શાંઘાઈ માં કડક લોકડાઉન

શાંઘાઈ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા લગભગ ત્રણ સપ્તાહ થી કડક લોકડાઉન છતા રેકર્ડ સંખ્યા માં નવા કેસો માં વધારો થઈ રહ્યો છે. ૧૨ મી એપ્રિલે જાહેર કરાયેલા છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા નવા કેસો ની સંખ્યા ૨૬ હજાર થી અધિક નોંધાઈ હતી. ચીન માં કોરોના ના વધતા જતા કેસો ની સામે સરકારે અપનાવેલી ઝીરો કોવિડ પોલિસી થી લોકો પારાવાર પરેશાની માં મુકાયા છે. ચીન ની આર્થિક રાજધાની શાંઘાઈ ની વસ્તી ૨.૬૦ કરોડ છે. અહીં છેલ્લા ત્રણ અઠવાડિયા થી અધિક સમય થી લોકડાઉન અમલ માં છે. ઝીરો કોવિડ પોલિસી ને અપનવિતા કડક પ્રતિબંધો લગાવાયા છે. આના કારણે હવે અહીં ખાવા ની તેમ જ દવા ની તંગી જોવા મળે છે. આખરે ગત શુક્રવારે મોટી સંખ્યા માં લોકો લોકડાઉન ના નિયમો તોડી ને રસ્તા ઉપર ઉમટી આવ્યા હતા. તેમણે સપ્લાય પોર્ટલ ઉપર ડિસ્ટ્રીબ્યુશન માટે તૈયાર કરાયેલા ફૂડ બોક્સ ની લૂંટ ચલાવી હતી. લોકડાઉન ના હિસાબે લોકો ને જરુરિયાત મુજબ ની ખાવાપીવા ની ચીજો મળતી નથી. ચીન માં કડક લોકડાઉન માં દર્દી ને હોસ્પિટલ માં દાખલ થવું જરુરી છે. ચીન માં હોમ આઈસોલેશન કે ક્વોરેન્ટીન ની મનાઈ છે.નાના બાળકો ને પણ કોરોના થાય તો તેને પોતના માતા-પિતા થી અલગ કરી ને હોસ્પિટલ માં દાખલ કરાય છે જેના કારણે પેરેન્ટસ માં ઘણો ગુસ્સ જોવા મળે છે. આ ઉપરાંત અમુક કર્મચારીઓ ને તેમની ઓફિસે જ રખાયા છે, તેમને ઘરે જવા ની મંજુરી નથી. આવા લગભગ ૨૦ હજાર કર્મચારીઓ છે જેઓ ત્રણ સપ્તાહ થી
પરિવાર થી દૂર છે અને ઘરે જઈ શકતા નથી. ચીન ની ઝીરો કોવિડ પોલિસી ની આકરી ટીકા થઈ રહી છે. જો – કે ચીન ની સરકાર તેનો બચાવ કરી રહી છે.ચીન ના વિદેશમંત્રી ના પ્રવક્તા એ કહ્યું હતું કે ચીન ની શૂન્ય કોવિડ નીતિ રોગચાળા વિરોધી પ્રોટોકોલ વિજ્ઞાન અને નિષ્ણાંતો ના અભિપ્રાય ઉપર આધારીત છે. તેમજ આ નીતિઓ ડબલ્યુએચઓ ના સિધ્ધાંતો ને અનુરૂપ છે.જો કે ચીન ની આર્થિક રાજધાની શાંઘાઈ માં ત્રણ સપ્તાહ થી અધિક ના લોકડાઉન ના કારણે ન માત્ર શહેર માં ખાવાપીવા ની ચીજવસ્તુઓ અને દવાઓ ની જ અછત ઉભી થઈ છે પરંતુ મોટાભાગ ના કારખાના પણ બંધ હોવા થી પ્રોડક્શન ઠપ્પ થઈ ગયું છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન માં પણ અડચણો ઉભી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.