કાર્તિક વાસુદેવ ની હત્યા

કેનેડા માં વધુ એક ભારતીય વિદ્યાર્થી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. ૨૧ વર્ષીય કાતિક વાસુદેવ ની ટોરોન્ટો માં સબ-વે સ્ટેશન ની વ્હાર નીકળતા જ ગોળી મારી ને હત્યા કરી દેવાઈ હતી. આ અગાઉ હજુ માર્ચ મહિના માં જ ૪૦૧ ઉપર થયેલા એક ગમખ્વાર રોડ એરૂિ ડેન્ટ માં પાંચ ભારતીય વિદ્યાર્થીઓ ના કરુણ મોત નિપજ્યા હતા.દિલ્હી નજીક ગાઝિયાબાદ માં સાહિબબાદ સ્થિત રાજેન્દ્રનગર ના સેક્ટર નં.૫ ખાતે રહેતો કાર્તિક વાસુદેવ | હજુ ત્રણ મહિના અગાઉ જ કેનેડા આવ્યો હતો. ભારત માં પોતાનું ગ્રેજ્યુએશન પતાવ્યા બાદ આગળ એમ.બી.એ. કરવા માટે કાર્તિક ૪ જાન્યુ.૨૦૨૨ ના રોજ કેનેડા માં ટોરોન્ટો ખાતે આવ્યો હતો. તે કોલેજ માં પોતાના અભ્યાસ ની સાથે એક રેસ્ટોરેન્ટ માં પાટ’ટાઈમ જોબ પણ કરતો હતો. ભારત ખાતે તેના શોક સંતપ્ત પરિવાર માં તેના પિતા હિતેશ વાસુદેવ ના જણાવ્યા પ્રમાણે પહેલા કાર્તિક ના મિત્ર નો ફોન આવ્યો હતો કે આજે કાર્તિક મિસીંગ છે. તે કામ ઉપર પણ નથી ગયો અને છેલ્લા ત્રણ-ચાર કલાક થી ઘણાફોન કરવા છતા તે ફોન પણ નથી ઉપાડતો. ત્યાર બાદ થોડા સમય બાદ તેના મિત્ર એ કાર્તિક ના પરિવાર ને ફોન કરી ને કાર્તિક ને કોઈ એ ગોળી મારી દેવા થી થયેલા મોત ના સમાચાર આપ્યા હતા. કાર્તિક ના મિત્ર ના જણાવ્યા પ્રમાણે તેને ટોરપેન્ટો ના પોલિસે ફોન કરી ને ઘટના ની જાણ કરી હતી. ત્યાર બાદ તેણે કાર્તિક ના પરિવાર ને ઘટના અંગે જણાવ્યું હતું. ભારત ખાતે કાર્તિક ના પરિવાર માં તેના માતા-પિતા અને નાનો ભાઈ છે. કાર્તિક જ્યાં ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય ની આશા સાથે માત્ર ૨૧ વર્ષ ની યુવા વયે કેનેડા પહોંચ્યો હતો તેના માત્ર ત્રણ મહિના માં જ તેના અકાળે અવસાન ના સમાચાર થી આખો પરિવાર શોકગ્રસ્ત અને હતપ્રભ છે. કાર્તિક ના માતપિતા કેનેડિયન એમ્બેસી ના સતત સંપર્ક માં છે. તેમને એમ્બેસી દ્વારા જણાવ્યા મુજબ તેમના પુત્ર કાર્તિક ના પાર્થિવ દેહ ને ભારત પરત લાવવા માં લગભગ ૩ દિવસ નો સમય લાગશે. દરમ્યિાન માં ટોરોન્ટો ના ભારતીય સમુદાય દ્વારા પણ કાતિક ના દુઃખદ નિધન ઉપર કેન્ડલ માર્ચ અને તેને શ્રધ્ધાંજલિ પાઠવવા નો કાર્યક્રમ યોજ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.