રસરંગ

બધા વર્ગો નિયમિત ચાલતા રહ્યા. બરાબર બે વાગે ધોધમાર વરસાદ સાથે પવનની ગતિ એકસો ને ચાળીસ કિલોમીટર પર પહોંચી ગઈ. મુશળધાર વરસાદ, પવનના તોફાન અને વીજળીના ઝબકારતેને કારણે તાંડવરૂપ સર્જાયું. વાતવરણમાં અણધાર્યો પલટો આવી જતાં એકાએક બધું ભયભીત બની ગયું. સૌ કોઈ ગભરાઈ ગયાં. રેડિયો પર પરિસ્થિતિ વધુ બગડવાના સમાચાર અને સાવધ રહેવાની સૂચનાઓ પ્રસારીત થતી રહી.સુષમાદીદી કોઈ નિર્ણય લે તે પહેલાં પવનની આંધીમાં બાલમંદિર ઉપરનું છાપરું ઉડી ગયું. એ સાથે એક મોટો મોભ તૂટી પડ્યો. કેટલાંક ભૂલકાં એ મોભ નીચે દટાઈ ગયાં. કેટલાકને ઈજા થઈ.કેન્દ્રમાં હાહાકાર મચી ગયો. ચારે બાજુ દોડધામ વધી ગઈ. સૌ કોઈ બાલમંદિરમાં દોડી આવ્યા. સ્ત્રીઓ પોતપોતાના બાળકોને શોધી રહી. અર્ચનાની આંખો ચારે બાજુ ઘૂમી ઉમાને શોધી રહી. ઉમા ન દેખાતાં એ બહાવરી બાવળી બની ગઈ. | સુષમાદીદી ફાયર બ્રિગેડને ફોન કર્યો. ઘણી જગ્યાએ મકાનો તૂટી પડવાના અહેવાલો હતો. ક્યાં પહેલાં જવું એ સવાલ એ લોકોને પણ મૂંઝવી રહ્યો હતો. ઈજા પામેલા અને બચી ગયેલાં બધાં બાળકોને બીજા હોલમાં ખસેડ્યા. કેન્દ્રની નર્સ ઈજા પામેલાઓને તાત્કાલિક સારવાર આપવા લાગી. રાણચાર ચોકીદારો પાસે મોભ ખસેડાવી ‘તિમિરનાં તેજ જય ગજ્જર દટાઈ ગયેલાં બાળકોને બહાર કાઢી બાજુના હોલમાં લઈ ગયા. કમનસીબે ચાર નિર્દોષ બાળકોએ જાન ગુમાવ્યા હતા. મૃત બાળકોની માતઓના રુદનથી દીવાલો કંપી ઊઠી. અર્ચના ઉષ્મા પાસે દોડી જઈ બોલી, “બેટી, શું થયું તને? મમ્મી સાથે વાત કેમ નથી કરતી? ચાલ ઊભી થા. જરા હસ. તે તો મને જીવવાનો માર્ગ બતાવ્યો હતો. તારે માટે તો હું જીવી ગઈ હતી અને તું…”એ વધુ કંઈ બોલી શકી નહિ. જમીન પર ઢળી પડી. દીદી અને બીજી બહેનો એની પાસે દોડી આવ્યાં. એને ઢંઢોળી બેઠી કરી. એનો હાથ પકડી પાણીનો ગ્લાસ આપ્યો. અર્ચનાએ પાણી પીધું નહિ. એ હૈયાફાટ રડવા લાગી. દીદીનું હૈયુ પણ પીગળી ગયું. એમણે મન મક્કમ કરી એને કહ્યું, “બહેન, કુદરતના કોપ સામે માનવીનું કશું ચાલતું નથી. ઉષ્મા અમને પણ બહુ વહાલી હતી. અંજળપાણી મોટી વાત છે. એની સાથેનો તારો નાતો આટલો ટૂંકો હશે એમ માન. જાતને સંભાળી લે.”

Leave a Reply

Your email address will not be published.