જગમીત ની વણમાંગી સલાહ

ભારત માં ઘણા શહેરો માં રામનવમી પર્વ ઉપર રામ રથયાત્રા ઉપર પથ્થરમારો અને હિંસક ઘટનાઓ થકી રમખાણો જેવી પરિસ્થિતિ પેદા થી હતી. જો કે આના ઉપર વણમાંગી સલાહ આપતા કેનેડા માં લઘુમતિ સરકાર ને ટેકો આપી રહેલા એન. ડી. પી. નેતા જગમિત સિંગે ભારત સરકાર ઉપર આકરા પ્રહારો કર્યો હતો.ભારત માં કોઈ પણ આંતરિક મામલે કેનેડા ના અમુક રાજકારણીઓ ને બિનજરુરી ચંચુપાત કરવા ની તેમની રાજકીય મજબૂરી બની ગઈ છે. આમાં પણ કોઈ એક પક્ષ ના નહીં પરંતુ પક્ષાપક્ષીથી પર, કોઈ પણ પદ ઉપર હોય – પછી તે વડાપ્રધાન હોય કે મેયર કે પછી વિપક્ષી નેતા પરંતુ આવા અમુક નેતાઓ ને પોતાની વોટબેંક જાળવવા આવા નિવેદનો તેમની રાજકીય મજબૂરી બન્યા છે. કેનેડા ના આવા નેતાઓ ભારત ના કૃષિ આંદોલન ઉપર ખેડૂતો નો પક્ષ લઈ ને ભારત સરકાર ને ઘણી શિખામણો આપતા હતા.

પરંતુ જ્યારે કેનેડા માં ટ્રક ડ્રાયવરો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરતા હતા ત્યારે એક પણ વખત ચર્ચા કર્યા વગર દેશ ઉપર કામચલાઉ કટોકટી લાદી, ટ્રક ડ્રાયવરો ના લોકશાહી દેશ ના બંધારણે બક્ષેલા વિરોધ ના અધિકારો ને કટોકટી ના નામે કચડી નંખાયું હતું. આજે એ જ લિબરલ સરકાર ને ટેકો જાહેર કરનાર એનડીપી નેતા ભારત માં અલ્પ સંખ્યકો વિરુધ્ધ થતી હિંસા ને જોખમી ગણાવે છે. ૧૯૮૪ ના દિલ્હી ના શિખ રમખાણો મામલે હજારો વખત સંબોધનો, નિવેદનો કરી ચૂકનાર એનડીપી નેતા જગમિત સિંગ ૧૯૯૦ ના જમ્મુ-કાશિમરમાં થી આ જ અલ્પસંખ્યકો દ્વારા આચરગયેલા નરસંહાર, સાડા પાંચ લાખ કાશ્મિરી હિન્દુઓ કે જેમાં શિખ પરિવારો પણ સામેલ હતા- ની હિજરત, તે અંગે બોલવા ની કે વિરોધ પ્રદર્શિત કરવા ની નૈતિકતા દાખવશે ખરા ? તમણે ૧૯૮૪ ના શિખ વિરોધી રમખાણો ને કેનેડા એ નરસંહાર જાહેર કરવાની માંગ તો પહેલા જ ઉઠાવી ચુક્યા છે. તો ૧૯૯૦ ના કાશ્મિરી પંડિતો ઉપર ના અત્યાચાર મામલે ચૂપ કેમ છે ? હિંસા કોઈ પણ
સ્વરુપે હિંસા જ છે પરંતુ તેનો વિરોધ કરવા માં પણ પસંદગી ની કોમ અંગે ની માનસિકતા વિચાર માંગી લે તેવી બાબત છે.

Leave a Reply

Your email address will not be published.