‘દાદીમા ના નુસખા

-ગેસવાળી વ્યક્તિ માટે મેથીની ભાજી બહુ લાભદાયક છે.

– જો કબજિયાતને કારણે ગેસ થતી હોય તો ત્રિફળા અને રઈના ચૂરણ ને અડધી અડધી ચમચી જેટલું ગરમ પામી સાથે લો.

-ગેસના રોગીઓએ જમ્યા પછી પપૈયું તથા જામફળ જરૂર ખાવું જોઈએ.

– કુંવારપાઠાના માવાને શેકી થોડું મીઠું ચોપડી ખાઓ.


પથ્ય-અપથ્ય – ભોજનમાં ચોકરવાળી રોટલી, લીલાં શાક, ફળ, રેશાવાળી વસ્તુઓ, પાતળું દૂધ અને મઠો (છાશ) પીઓ. મગની દાળની ખીચડી, સાબુદાણા, માખણ, પાલક, મેથી, તુરિયા, ટિંડા, ગાજર, દૂધી વગેરે ગેસવાળાઓ માટે લાભદાયક છે. ભોજનમાં દહીં, મઠો અને પપૈયુ જરૂર લો. મસાલાવાળી વસ્તુઓ, ગરિષ્ઠ (ભારે) પદાર્શ, માંસ, માછલી, ઈંડા, ખાટી વસ્તુઓ, શરાબ, ભાંગ વગેરે લેવું નહીં. સવાર-સાંજ વ્યાયામ તથા ભ્રમણ કરો. ક્રોધ, લાલચ, શોક તણાવથી પોતાને બચાવો.


કબજીયાત કબજીયાત તો નાનાં-મોટા બધાને થઈ જાય છે. કબજીયાતમાં ખાધેલું ભોજન શૌચ (સંડાસ) સાથે બહાર નિકળતું નથી. મળ આંતરડામાં સુકાવા લાગે છે. આંતરડામાં શુષ્કતા વધવાને કારણે વાયુ મળને નીચે તરફ ખસેડી શકતો નથી. આ સ્થિતિને કબજીયાત કહેવાય છે. કારણો – દરરોજ બંને ટાઈમ મળ ચોખ્ખો ન થાય તેને જ કબજીયાત કહેવાય છે. મળ ત્યાગ વખતે જોર લગાડવું પડે તો સમજવું કે કબજીયાત થયો છે. આમાં મળ કડક અને શુષ્ક થઈ જાય છે. ખાવામાં ભારે વસ્તુઓ, મસાલાવાળી વસ્તુઓનું દાદ માંvવધુ પડતું સેવન તથા છોતરા વિનાનું ખાવાનું ખાવાથી, દારૂ પીવાથી, વ્યાયામ ન કરવાથી, આખો દિવસ બેઠાં બેઠાં કામ કરવાથી કબજીયાત થી જાય છે. ક્રોધ, લોભ, મોહ, લાલચ વગેરેથી પણ પેટ પર અસર પડે છે. અને કબજીયાત થઈ જાય છે.


લક્ષણો – કબજીયાત થયો હોય તો પેટમાં દુખાવો, ભારેપણું, ખાવામાં અરુચિ, આળસ, બેચેની જેવા લક્ષણો જણાય છે. જો કબજીયાત જૂનો થઈ જાય તો વાયુનો રોગ થઈ જાય છે. તે વખતેvકમર તથા હાથ-પગમાં દુખાવો થાય છે.
નુસખા – રાત્રે તાંબા કે માટીના વાસણમાં પાણી ભરી સવારે વાસી મોએ તે પાણી પીવાથી કબજીયાત દૂર થાય છે. મળ ચોખ્ખો થાય છે.

– ગરમાળાની સીંગના ફૂલ તથા તેનો માવો ખાવાથી કબજીયાત મટે રાત્રે દૂધમાં ચાર-પાંચ મુનક્કા (મોટી દ્રાધ) નાંખી પી જાવ.

– એક ગ્લાસ પાણીમાં બે અંજીર પલાળો. જ્યારે અંજીર ફૂલી જાય ત્યારે તેને પાણીમાં વલોવી પી જાવ. – એક ચપટી હરડેનું ચૂરણ, બે ચપટી બહેડાનું ચૂરણ તથા એક ચમચી આંબળાના ચૂરણને રાત્રે જમ્યા પછી ગરમ પાણી સાથે લો.

– રાત્રે ૫૦ ગ્રામ ચણા અને પ૦ ગ્રામ આખા મગને પાણીમાં પલાળી સવારે ચાવી ચાવીને ખાઓ. ઉપથી તેનું પાણી પી લો. આનાથી કબજીયાત દૂર થશે.

– જમ્યા પછી એક ગ્લાસ પપૈયાનો રસપીવાથી કબજીયાત મટી જાય છે.

– રાત્રે ચાર ચમચી દેશી ઘીમાં એક રત્તી કેસર મેળવી સેવન કરો.

– ૩ ગ્રામ નાની હરડેનું ચૂરણ, ૫ ગ્રામ સોનામુખીના પાંદડાનું ચૂરણ અને ૩ ગ્રામ ગુલાબના સુકાયેલા પાન – આ બધાને મેળવી સવાર-સાંજ હુંફાળા પાણી સાથે લો.

– ભોજનની સાથે લસણ ખાવાથી કબજીયાત અને વાયુ થતો નથી.

– રાત્રે એક ચમચી આંબળાના ચૂરણને દૂધ સાથે લો.

– ૧૦૦ ગ્રામ સફરજનના છોતરાંને પાણીમાં ઉકાળી દરરોજ જમ્ય પછી પીઓ.

Leave a Reply

Your email address will not be published.