વડતાલ માં અક્ષરભુવન મ્યુઝિયમ
ભગવાન શ્રી સ્વામિનકરાયણે ખુદ સ્થાપેલી બે ગાદી વડતાલ અને અમદાવાદ-કાલુપુર સ્વામિનારાયણ સંસ્થનો પૈકી ના વડતાલ ધામ ખાતે, ગોમતી નદી ના કિનારે ૧૫૦ કરોડ રૂ. ના ખર્ચે અક્ષરભુવન મ્યુઝિયમ નું ખાતમુહુર્ત ૧૦ મી એપ્રિલે વડતાલ ગાદી ના આચાર્ય ના શ્રી રાકેશપ્રસાદજી અને સંતો દ્વારા કરાયુ હતું.આ ભવ્ય અને દિવ્ય મ્યુઝિયમ ૪૭૦,૧૫૦ સ્કે.ફૂટ માં વિસ્તરેલુ હશે. જે પૈકી ૧૨૪,૬૩૦ સ્કે.ફૂટ માં મ્યુઝિયમ નું બિલ્ડીંગ બનશે જે ૪૪૪ કોલમ અને ૭૪૦ કમાન ઉપર ઉભુ કરવા માં આવશે આમાં ૪ મોટા ગુંબજ, ૩૧ નાના ગુંબજ અને ૧૬ સામરણ હશે. મ્યુઝિયમ માં ૯ વિશાળ પ્રદર્શન ખંડો એક વી.આઈ. પી. સ્વાગત કક્ષ તેમ જ સંત આશ્રમ બનશે. મ્યુઝિયમ ની મળે કમળ આકાર માં નવધા ભક્તિ ના દર્શન થશે. કમળ ની એક એક પાંખડી ઉપર ૧૬-૧૬ ફૂટ ની બ્રાસ ની મુર્તિઓ અને તેની વચ્ચે કેન્દ્ર માં ભગવાન સ્વામિનારાયણ ની પર ફૂટ ની પ્રતિમા મુકાશે.

આ મ્યુઝિયમ નું બાંધકામ સેન્ડ સ્ટોન થી કરાશે જેના કારણે આ મ્યુઝિયમ આગમી બે હજાર વર્ષો સુધી અડીખમ ઉભુ રહેશે જ્યારે અક્ષરભુવન ની ઈમારત ૧૦૮ ફૂટ ઊંચી બનશે. મ્યુઝિયમ ની વચ્ચોવચ્ચ પરિક્રમા પથ ઉપર ૧૬૮ ઘુમ્મટ પણ બનાવાશે. અહીં એક સાથે હજારો લોકો લાઈટ એન્ડ સાઉન્ડ ફાઉન્ટેન શો ની મઝા પણ માણી શકશે. આ | દિવ્ય અક્ષરભુવન મ્યુઝિયમ માં ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળ માં ઉપયોગ માં લીધેલી વસ્તુઓ જેવી કે સ્વામિનારાયણ ભગવાન ના નખ, કેશ, ચરણરજ, અસ્થિ, મોજડી, ધનુષ, તીર, શાલ જેવી વસ્તુઓ ઉપરસંત ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, ધરમપુર ના રાજકુમારી કુશળ કુંવરબા એ આપેલો જરી નો ગુંથેલો મુગટ, ૫૧ વાટ ની આરતી, સ્વર્ણ પિચકારી જેવી દિવ્ય અને જેના દર્શન માત્ર પાવનકારી છે તેવી દુર્લભ અને અલભ્ય વસ્તુઓ ભાવિક ભક્તજનો ના દર્શનાર્થે પ્રસ્તુત થશે. હાલ ના અનુમાન મુજબ આ દિવ્ય અને પાવનકારી તીર્થ આગામી અઢી વરસ માં તૈયાર થઈ જશે.