ક્રિક્રેટરો ને મર્યાદા માં રાખવા પત્નીઓ ?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કંગાળીયત ની હાલત માં છે. છેલ્લા દસ વર્ષો થી ભારત સામે કોઈ સિરીઝ રમાઈ નથી. જો કે પાકક્રિકેટ બોર્ડ ના પૂર્વ પ્રમુખ ઝકા અશરફે પાક.ટીમ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે ૨૦૧૨ ની દ્વિપક્ષીય છેલ્લી સિરીઝ વખતે ભારત ના પ્રવાસ દરમ્યિાન પાક. ક્રિકેટરો ની પત્નીઓ ને પોતાના પતિ ઉપર ખાસ નજર રાખવા ટૂર માં સામેલ કરાઈ હતી.ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી સિરીઝ ૨૦૧૨ માં રમાઈ હતી ત્યાર બાદ પાક.પ્રેરીત આતંકવાદ ના પગલે ભારત-પાક વચ્ચે કોઈ સિરીઝ રમાઈ નથી. તદુપરાંત આઈપીએલ માં પણ પાકક્રિકેટરો ના રમવા ઉપર પ્રતિબંધ લગાવાયેલો છે. જો કે ૨૦૧૨ માં રમાયેલી છેલ્લી સિરીઝ અંગે ખૂબ રસપ્રદ ઘટસ્ફોટ કરતા બોર્ડ ના પૂર્વ પ્રમુખ ઝકા અશરફે કહ્યું હતું કે પાકિસ્તાની ખેલાડીઓ ના ભારત માં કોઈપણ સંભવિત સ્કેન્ડલ ને રોકવા માટે જ આ ટુર માં પાક. ક્રિકેટરો ની પત્નીઓ ને પણ સામેલ કરાઈ હતી જેથી તેઓ પોતાના પતિ ઉપર બાજ નજર રાખી શકે અને તેમના પતિદેવો નિયંત્રણ માં રહે !! આનું કારણ એમ હતું કે અગાઉ ની સિરીઝો માં પાકિસ્તનિ ના ભારત પ્રવાસ દરમ્યિાન શોએબ અખ્તર સહિત ના અન્ય ખેલાડીઓ ની તસ્વીરો અને | વિડીયો વાયરલ થયા હતા કે જે પાકિસ્તાન ની છબી ને નુક્સાન પહોંચાડતા હતા. હવે ૨૦૧૨ ની સિરીઝ વખતે પીસીબી પ્રમુખ અશરફ ને ડર હતો કે આવુ કંઈ ભારતીય મિડીયા ના હાથ માં આવી જશે તો પાકિસ્તાન ની છબી ને નુક્સન પહોંચી શકે છે. આથી પ્રમુખ અશરફ ની જ પહેલ ઉપર બોર્ડ મિટીંગ માં નક્કી કરાયું કે પાકિસ્તાની ક્રિકેટરો ઉપર લગામ કસવા તેમની પત્નીઓ ને ટૂર માં સામેલ કરવી જેથી તેઓ પોતાના પતિ નીનિયત અને ક્રિયા ઉપર નજર રાખી શકે. અર્થાત કે ક્રિકેટરો ઉપર નજર રાખવા તેમની પત્નીઓ ને જ તેમની જાસુસ બનાવવા માં આવી હતી. પાકિસ્તાન ની ટીમ ૨૦૧૨-‘૧૩ માં ભારત ના પ્રવાસે ૩ વન-ડે અને બે ટી-૨૦ ની સિરીઝ રમવા આવી હતી. જેમાં પાકિસ્તાને વન-ડે શ્રેણી જીતી લીધી હતી જ્યારે ટી-૨૦ ડ્રો માં પરીણમી હતી. ત્યારબાદ ભારત પાકિસ્તાન માં સિરીઝ રમવા જવા નું હતું પરંતુ ભારત માં પાક. પ્રેરીત આતંકવાદી ગતિવિધિઓ ના પગલે પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. જે આજ દિન સુધી બન્ને દેશો વચ્ચે ની ક્રિકેટ સિરીઝો બંધ જ છે. આ અગાઉ પાક. સેના પ્રમુખ કમર બાજવા કે જેઓ પણ ક્રિકેટ ના ખાસ શોખિન છે તેમને તત્કાલિન બીસીસીઆઈ પ્રમુખ એન.શ્રીનિવાસને મળવા બોલાવ્યા હતા. તેઓ ભારતીય ટીમ ની સંપૂર્ણ સુરક્ષા ની જવાબદારી સાથે | ક્રિકેટ સિરીઝ યોજવા સંમત થયા હતા. જો કે ભારત સરકાર તરફ થી લીલી ઝંડી ના મળતા આયોજન થઈ શક્યું ન હતું.