હાફિઝ સઈદ ને ૩૨ વર્ષ ની જેલ
પાકિસ્તાન માં જમાત-ઉદ-દાવા અને લશ્કર એ તૌયબા જેવા ક્રુર આતંકવાદી સંગઠનો ના સ્થાપક હાફિઝ સઈદ ને પાકિસ્તાન ની કોર્ટે ટેરર ફંડ્રસ ના બે કેસ માં દોષી ઠેરવતા ૩૨ વર્ષ ની જેલ ની સજા ફરમાવી હતી.પાકિસ્તાન ની એન્ટિ ટેરરીઝમ કોર્ટે એક સમય ના પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ના આ માનીતા આતંકવાદી ને ૩૨ વર્ષ ની જેલની સજા સંભળાવી હતી. જો કે આ કોઈ પ્રથમવાર તેને જેલ ની સજા નથી ફરમાવાઈ. અત્યાર સુધી માં કોર્ટ દ્વારા તેને કુલ ૭ કેસ માં ૬૮ વર્ષની સજા સંભળાવાઈ છે. એફએટીએફ ના ગ્રે લિસ્ટ માં થી વ્હાર નિકળવા ના પાકિસ્તાન ના આ બધા દેખાડા અને ધમપછાડા થી વિશેષ કશું નથી. કારણ કે ૬૮ વર્ષ ની જેલ ની કોર્ટ દ્વારા સજા ફરમાવાઈ હોવા છતા એ વાત ના પૂરતા પુરાવા છે કે આજ ની તારીખ માં પણ હાફિઝ સઈદ કુખ્યાત પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ના સખ્ત જાપ્તા હેઠળ છે, તે કોઈ જેલ માં નથી પુરાયો, પરંતુ પોતના ઘરે જ શાંતિપૂર્વક રહી રહ્યો છે. વળી અધુરુ રહી ગયું હોય તો હાફિઝ સઈદ ના વકીલે કોર્ટના ચુકાદા બાદ ન્યુઝ એજન્સી સાથે ની વાતચીત માં બેધડક જણાવ્યું હતું કે હાફિઝ સઈદ ને જેલ માં વધુ સમય કાઢવો નહીં પડે. તેની તમામ સજાઓ એક સાથે જ ચાલશે અને કોર્ટ થોડા સમય માં જ આ અંગે તસ્વીર સ્પષ્ટ કરી દેશે. પંજાબ કાઉન્ટર ટેરરીઝમ કોર્ટ દ્વારા નોંધાયેલા કેસ ઉપર શુક્રવારે એન્ટિ ટેરરીઝમ કોર્ટ ના જજ એજાઝ અહમ બટ્ટ એ બે કેસ માં હાફિઝ સઈદ ને દોષિત ઠેરવ્યો હતો. જે બે કેસ માં હાફિઝ સઈદ ને સજા સંભળાવાઈ તે પૈકી નો એક કેસ ૨૦૧૯ નો છે જેમાં તેને ૧૫.૫ વર્ષ ની સજા ફરમાવાઈ હતી, જ્યારે બીજો કેસ હજુ એક વર્ષ અગાઉ નો જ અર્થાત કે ૨૦૨૧ નો છે જેમાં તેને ૧૬.૫ વર્ષ ની સજા ફરમાવાઈ છે. આ બન્ને સજા એક સાથે જ ચાલશે. જેલ ની સજા ઉપરાંત કોર્ટે તેને પાકિસ્તની ચલણ માં ૩.૪૦ લાખ રૂા.નો દંડ પણ ફટકાર્યો હતો. આ તે જ હાફિઝ સઈદ છે કે જે ૨૦૦૮ ના ર૬/૧૧ ના રોજ મુંબઈ ઉપર થયેલા ભીષણ આતંકવાદી હુમલા નો માસ્ટર માઈન્ડ છે. આ હુમલા માં ભારતીયો તેમ જ હોટલ તાજ માં વિદેશી મહેમાનો સહિત ૧૬૬ લોકો ના મોત નિપજ્યા હતા. તે ભારત નો મોસ્ટ વોન્ટેડ હોવા ઉપરાંત અમેરિકા એ પણ તેની ઉપર ૧ કરોડ ડોલર નું ઈનામ જાહેર કરેલ છે. જો કે પાકિસ્તાન માં તે જાહેર માં મુક્ત હરે ફરે છે.