સમાચારો સંક્ષિપ્ત માં

-કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પૂર્વ રાજકીય સલાહકાર અને એક સમયે જેમની પાર્ટીમાં પડ્યો બોલ ઝીલાતો હતો તેવા સ્વ. અહેમદ પટલના સુપુત્ર ફૈઝલ પટેલ એ કોંગ્રેસ હાઈકમાન્ડ વિરુધ્ધ નારાજગી પ્રગટ કરતા ટ્વિટ કર્યું હતું કે હું રાહ જોઈને થાકી ગયો છું. ટોચના નેતૃત્વ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. અમારા તરફથી તમામ વિકલ્પો ખુલ્લા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિમારીના કારણે નવેમ્બર ૨૦૨૦ માં અહેમદ પટેલનું અવસાન થયું હતું. ગત વર્ષે ફૈઝલ એ એપ્રિલ માસ માં કેજરીવાલની પણ મુલાકાત કરી હતી.

– ક્રિમિનલ પ્રોસિજર આઈડેન્ટિફિકેશન બિલ જે પોલિસને ગુન્હેગારોના બાયોમેટ્રિક નમુનાઓ એકત્રિત કરવાની સત્તા આપે છે. જેનાં થકી એક પ્રદેશમાં ગુન્હો આચરી બીજા પ્રદેશમાં નામ અને ઓળખ બદલી છુપાતા ફરતા ગુન્હેગારો અને આતંકવાદીઓને પકડવામાં સરળતા રહેશે, તે બિલ લોકસભામાં કોંગરેસ અને વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે પસાર થયું હતું. ગુન્હેગારો અને આતંકીઓને બચાવવા હંમેશા કોંગ્રેસ અને વિપક્ષો કેમ આતુર હોય છે અને તેમની તરફ ઉભા હોય છે તે ચિંતાજનક બાબત છે.

– રામ મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી રામભક્તોમાં ઉત્સાહ અને ભક્તિના ઘોડાપુર આવ્યા છે. હાલમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓનો એટલો ભારે ધસારો રહેતો હોય છે કે હરિભક્તો ને દર્શનાર્થે ૭૦ વર્ષો બાદ ભગવાન શ્રી રામલલ્લાજીના શૃંગાર અને શયનના ટાઈમમાં ફેરફાર કરીને દર્શનના સમયમાં ત્રણ કલાકનો વધારો કરી દેવાયો છે.

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની સાત દિવસીય રાષ્ટ્ર ચિંતન શિબિર ૫ મી એપ્રિલથી હરિદ્વાર નજીક રામવીલામાં શરુ થઈ ગઈ છે જે ૧૧ મી એપ્રિલ સુધી ચાલશે. આ રાષ્ટ્ર ચિંતન | શિબિરમાં સર સંઘ ચાલક ડૉ.મોહન ભાગવત અને સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે પણ ઉપસ્થિત રહ્યા હતા. સાત દિવસના આ શિબિરમાં સંઘ અને તેના કાર્યોની સમીક્ષા કરવા ઉપરાંત ભાવિ એજન્ડા પણ નક્કી કરવામાં આવશે.

– અખિલ ભારતીય શાસ્ત્રોક્ત સ્પર્ધા જે ૨૭ થી ૨૯ માર્ચ દરમ્યિાન યોજાઈ ગઈ તેમાં પોતના સંબોધનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે સંસ્કૃત જ તમામ ભાષાઓની જનની છે. આપણે સૌ પ્રથમ સંસ્કૃત નું આ મહત્વ સ્વિકારવું પડશે. સંસ્કૃત તો કામધેનુ છે તેને દોહતા આવડવું જોઈએ. જ્યારે એસજીવીપી ગુરુકુળના સ્વામિ માધવપ્રસાદજીએ જણાવ્યું હતું કે અંગ્રેજી તો આપણા દિમાગનો વિષય છે, જ્યારે સંસ્કૃત તો અમારા દિલની ભાષા છે.

– યુ.એસ.માં ટ્રાઈટન દ્વારા ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલમાં ઈલેક્ટ્રિક સેમી ટ્રક, એસયુવી, સેડાન તેમ જ ડિફેન્સ વ્હિકલનું પણ ઉત્પાદન કરવામામ આવે છે. તેઓ હવે ગુજરાતના ભૂજમાં ૬૪૨ એકરમાં કંપની નો મેન્યુફેક્યરીંગ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઈન કરી દીધા હતા. જરુરી મંજુરીઓ મેળવ્યા બાદ ચાલુ વર્ષના દિવાળીના સમય સુધીમાં પોતાની મેઈક ઈન ઈન્ડિયા પ્રથમ ટ્રક બજારમાં મુકવાની તૈયારી કરી રહ્યા છે. આના માટે ૧૨ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે જેનાથી પ000 લોકોને રોજગારી મળશે.

– ભારતમાં ૩૧ માર્ચે પૂરા થયેલા વિનિમય વર્ષમાં ઘઉંની નિકાસ ઓલટાઈમ હાઈ ૭.૮૫ મિલિયનટને પહોંચી ગઈ છે. જે ગત નાણાંકીય વર્ષ કરતા ૨.૧ મિલિયન ટન નો જંગી વધારો સૂચવે છે. વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે રશિયા-યુક્રેન યુધ્ધના કારણે આ બન્ને દેશોમાંથી આવતો ઘઉંનો સપ્લાય બંધ થતા આપણા ઘઉં ના વ્યાપારમાં | ઉછાળો નોંધાયો હતો.

– લોકસભામાં બિલ ઉપરની ચર્ચા સમયે કેન્દ્રીય ગૃ હમંત્રી અમિત શાહે કહ્યું હતું કે હું ક્યારેય કોઈની ઉપર ગુસ્સે થતો નથી. મારો અવાજ ઉંચો છે જે મેન્યુફેક્યરીંગ ડિફેક્ટ છે. પણ હા, વાત જ્યારે કાશ્મિરની આવે છે ત્યારે મને અવશ્ય ગુસ્સો આવે છે. આ અગાઉ ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મિર પુનર્વસન બિલ ઉપર ચર્ચા દરમ્યિાન કોંગ્રેસ સંરૂ દીય દળના નેતા અધીર રંજન ચૌધરીને ચર્ચા માં જવાબ આપતા ઉગ્રતાપૂર્વક કહ્યું હતું કે કાશ્મિર માટે તો અમે જાન પણ આપી દઈશું.

-ઉ.કોરિયાના સરમુખત્યારી શાસક કિમ જોંગ ઉનની તેનાથી પણ વધારે ઘમંડી અને ગુસ્સેલ વ્હેન કિમ યો જોંગ એ પાડોશી દુશ્મન દેશ દક્ષિણ કોરિયાને પરમાણુ હુમલાની ધમકી આપી દીધી હતી. તેણે કહ્યું હતું કે અમે યુધ્ધની વિરુદ્ધમાં છીએ. પરંતુ જો દક્ષિણ કોરિયા લશ્કરી મુકાબલો ઈચ્છે છે, તો ઉત્તર કોરિયા નું સૈન્ય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા પણ ખચકાશે નહીં. અમારી ઉપરના હુમલાનો જડબાતોડ જવાબ અપાશે.

– પાડોશી દેશ શ્રીલંકામાં અભૂતપૂર્વ આર્થિક કટોકટી અને લગભગ ખતમ થવા આવેલા વિદેશી હૂંડિયામણના પગલે દેશમાં કટોકટી જાહેર કરાઈ હતી. દેશમાં વિજળી અને પેટ્રોલની અછત સામે ઝઝુમતા દેશવાસીઓ સામે હવે દવાઓની તંગી નવી મુસીબત બનીને સામે આવી છે. સરકારે મેડિકલ ઈમર્જન્સી ઘોષિત કરી દીધી છે. પરંતુ પરિવારમાં દવાઓની તંગીથી ટળવળતા પરિવારજનોને જોઈને લોકોનો સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

– અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લા ઈંક તેમ જ સ્પેસ એક્સના વડા એલનમસ્કએ પોતે જ સમાચાર આપ્યા હતા કે તેણે માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વિટરનો ૯.૨ ટકા હિસ્સો ખરીદ્યો છે અને તેઓ ટ્વિટરના સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા છે. આ જાહેરાતના પગલે જ ટેસ્લાના શેરમાં ૨૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. મસ્કે આ અગાઉ એક ટ્વિટમાં એમ જણાવ્યું હતું કે તેઓ ટ્વિટર-ફેસબુક જેવું એક નવુ સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ઉભુ કરવાનું ગંભીરપણે વિચારી રહ્યા છે.

– અમેરિકાના વિદેશ વિભાગે માનવાધિકાર ઉપર પોતાના ૨૦૨૨ નારિપોર્ટમાં ભારત ઉપર મનફાવે ત્યારે ધરપકડ, કસ્ટોડિયલ ડેથ, લઘુમતિઓ સામે ધાર્મિક હિંસા, અભિવ્યક્તિ ઉપરની આઝાદી ઉપર રોક, મિડીયા ઉપર પ્રતિબંધ, પત્રકારો સામે કેસ અને ઘણા બધા પ્રતિબંધાત્મક કાયદાઓ સામે ચિંતા વ્યક્ત કરી હતી. ૧૨ મી એપ્રિલે રાજ્ય સચિવ એન્ટની બ્લિકને માનવાધિકાર ઉપરનો આ રિપોર્ટ યુ.એસ. કોંગ્રેસને સોંપ્યો હતો. આના ઉપર પ્રતિભાવ આપતા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર એ સ્પષ્ટ કર્યું હતું કે ર+ર બેઠકમાં અમેરિકામાં તેમની સમકક્ષ એન્ટની બ્લિન્કન સાથે માનવાધિકાર મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. તેમણે કહ્યું કે જ્યારે પણ આની ઉપર ચર્ચા થશે ત્યારે ભારત જવાબ આપવામાં સહેજ પણ પાછુ નહીં પડે. બ્લિન્કનના બયાનનો ઈશારામાં ઉલ્લેખ કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે

Leave a Reply

Your email address will not be published.