વિપુલ ચૌધરી સામે ચાર્જશીટ ફાઈલ

મહેસાણા દૂધસાગર ડેરી ના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે અમદાવાદ ની સ્પેશ્યિલ કોર્ટ માં સી.આઈ.ડી. ક્રાઈમે ૨૨ હજાર પાના ની ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.મહેસાણા ની પ્રસિધ્ધ દૂધસાગર ડેરી માં પોતાના શાસ નકાળ દરમિાન કરોડો રૂા.નું પ્રોત્સાહન બોનસ ચૂકવી ને તેની ૮૦ ટકા રકમ પરત મેળવી ને જવેલરી માં રોકાણ કરવા ના તથા મહારાષ્ટ્ર માં વિના મૂલ્ય – સાગરદાણ મોકલી = ને મંડળી ને ૨૨ કરોડ નું નુક્સાન | કરવા સહિત ના . વિપુલ ચૌધરી સામે એક ના કેસો માં ક્રાઈમ ની સીઆઈડી એ છ વર્ષ બાદ તેની ધરપકડ કરી લીધી હતી. હવે આ કેસ માં ૨૨00 સાક્ષીઓ દર્શાવવા ઉપરાંત ૩૩ સાક્ષીઓ ના નિવેદન સાથે ૨૨ હજાર પાના ની ચાર્જશીટ અમદાવાદ ની સ્પે. કોર્ટ માં સીઆઈડી ક્રાઈમે ફાઈલ કરી દીધી છે. ગુજરાત માં ખેડા જિલ્લા માં જગવિખ્યાત અમુલ’ ના સહકારી ડેરી ઉદ્યોગ ની તર્જ ઉપર ઉત્તર ગુજરાત માં મહેસાણા ખાતે બનેલી દૂધપાંગર ડેરી માં વિપુલ ચૌધરી ની ચેરમેનશીપ ના સમય માં થયેલા સાગરદાણ કૌભાંડ, પ્રોત્સાહન ડેરી .બોનસ માં કરોડો ની ઉચાપત, હોદ્દા વગર પણ અનઅધિકૃત રીતે ડેરી ના બેઠક માં હાજરી આપવા સહિત ના આરોપો હેઠળ વિપુલ ચૌધરી સામે ગુન્હો નોંધવા માં આવ્યો હતો. આ કેસ માં આરોપીઓ એ કૌભાંડ આચરી ને ઉચાપત થી મેલવેલી કરોડો સાગર રૂા.ની રકમ નું જૈનમ ઈન્ડસ્ટ્રીઝ અને ક્વેલરી માં જંગી રોકાણ કર્યું હોવાનો ચાર્જશીટ માં ઉલ્લેખ કરાયો છે. જો કે આ | સહકારી ઉદ્યોગ અને સહકારી મંડળી ના કરોડો રૂા.ના કૌભાંડ ના કેસ હોવા થી દેશ ની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આ કેસ માં ઝડપી ન્યાય મેળવવા ની અપેક્ષા થી આ કેસ માં રોજ એ રોજ સુનાવણી હાથ ધરવા નો આવકારદાયક આદેશ આપ્યો છે. | વિપુલ ચૌધરી ના આ કેસ દ્વારા સામાન્ય જનતા ને જ્યારે કોઈ નેતા આવા કોઈ સહકારી ક્ષેત્ર ના | ઉચ્ચ સ્થાને બિરાજી ને કે પછી લોકપ્રતિનિધિ બની ને સત્તા ના અન્ય કોઈ સ્થાને બિરાજી ને પોતાના ભ્રષ્ટ આચરણ દ્વારા કઈ રીતે કરોડો રૂા.નો ભ્રષ્ટાચાર આચરી રકમ ઓળવી જાય છે તેનું આદર્શ દષ્ટાંત પુરુ પાડે છે.

Leave a Reply

Your email address will not be published.