આલિયા-રણબીર ની વેડીંગ પાર્ટી

બોલિવુડ ના સ્વીટ કપલ આલિયા – રણબીર એ ૧૪ મી એપ્રિલે વાસ્તુ એપાટમેન્ટ ખાતે લગ્ન કર્યા બાદ ૧૬ મી એપ્રિલ ને શનિવારે ભવ્ય વેડિંગ પાર્ટી આપી હતી.જો કે આલિયા-રણબીર ને ૧૪ મી એપ્રિલ એ જ તેમના લગ્ન ના દિવસે તેમના ડાય હાર્ડ ફેન એવા સુરત ના એક વેલર્સ એ સોના ના ૧૨૫ ગુલાબ નો ૫ ફૂટ નો ગો ડન રોઝીસ બુકે ગિફ્ટ કર્યો હતો. સુરત ના આ ક્વેલર્સ ના પુત્ર અને પુત્રવધુ આ ગોલ્ડન કપલ ના જબરદસ્ત ફેન હોવા થી કાયમી યાદગિરીરુપ ભેટ આપવાનું વિચાર્યું હતું. ૧૬ મી ને શનિવાર ના પાર્ટી માં ભટ્ટ અને કપૂર પરિવાર ના સભ્યો સિવાય શાહરુખ અને ગૌરી ખાન, શ્વેતા બચ્ચન, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, વરુણ ધવન અને નતાશા દલાલ, કરન જોહર, મ્યુઝિક ડિરેક્ટર પ્રિતમ, આદિત્ય રોય કપૂર, અયાન મુખર્જી, આદિત્ય અને અનુષ્કા રંજન, ડિરેક્ટર શકુન બત્રા, ડિરેક્ટર લવ રંજન અને અલીચા, ડિરેક્ટર રોહિત ધવન અને પત્ની જહાન્વી જેવી સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. આ કપલે પોતાના લગ્ન માં પોતાના એક્સ ને નિમંત્યા ન હતા. જો કે વેબ પોર્ટલ બોલિવુડ લાઈફ ના જણાવ્યા પ્રમાણે દિપીકા પાદુકોણ, કટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, | સિધ્ધાર્થ મલ્હોત્રા એ લગ્ન નિમિત્તે મોંઘીદાટ ગિટ્સ મોકલાવી હતી. જો કે રણબીર કપૂર લગ્ન ના માત્ર ત્રણ દિવસ બાદ જ કામ ઉપર પરત ફરતા સૌ ને આશ્ચર્ય થયું હતું. લગ્ન ના ત્રીજા જ દિવસે ૨ ણ બીર અંધેરી માં આ વ લી ટી-સિરીઝ ની ઓ-િ ફસ ખાતે જોવા મળ્યો હતો. સો.મિડીયા માં આ વિડીયો વાયરલ થતા અમુક યુઝર્સ ને તો નવાઈ લાગી હતી જ્યારે અમુક યુઝર્સે રણબીર ના કામ પ્રત્યે ના ડેડિકેશન ની પ્રશંસા કરી હતી. હવે આ સ્ટાર કપલ ના વર્ક ફન્ટ ની વાત કરીએ તો રણબીર ૨૨મી એપ્રિલે તેની આગામી ફિલ્મ એનિમલ ના શુટિંગ માટે મનાલી જશે. ત્યાં બે દિવસ ના શુટિંગ બાદ મુંબઈ પરત ફરશે જ્યાં આ જ ફિલ્મ નું ૭ દિવસ નું શિડ્યુલ છે. જ્યારે આલિયા આવતા મહિને એટલે કે મે માસ માં તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે સ્વિત્કર્લેન્ડ જનાર છે.

Leave a Reply

Your email address will not be published.