‘શાહબાઝ પણ કરશે બદલાની રાજનીતિ ?
પાકિસ્તાન માં ઈમરાન સરકાર નું પતન અને નવી શાહબાઝ શરીફ ની સરકાર-ગઠબંધન સરકાર રચાઈ ગઈ છે. માત્ર ૧૩ થી ૧૫ માસ નો નિયત કાર્યકાળ હોવા થી ફરી થી ચૂંટાવા માટે ઓછા સમય માં જનતા ને કંઈક કરી બતાવવા ની ભાવના પ્રબળ રહેશે.પાકિસ્તાન ના નવા વરાયેલા ગઠબંધન સરકાર ના વડાપ્રધાન શાહબાઝ શરીફ કે જેઓ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ના ભાઈ અને પંજાબ પ્રાંત ના ત્રણ વખત ના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેમણે સત્તા સંભાળતા અગાઉ જ બે વાતો સ્પષ્ટ કરી હતી. એક તો તેમની સરકાર પૂર્વ સરકાર સામે બદલા ની ભાવના થી કોઈ કાર્યવાહી નહીં કરે, પરંતુ કાયદો, કાયદા નું કામ કરશે. તથા બીજું તેઓ પાડોશી દેશ ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે, પરંતુ તે કાશ્મિર ના ભોગે હરગીઝ નહીં. હવે શાહબાઝ ના આ બન્ને નિવેદનો સૂચક જરુર છે, પરંતુ સત્તા સંભાળ્યા પૂર્વે ના છે.
સત્તા સંભાળતા જ પાકિસ્તાન ની હાલ ની આર્થિક પરિસ્થિતિ, બેકાબુ અને અસહ્ય બની ચૂકેલી મોંઘવારી, નાદારી ના આરે આવી ને ઉભેલા દેશ ના અર્થતંત્ર અને વિદેશી દેવુ કે તેના હપ્તા ચૂકવવા પણ નવુ દેવુ શોધવા જવું પડે તેવા અર્થતંત્ર ને બેઠું કરવા તથા વિશ્વભર માં આતંકવાદ ના પાલનહાર ની છાપ ના કારણે પેદા થયેલી રાજકીય અસ્પૃશ્યતા જેવા વિકરાળ પ્રશ્નો સામે ઉભા છે. વળી આગલી ઈમરાન સરકાર જ્યારે અમેરિકા ઉપર રાજકીય અ સિા ૨ તા. | સર્જવા નો આર૧પ લગાવતા હતા ત્યારે જ શાહબાઝ સહિત તમામ | વિપક્ષો અમેરિકા ને ન માત્ર ક્લિન ચીટ આપતા હતા પરંતુ શાહબાઝ શરીફે તો અમેરિકા નું શરણ સ્વિકારતા ભિખારીઓ ને પસંદગી નો અવકાશ નથી હોતો તેમ પણ સ્પષ્ટ, ઓન રેકર્ડ કહ્યું હતું. વળી પાકિસ્તમન માં નવી રચાતી સરકાર દ્વારા પૂર્વ શાસક સામે બદલા ની કાર્યવાહી, નવી બાબત નથી. આ અગાઉ લશ્કરી બળવો કરી સત્તા કલ્થ કરનારા જનરલ ઝીયા ઉલ હક્ક એ વિશ્વ ના અગ્રણી દેશો ની અપીલ ને ઠુકરાવી ને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ને ફાંસી ના માંચડે લટકાવ્યા હતા. જનરલ પરવેઝ મુશરફ સત્તા સંભાળતા પૂર્વે વડાપ્રધાન નવાઝ શરીફ ને સાઉદી માં જ્યારે બેનઝીર ભુટ્ટો ને લંડન માં શરણ લેવું પડ્યું હતું.

આસિફ અલી ઝરદારી એ સત્તા સંભાળતા પરવેઝ મુશર્રફ દુબાઈ અને લંડન વચ્ચે ફરતા થઈ ગયા હતા જ્યારે ઈમરાન ખાન એ સત્તા સંભાળતા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ તથા તેમની પુત્રી મરિયમ નવાઝ ને જેલ માં નાંખ્યા હતા. જ્યાં થી નાદુરસ્ત તબિયત ના ન્હાને મહા મુશ્કેલી થી લંડન પહોંચેલા નવાઝ શરીફ હજુ સુધી પરત આવી શક્યા નથી.પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી સામે શાહબાઝ સરકાર જે ભ્રષ્ટાચાર ના આરોપો ની તપાસ કરવા આતુર છે તેમાં સર્વ પ્રથમ પાકિસ્તાન ના સૌથી મોટા લિક્વિડ નેચરલ ગેસ ના સોદા નો છે જેનું મુલ્ય કે ૨૨ અબજ રૂા. છે. આ ઉપરાંત ઈમરાન ના રાજકીય પક્ષ પીટીઆઈ ને પાછલા ચાર વર્ષો માં મળેલા ૩૧ કરોડ રૂા.ના ડોનેશન ના મામલે પણ તપાસ હાથ ધરાઈ શકે છે. તેમની પાર્ટી ઉપર ૧૪ દેશો પાસે થી ડોનેશન લેવા નો ગંભીર આરોપ છે. જો આ બાબત સાબિત થાય તો ઈમરાન ઉપર આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લદાવા ઉપરાંત તેમના પક્ષ ની માન્યતા પણ રદ થઈ શકે છે. આ ઉપરાંત ઈમરાન ની પત્ની બુશરા બેગમ ની ખાસ સહેલી ફરાહ ઉપર પણ પંજાબ પ્રાંત માં થયેલા દરેક સરકારી કામો માં કમીશન થી માંડી ને દરેક બદલી કે બઢતી માટે કરોડો રૂા.ની લાંચ લીધી હોવાનો અને તેમાં ઈમરાન ને તેની પત્ની સહભાગી હોવા ના પણ આરોપ લાગ્યા છે.
ઈમરાન સરકાર ના પતન પૂર્વે પંજાબ સરકાર ના શાહી વિમાન મારફતે ફરાહ લૂંટેલી સઘળી સંપત્તિ લઈ ને દેશ છોડી ને ભાગી ચૂકી છે. આ બધા ઉપરાંત અવિશ્વાસ પ્રસ્તાવ વખતે ઈમરને જે અમેરિકા ના પત્ર ની બહુ દુહાઈઓ આપી હતી તે બાબત સાબિત કરવા અન્યથા દેશ ની જનતા ને ગુમરાહ કરી સંસદ સામે ઉશ્કેરવા બદલ દેશદ્રોહ નો કેસ પણ ચાલી શકે છે. આમ વિપક્ષો એ ઈમરાન ના ગળે કાંઠલો કરવા ની તડામાર તૈયારીઓ કરી લીધી છે.જ્યારે પાકિસ્તાન ના ૨૩ મા વડાપ્રધાન બનેલા શાહબાઝ શરીફ નો સોગંદ વિધિ તો પરંપરા મુજબ રાષ્ટ્રપતિ ભવન માં યોજાયો હતો પરંતુ વડાપ્રધાન ને શપથ લેવડ વવા પાકિસ્તાન ના રાષ્ટ્રપતિ અને ઈમરાન ખાન ના નજદીકી મનાતા આરિફ અલ્વી ઉપસ્થિત ના રહેતા આખરે શાહબાઝ શરીફ ને સેનેટ ના ચેરમેન એ શપથ ગ્રહણ કરાવ્યા હતા. મિયા નવાઝ શરીફ ના ભાઈ શાહબાઝ શરીફ ભારત સાથે સંબંધો સુધારવા ની વાતો તો કહે છે પરંતુ જ્યાં પણ અને જ્યારે પણ કાશ્મિર નો મુદ્દો ઉઠાવવા ની એક પણ તક જતી કરતા નથી.

પાકિસ્તાન ના નવનિયુક્ત વડાપ્રધાન શાહબાઝ શરીફ ભલે પાકિસ્તાન ના વડાપ્રધાન પ્રથમ વખત બન્યા હોય પરંતુ આ અગાઉ પંજાબ પ્રાંત ના મુખ્યમંત્રી ત્રણ વખત રહી ચુક્યા છે અને સવિશેષ નિકાહ પઢવા માં પણ તેમનો અદભૂત, પાંચ-પાચવાર નિકાહ પઢવા નો અનુભવ છે. ભારત ના શશી થરુર ને પણ લાઈન માં પાછળ આવો કહી શકે તેવા શાહબાઝ પોતાની પાંચ બેગમો પૈકી ત્રણ ને તલાક આપી ચુક્યા છે જ્યારે બે બેગમો નુસરત બેગન અને તેહમિના દુર્ગાની હજુ આજે પણ તેમની સાથે રહે છે. જે ત્રણ બેગમો ને તલાક આપી ચૂક્યા છે તેમા કુલસુમ હૈન, નિલોફર ખોસા તથા આલિયા હની સામેલ છે. વળી આજે પણ જ્યાં મોગલ બાદશાહ શાહજહાં એ પોતની બેગમ મુમતાઝ ની યાદ માં બનાવેલો તાજમહેલ વિશ્વ માં પ્રેમ નું પ્રતિક મનાય છે. તેમ એક સમયે પંજાબ પ્રાંત નાં મુખ્યમંત્રી શાહબાઝ એ પોતાની બેગમ આલિયા હની ને ટ્રાફિક ની અડચણ ના પડે તે માટે બંધાવેલો પુલ આજે પણ હની બ્રિજ તરીકે સુવિખ્યાત છે. આવા દિલફેંક આશિક શાહબાઝ શરીફ પાંચ વાર નિકાહ પઢવા નો પણ વિક્રમ ધરાવે શાહબાઝ શરીફ ની સરકાર તે એક ગઠબંધન સરકાર છે જેમાં આજ સુધી પરસ્પર વિરોધી રહેલા વિપક્ષો ઉપરા‘ત પીટીઆઈ માં થી આવેલા ૨૪ સાંસદો પણ સરકાર માં સામેલ હોઈ શકે છે. આમ વિવિધ વિચારસરણી ધરાવતા પરસ્પર વિરોધી પક્ષો ની ગઠબંધન સરકાર બનાવવી તેમ જ મંત્રીઓ અને ખાતાઓ ની બેંચણી સરળ નહીં હોય. વળી પદ ના મેળવી શકેલા અસ’તુષ્ઠો ને આવકારવા પી.ટી.આઈ. પણ તૈયાર રહેશે. આમ શાહબાઝ શરીફ ની સરકાર ૧૩ માસ ના શાસનકાળ માં રહી શકે છે કે કેમ તેમ જ ઈમરાન સાથે શું કરે છે તે જોવું રસપ્રદ રહેશે.