શાંતિમંત્રણા વચ્ચે નવા જનરલ !
રશિયા-યુક્રેન યુધ્ધ ૪૭દિવસે પણ ચાલુ છે. એક તરફ બન્ને દેશો વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે. ત્યારે રશિયા એ કિવ ઉપર કળ્યો કરવા માં નિષ્ફળ રહેલા લશ્કરી વડાને હટાવી ને નવા આર્મી જનરલ એલેક્ઝાન્ડર ધોરનિકોવ ને નિયુક્ત કર્યા છે. યુક્રેન ઉપર રશિયા એ ભિષણ આક્રમણ કરતા યુક્રેન અમેરિકા અને નાટો ના દેશો પાસે મદદ ની ભીખ માંગતુ રહ્યું છે જ્યારે અમેરિકા અને નાટો ના દેશો રશિયા ની સાથે બિન અસરકારક પ્રતિબંધો લાદવા ઉપરાંત યુક્રેન ને શસ્ત્રો વેચી ને તગડી કમાણી કરી રહ્યા છે. ગઈ કાલે જ યુરોપિયન યુનિયને રશિયા ની ૨૦ એરલાઈન્સો ને બ્લેક લિસ્ટ કરી છે. નવા વરાયેલા રશિયા | ના આર્મી ચીફ લોરનિકોવ સિરિયા માં | રશિયા ના મિલિટરી ઓપરેશન્સ ના પ્રથમ | કમાન્ડર રહી ચુક્યા છે. તેમણે ૨૦૧૬ માં | ક્રેમલિન દ્વારા “હિરો ધ રશિયન ફેડરેશન્સ | નો ખિતાબ અપાયો હતો. તેમની પાસે થી | રશિયા કિવ ઉપર કબ્બા ની અપેક્ષા રાખે છે. | દરમ્યિાન માં ગઈ કાલે રશિયા એ પારકીવ | ઉપર ૬૬ હવાઈ હુમલા કર્યા હતા. જ્યારે | રશિયા એ મારિયોપોલ ઉપર ફરી એકવાર ભિષણ હવાઈ હુમલો કરી યુક્રેન પાસે થી મારિયોપોલ પોતાના કબ્બા હેઠળ લીધું હતું. છેલ્લા દોઢ માસ માં રશિયા એ યુક્રેન ના ઘણા શહેરો ને ખંડેર માં પરિવર્તિત કરી દીધા છે. જે પૈકી મારિયોપોલ નો પણ સમાવેશ થાય છે. શહેર ના મેયર વાહિમ બોટમચેન્કોના જણાવ્યા પ્રમાણે રશિયા ના હુમલા માં શહેર ના ઓછા માં ઓછા ૧૦,000 લોકો ના મોત થઈ ચુક્યા છે. આ અગાઉ રશિયા એ બુચા શહેર માં પણ વ્યાપકહિંસા આચરી હતી. બુચા ના રસ્તાઓ ઉપર પીઠ પાછળ બાંધેલા હાથ અને કપાળ માં ગોળી વાગવા થી મોત ને ભેટેલા નાગરિકો ના મૃતદેહો રસ્તા ઉપર રઝળતા હતા. આ ઉપરાંત રશિયન સૈનિકો દ્વારા હજારો યુક્રેનિયન મહિલાઓ ઉપર બળાત્કારો પણ ગુજારાયા હતા. જ્યારે ઘણી સ્વરુપવાન યુવતિઓ ને રશિયન સૈનિકો ઉઠાવી ને લઈ ગયા હતા. હવે યુધ્ધ ના ૫૦ મા દિવસ તરફ આગળ વધી રહેલા બન્ને દેશો પૈકી યુક્રેન ના અનેક શહેરો બરબાદ થઈ ગયા હોવા ઉપરસંત લાખો નાગરિકો હિજરત કરી ગયા હતા. એકંદરે આ યુધ્ધ થી બન્ને દેશો ને પારાવાર આર્થિક નુક્સાન વેઠવું પડશે.