ગુજરાત રાજસ્થાન ને હરાવ્યુ

ગુરુવારે ૧૪ મી એપ્રિલે રમાયેલી આઈપીએલ-૧૫ મી સિઝન ની ૨૪ મી મેચ માં ગુજરાત ટાઈન્સ એ રાજસ્થાન રોયલ્સ ને ૩૭ રને સજ્જડ હાર આપી ૫ મેચો પૈકી ૪ મેચો જીતી લીધી હતી.ગુજરાત ટાઈટન્સ તરફ થી પ્રથમ બેટિંગ કરતા ઓપનિંગ માં મેથ્ય વેડ અને શુભમન થATHER ગિલ ઉતર્યા હતા. જો કે બન્ને અંગત અનુક્રમે ૧૨ અને ૧૩ રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ વિજય શંકર પણ માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્યાર બાદ કેપ્ટન ઈનિંગ રમતા હાર્દિક પંડ્યા ના આક્રમક અણનમ પર બોલ માં ૮૬ રન, અભિનવ મનોહર ના ૪૨ રન અને ડેવિડ મિલર ના અણનમ ૧૪ બોલ માં ૩૧ રન ની મદદ થી નિર્ધારીત ૨૦ ઓવરો માં ચાર વિકેટ ના ભોગે ૧૯૨ રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફ થી કુલદીપ સેન, યજુવેન્દ્ર ચહલ તેમ જ રિયાન પરાગ ને ૧-૧ વિકેટો મળી હતી. રાજસ્થાન રોયલ્સે જીતવા માટે ૧૯૩ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા જોસ બટલર અને દેવદત્ત પડિક્કલ ઓપનિંગ માં ઉતર્યા હતા. જો કે પડિક્કલ પ્રથમ બોલે જ શૂન્ય રન માં ત્યાર બાદ આવેલા આર.અશ્વિન ૮ રન માં, કેપ્ટન સંજુ સેમસન ૧૧ રન માં અને ડ્યુએન અંગત ૬ રને પેવેલિયન પરત ફરતા રાજસ્થાન રોયલ્સ નો સ્કોર ૯૦ રન માં પ વિકેટ થયો હતો. જોસ બટલર-૨૪ બોલ માં ૫૪ રન, શિમએન હેટમાયર ૨૯ રન તેમ જ રિયાન પરાગ પણ ૧૮ રન બનાવી આઉટ થતા ૧૩૮ રને ૭ વિકેટો પડી ગઈ હતી. જો કે ત્યાર બાદ જેમ્સ નિશન ના ૨૭ રન, યજુવેન્દ્ર ચહલ ના પ રન પ્રસિધ્ધ કૃષ્ણા અણનમ ૪ રન અને કુલદીપ સેન
અણનમ શૂન્ય રન ની મદદ થી ૨૦ ઓવરો માં ૯ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. આમાં ગુજરાત ટાઈટન્સ તરફ થી યશ દયાલ અને લોકી ફર્ગ્યુસન એ ૩-૩ વિકેટો જ્યારે હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી ને ૧-૧ વિકેટો મળી હતી.ગુજરાત ટાઈટન્સ એ રાજસ્થાન રોયલ્સ ને ૩૭ રને હરાવ્યા બાદ આઈપીએલ ૨૦૨૨ ના પોઈન્ટ ટેબલ માં ૫ મેચો માં થી ચાર મેચો માં વિજય મેળવતા ૮ પોઈન્ટ સાથે ટેબલ માં સૌથી ટોચ ના પ્રથમ નંબરે બિરાજે છે. જ્યારે આશ્ચર્યજનક રીતે પાંચવાર ની આઈપીએલ ચેમ્પિયન અને ટીમ ઈન્ડિયા ના કપ્તાન રોહિત શર્મા ની મુંબઈ ઈન્ડિયન્સ પાંચ મેચો હારતા શૂન્ય પોઈન્ટ સાથે છેલ્લા ૧૦ મા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published.