બ્રુકલિન સબવે શૂટઆઉટ
ન્યુયોર્ક સિટી ના બ્રુકલિન પરગણા ની એક લોકલ સબવે ટ્રેન માં પેહલા સ્મોક બોંબ વડે વિસ્ફોટ કર્યા બાદ કરાયેલા અંધાધૂંધ ગોળીબાર માં ૨૯ જણા ઘાયલ થયા હતા. મંગળવારે સવારે ઘટેલી આ ઘટના એ સમગ્ર અમેરિકા માં ચકચાર જગાવી હતી.જો કે ન્યુયોર્ક પોલિસ હુમલાખોર ની ઓળખ કરી લીધી હતી. ફેન્ક જેમ્સ નામ ૬૨ વર્ષીય વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાનું મનાય છે. ન્યુયોર્ક પોલિસે તેની તસ્વીર રિલીઝ કરતા તેને પર્સન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યો છે. આ ઉપરાંત તેને પકડવા અંગેની માહિતી આપનાર ને ૫૦,૦૦૦ ડોલર ના ઈનામ ની પણ જાહેરાત કરાઈ હતી. ફેન્ક જેન્સ એ બ્રુકલિન સબવે સ્ટેશન ઉપર ૩૩ રાઉન્ડ ફાયર કર્યા હતા. જો કે ફેન્ક જેમ્સ જ ગોળીબાર કર્યો હતો કે કેમ તે વિષે હજુ પોલિસ સ્પષ્ટ નથી. પોલિસ ના જણાવ્યા પ્રમાણે જ્યારે ભૂગર્ભ ટ્રેન બ્રુકલિન સ્ટેશન માં પ્રવેશી ત્યારે હુમલાખોરે અંધાધૂંધ ફાયરીંગ શરુ કરી દીધું હતું અને ટ્રેન ઉભી રહી ત્યાર બાદ તે ઝડપ થી પલાયન થઈ ગયો હતો. જો કે ફેન્ક ની ઓળખ કર્યા બાદ તેના ફિલાડેલ્ફિયા અને વિસ્કોન્સીન માં સરનામાં મળી આવ્યા છે. પોલિસ ને તેની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી હતી કે ફેન્ક જેમ્સ એ ફિલાડેલ્ફિયા માં એક યુ-હુલ મુવિંગ ભાડા ઉપર લીધી હતી. આ ટ્રક દ્વારા તે બ્રુકલિન આવ્યો હોવાનું મનાય છે. પોલિસ ને યુ-હુલની ટ્રક ગોળીબાર ના સ્થળ થી પાંચ માઈલ દૂર ના અંતરે થી મળી આવી હતી. જ્યારે આ યુ-હુલ ની ચાવી સબવે ટ્રેન ની ઘટનાસ્થળે થી મળી આવી હતી. આ ઉપરાંત ઘટનાસ્થળે થી એક સેમી ઓટોમેટીક હેન્ડગન પણ મળી આવી હતી. અને ફૂટેલા કારતૂસ પણ વેરણ છેરણ પડ્યા હતા. ફેન્ક જેમ્સ એ આ અગાઉ સોશ્યિલ મિડીયા માં તે ન્યુયોર્ક સિટી માં બેઘર હોવાની પોસ્ટ પણ મુકી હતી. આ સાથે જ તેણે ન્યુયોર્ક ના મેયર એરિક એડમ્સ ને ધમકી પણ આપી હતી. આ ધમકી બાદ મેયર એરિક એડમ્સ ની સુરક્ષા વધારે મજબૂત કરવા માં આવી હતી. અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાયડન એ પણ ઘટના ની આકરી નિંદા કરતા ઘાયલ થયેલા લોકો ઝડપ થી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી. ન્યુયોર્ક શહેર માં તમામ મેટ્રો સ્ટેશનો તેમ જ શાળાઓ ને બંધ રાખવા નો આદેશ અપયો છે. પોલિસ અને એફબીઆઈ તપાસ માં જોડાયા છે.