રાહુલ ગાંધી એ માયાવતી પર પ્રહાર કર્યા

યુ.પી.માં ભાજપા એ મેળવેલા પ્રચંડ વિજય અને સતત બીજી વખત યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા તેના આઘાત ની કળ હવે કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી ને વળી હોય તેમ લાગે છે. હવે તેમણે બસપા ના માયાવતી ને આ માટે દોષી ઠેરવ્યા છે.યુ.પી.માં ન માત્ર ભાજપા નો પ્રચંડ વિજય જ થયો, પરંતુ કોંગ્રેસ ને માત્ર બે બેઠકો અને બસપા ને એક જ બેઠક મળી હતી. રાહુલ ગાંધી એ બસપા સુપ્રિમો માયાવતી ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે માયાવતી એ સીબીઆઈ, ઈડી અને પેગાસસ ના ડર થી સત્તાધારી ભાજપા ને સ્પષ્ટ અને મોકળો માર્ગ આપ્યો હતો. વાસ્તવ માં યુ.પી.માં કાશીરામ ના અને બાદમાં માયાવતી ના સમયે દલિતો માં બસપા કોંગ્રેસ ના ભોગે વિકસ્યુ હતું. રાહુલ ગાંધી એ શનિવારે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી એ અર્થાત કે કોંગ્રેસે આ વખતે યુ.પી.માં વિધાનસભા ની ચૂંટણી અગાઉ બહુજન સમાજવાદી પાર્ટી ના વડા માયાવતી ને બન્ને પક્ષો વચ્ચે ગઠબંધન રચવા ઉપરાંત માયાવતી ને મુખ્યમંત્રીપદ ના ઉમેદવાર બનવવા માટે પણ ઓફર કરી હતી. પરંતુ કમનસીબે માયાવતી એ કોઈ પ્રત્યુત્તર જ આપ્યો ન હતો. તેઓ એ આ વખતે યુ.પી.ની ચૂંટણી માં માત્ર કોંગ્રેસ ને જ સાફ નથી કરી નાંખી, પરંતુ તેઓ ખુદ પોતાના પક્ષ માટે પણ વ્યવહારિક રીતે ચૂંટણી લડ્યા નથી. જો કે બહુજન સમાજવાદી પાર્ટી ના નેતા અને પોતાને દલિત કી બેટી ગણાવતા માયાવતી એ રાહુલ ગાંધી ને જડબતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે બીજા ની ઉપ્પર ટિપ્પણી કરતા પહેલા તેમણે ૧૦૦ વખત વિચારવું જા ઈ અ . બા હ જ “ા સમાજવાદી પક્ષ ની ચિંતા કરવા ના બદલે તેઓ પહેલી કોંગ્રેસ ની ચિંતા કરે. રાહુલ ગાંધી એ તેમણે આપેલી ઓફર અંગે જે કંઈ કહ્યું તે બિલકુલ ખોટું છે. કોંગ્રેસ ભાજપા સામે જીતવા માં અસમર્થ રહી છે. પરંતુ જાતિવાદી માનસિકતા ના કારણે બીએપી ઉપર નિશાન સાધતી રહે છે. કોંગ્રેસ જ્યારે સત્તા માં હતી ત્યારે પણ તેમણે કશુ કર્યું નથી. ના તો સત્તા માં થી બહાર થયા પછી પણ કાંઈ કરી શકી છે. માયાવતી એ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ની જેમ મને ઈડી અને બીજી સમકક્ષ એજન્સીઓ નો ડર છે તેમ કહે છે પરંતુ આ બધુ સાચુ નથી. તેમને ખબર હોવી જોઈએ કે આ તમામ બાબતો માટે અમે સુપ્રિમ કોર્ટ સુધી લડાઈ લડ્યા છીએ, અને જીત્યા પણ છીએ. તેઓ બીએસપી ઉપર નિશાન સાધવા ના બદલે પોતા નુ ખુદ નું ઘર પોતા ની પાર્ટી કોંગ્રેસ ઉપર ફોકસ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.