વૈષ્ણોદેવી માં માનવ મહેરામણ
ભારત માં ચૈત્રી નવરાત્રિ ના તહેવાર ના દિવસો ચાલી રહ્યા છે. ભારત ના સુપ્રસિધ્ધ તીર્થસ્થળ કટરા સ્થિત માતારાની વૈષ્ણોદેવી ના દરબાર માં પવિત્ર નવરાત્રિ ના પાવન પર્વે નતમસ્તક થવા ભાવિક ભક્તજનો ની અભૂતપૂર્વ ભીડ ઉમટે છે.વરાત્રિા 5 નું પર્વ હિન્દુ સંસ્કૃ તિ માં શક્તિ સ્વરુપે પૂજાતી માતા ની ભક્તિ, આરાધના અને તપ નું પાવન પર્વ છે તેમાં પણ આસો નવરાત્રિ ની માફક જ ચૈત્રી નવરાત્રી નું પણ ઘણું મહત્વ છે. શક્તિ ની આરાધના ના આ નવ દિવસો દરયિાન માતાજી ના જપ, અનુષ્ઠાન દ્વારા વિશિષ્ટ પૂજા અર્ચના કરવા ઉપરાંત માતાજી ની આઠમ તેમજ નોમ ના હવન નું વિશેષ મહત્વ છે. જે ન માત્ર ભારત માં, પરંતુ વિશ્વભર માં દેવી મંદિરો માં આ પર્વે સવિશેષ સેવા-પૂજા હાથ ધરાતી હોય છે. આથી આવા પાવન પર્વ ઉપર માતારાની વૈષ્ણોદેવી ના દરબાર માં ભાવિક ભક્તજનો ની ભીડ ઉમટવી સ્વાભાવિક છે. જમ્મુ થી ૪૬ કિ.મી. દૂર તીર્થયાત્રીઓ ના બેઝ કેમ્પ કટરા થી ભક્તો ત્રિકુટ પર્વત ઉપર ૧૨ કિ.મી.ની વિષમ ચઢાઈ ચઢી ને માતાજી ના દર્શન કરે છે. જો કે હવે આ ૧૨ કિ.મી.ની ચઢાઈ માટે પગપાળા, વૃધ્ધો અને દિવ્યાંગો માટે ડોલી ઉપરાંત ખચ્ચર સવારી તેમ જ નવા બનાવાયેલા રસ્તા ઉપર ગોલ્ફકાર ટેક્સી, રોપ-વે તેમ જ હેલિકોપ્ટર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જો કે પદપાળા યાત્રા નું સવિશેષ મહત્વ હોવાથી આજે પણ ભક્તજનો ની ટોળી પ્રેમ સે બોલો જય માતા દી ના જયઘોષ સાથે ત્રિકૂટ પર્વત ની ગિરિમાળા ને ગુંજતી કરી દે છે. ચૈત્રી નવરાત્રિ ના માત્ર છેલ્લા છ દિવસો માં જ ૧૭૬,૭૧૪ યાત્રીઓ એ માતારની ના દરબાર માં શિષ ઝુકાવી ને આશીર્વાદ પ્રાપ્ત કરતા ધન્યતા અનુભવી હતી. આમ નવરાત્રિ ના પર્વ માં સરેરાશ રોજ ના ૨૯૪૫ર વ્યક્તિઓ દર્શન નો લાભ લઈ રહ્યા છે. જો કે આઠમ અને નોમ ના સમાપન ના પર્વે આ સંખ્યા માં વધારો થવા ની પૂરી શક્યતાઓ છે. ચાલુ વર્ષે નવા વર્ષ ના પર્વે થયેલી ભાગદોડ માં ૧૨ વ્યકિતઓ એ જીવ ગુમાવ્યા ની ઘટના બાદ આ વખતે માતારાની વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ અને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા સાવચેતી ના સવિશેષ પગલા લેવાયા છે.