટકા, વિશ્વ બેંક ના ૧૦ ટકા, જાપાન ના ૧૦ ટકા અને ભારત ના ૨૦ ટકા છે. આ દેશ તેની આઝાદી બાદ ના સૌથી ગંભીર આર્થિક સંકટ માં થી પસાર થઈ રહ્યો છે. જો કે મંગળવારે વિદેશી દેવુ હાલ પૂરતુ ચુકવવા માં અસમર્થતા જાહેર કરતા ચીન સહિત ની અન્ય દેશો અને બેંકો ને જોરદાર ફટકો પડશે. હવે ચીન પોતાની લોન વસુલવા કેવા પગલા ભરશે તે જોવુ રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published.