મનુષ્ય નું મગજ રોબોટ માં ?

હંમેશા કંઈક નવું વિચારતા અને ન માત્ર વિચારતા પરંતુ તેને સાક્ષાત મૂર્તિમંત સ્વરુપ આપવા માટે જાણિતા ટેસ્લા અને સ્પેસ એક્સ ના પ્રણેતા એલન મસ્ક એ માનવી નું મગજ રોબોટ માં ડાઉનલોડ કરવા ની ભવિષ્ય ની ટેકનોલોજી ની વાત કરી ને સૌને ચોકાવ્યા હતા. પોતાની આ જ ખાસિયત ના કારણે મસ્ક આજે વિશ્વ નો સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.એલન મસ્કે આ ભવિષ્ય ની ટેકનDલોજી વિષે વાત કરતા જણાવ્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે મનુષ્ય નું મગજ રોબોટ માં ડાઉનલોડ કરી શકાશે. આમ કરવા થી તેની યાદો નો બેકઅપ રાખી શકાશે, યાદશક્તિ પાછી મેળવી શકાશે અને આ રીતે તે કાયમ માટે જીવતો રહેવા સક્ષમ બની જશે. આ શક્ય છે. આમ કરનારી વ્યક્તિ ભલે સદેહે હાજર નહીં હોય, પરંતુ તેની યાદો, તેના વ્યક્તિત્વ ની હરહંમેશા માટે જાળવણી કરી શકાશે. આ ટેકનીક આજ ની કપ્યુટર મેમરી નો તબક્કાવાર વિકાસ જ હશે. જેમ આપણે આપણી યાદગાર ક્ષણો કોમ્યુટર-મોબાઈલ માં ફોટોગ્રાફસ-વિડીયો ના સ્વરુપ માં સ્ટોર કરી જ્યારે ફરી તે ક્ષણો જીવંત કરી માણી શકીએ છીએ તે જ રીતે માનવ મસ્તિષ્ક ને કપ્યુટર સાથે મોટા પાયે વિકસીત કરી ચુક્યા છીએ.

માનવ ચેતના નો કોઈ કુત્રિમ શરીર માં ડાઉનલોડ કરીને જીવન ને લંબાવવા નો વિચાર દાયકાઓ થી વિજ્ઞાન સાથે સંકળાયેલી કાલ્પનીક વાર્તાઓ નો એક મહત્વ નો ભાગ રહી છે. પ્રિન્સ્ટન યુનિ. ના પ્રો. માઈકલ ના લેખ માં જણાવ્યા પ્રમાણે માઈન્ડ અપલોડીંગ માટે બે ટેકનીક ની જરુર પડશે. કુત્રિમ મગજ તેમ જ મનુષ્ય ના મગજ નો સ્કેન. જેથી બન્ને ના ન્યુરરેન એકબીજા ને કઈ રીતે જોડે છે તે જાણી શકાય.માઈકલ ના મતે કુત્રિમ મગજ બનાવવું ધારણા કરતા સરળ રહેશે. એલન મસ્ક નું સ્ટાર્ટ અપ ન્યુરાલિંક હાલ માં બ્રેઈન મશીન ઈન્ટરફેસ બનાવવા ઉપર કામ કરી રહ્યું છે. મસ્ક ના જણાવ્યા મુજબ એક સમય એવો આવશે જ્યારે લોકો યાદો નો બેકઅપ રાખી શકશે. તેમ જ યાદશક્તિ પાછી મેળવી શકશે.હાલ માં એલન મસ્ક હ્યુમેનોઈડ રોબોટ “ઓપ્ટિમસ’ ઉપર કામ કરી રહ્યા છે. જેનો પ્રોટોટાઈપ ૨૦૨૨ માં અને કોમર્શિયલ પ્રોડક્શન ૨૦૨૩ માં મળવા નું શરુ થઈ જશે. ટેસ્લા ની કાર બનાવવા માં જેનો ઉપયોગ કરાશે. મસ્ક ના જણાવ્યા પ્રમાણે “ઓપ્ટિમસ’ દુનિયા બદલી નાંખશે. માનવી પોતાની અંગત જીંદગી રોજિંદા જીવન વ્યવહાર માં પણ તેનો ઉપયોગ કરી શકશે. મનુષ્ય પોતે જે કામ કરવા નથી ઈચ્છતા તે કામ તેમને ઓપ્ટિમસ કરી આપશે.

Leave a Reply

Your email address will not be published.