મોદી-બાયડન વર્ચ્યુઅલ મિટીંગ
વિશ્વ ની એક માત્ર મહાસત્તા અને લોકતાંત્રિક દેશ અમેરિકા અને વિશ્વ ના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારત ના વડાઓ વચ્ચે સોમવારે વર્ચ્યુઅલ મિટીંગ યોજાઈ ગઈ.સમગ્ર વિશ્વ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ના યુધ્ધ ના ૪૭મા દિવસેય ભિષણ જંગ જારી છે. તેવા સા મ યો અમેરિકા ના રાષ્ટપતિ જો બા ય – ડન અને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણા થઈ હતી. જ્યારે આ બન્ને રાષ્ટ્રો વચ્ચે ર+૨ ની મંત્રણા માટે ભારત ના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભારત ના વિદેશમંત્રી એસ. જયશંકર યુ.એસ. ના પોતાના સમકક્ષ સાથે મંત્રણા કરવા અમેરિકા પહોંચી ગયા છે. હાલ માં જ્યારે યુધ્ધ ના કારણે ન માત્ર અમેરિકા, પરંતુ નાટો ના દેશો તેમ જ યુરોપિયન યુનિયન સહિત ના ઘણા દેશો રશિયા ઉપર અનેક પ્રકાર ના આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે તટસ્થ રહી ને વિવાદ યુધ્ધ દ્વારા નહીં, પરંતુ શાંતિમંત્રણા દ્વારા ઉકેલવો જોઈએ તેવું ભારત નું સ્પષ્ટ મંતવ્ય છે. અમેરિકા પહેલે થી જ આ યુધ્ધ મામલે ભારત ના વલણ સામે નારાજગી દર્શાવી ચુક્યુ છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયા સાથે મર્યાદિત સંબંધો રાખે. મિટીંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે પાછલા દોઢ માસ માં રશિયા અને યુક્રેન ના રાષ્ટ્રપતિઓ સાથે અનેક વખત વાતચીત કરી છે. ઉપરા‘ત મોદી એ જો બાયડન ને સીધા જ યુકેન ના રાષ્ટ્રપતિ ઝ લે સ્કી સાથે વાત ક ૨ વ અારો ધ કર્યો હતો. જ ય . અમેરિકી પ્રમુખ જો બાયડન એ ભારતે યુકેન ને કરેલી માનવીય સહાય માટે નું સ્વાગત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આપણી વચ્ચે ડિફેન્સ સહિત અનેક સેક્ટરો માં ઘણી મજબૂત ભાગીદારી છે. તેમણે રશિયા દ્વારા યુકેન ના શહેર બુચા નરસંહાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ બાબતે પૂર્ણ તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે મોદી ને કહ્યું હતું કે આપણા સંબંધો ને મજબૂત કરવા માટે આ પ્રકાર ની વાતચીત યથાવત ચાલુ રહેશે. આ ઉપરાંત તેમણે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ૨ જી મે ના રોજ ક્વાડ સમિટ ની બેઠક માં રુબરુ મળવાની આશા પ્રગટ કરી હતી. બન્ને દેશો ની સરકાર,અર્થ વ્યવસ્થાઓ અને લોકો વચ્ચે ના સંબંધો ને વધુ મજબૂત બને તેવી આશા રાખું .