‘ઈમરાન ના પતન ની પશ્વાદભૂ !

પાકિસ્તાન માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી ની સરકાર નું પતન થઈ ગયું અને શાહબાઝ શરીફે વડાપ્રધાનપદ ના શપથ લઈ લીધા છે, પરંતુ પાકિસ્તાન માં ચર્ચાતી વાતો મુજબ પી.એમ. હાઉસ માં ૯ મી એપ્રિલ ના રાત્રે ૧૧.૨૦ બાદ ઘટેલી ઘટના ૧૦ મી ની સંસદ ની કાર્યવાહી માટે કારણભૂત હતી.પાકિસ્તાન માં ઈમરાન ખાન પાકિસ્તમન માં સત્તા ઉપર જુલાઈ ૨૦૧૮ માં આવ્યા હતા. વિપક્ષો દ્વારા ચૂંટણી માં સેના ના ચંચૂપત અને ભારે ધાંધલી થઈ હોવા ના આરોપો લાગ્યા હતા. તેમ છતા ઈમરાન પાસે સરકાર રચવા જરુરી સંખ્યાબળ ના હોવાથી સૈન્ય દ્વારા જ અન્ય નાના રાજકીય પક્ષો ને ઈમરાન સાથે તેમની પાર્ટી તહરીક એ ઈન્સાફ પાકિસ્તાન સાથે ગઠબંધન રચી સરકાર બની હતી. પાકિસ્તાન ના વિપક્ષો તેમ જ પાકિસ્તાન ની જનતા પાક. વડાપ્રધાન ઈમરાન ખાન ને ઈલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર નહીં, પરંતુ સિલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર કહેતા હતા. તેઓ પાકિસ્તાની સેના દ્વારા પસંદ કરાયેલા પી.એમ. હતા. જો કે સાડાત્રણ વર્ષ ના શાસનકાળ દરમિાન ઘટેલી ઘટનાઓ ના પગલે સરકાર અને સેના વચ્ચે ના સંબંધો કથળ્યા હતા. તેમાં પણ પાક. આર્મી ચીફ કમર બાજવા દ્વારા આઈએસઆઈ ના વડા અને ઈમરાન ના અંગત જનરલ ફૈઝ હમીદ ને હટાવી ને જનરલ નદીમ અંજુમ ને નવા આઈએસઆઈ ચીફ બૂનાવવા ના મામલે તો ઈમરાન અને બાજવા આમને સામને ની સ્થિતિ માં આવી ગયા હતા.

આથી જ હાલ માં પણ પાક. સંસદ માં ઈમરાન સરકાર સામે સઘળા વિપક્ષો સંગઠીત થઈ ને જે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા તેની પાછળ પણ સેના નો જ દોરીસંચાર હતો. સેના ના ઈશારે જ પરસ્પર વિરોધીઓ એવા વિપક્ષો ઈમરાન સરકાર ને હરાવવા ના ઉદેશ્ય થી એક ટેબલ ઉપર બેસવા તૈયાર થયા હતા. સંસદ માં અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યિાન જ સરકાર ના ગઠબંધન ના સાથી પક્ષો કે જેઓ સેના ના ઈશારે જ ઈમરાન સાથે ગઠબંધન માં જોડાયા હતા તેઓ એ ઈમરાન નો સાથ છોડી વિપક્ષો ને સાથ આપવા તેમની સાથે જોડાવા ઉપરાંત પીટઆઈ ના ૨૪ સાંસ દો એ પણ સરકાર ના વિરોધ માં અને અવિશ્વાસ પ્રસ્તાવ ની તરફેણ માં મતદાન કરવા ની જાહેરાત કરતા જ ઈમરાન સરકાર લઘુમતિ માં આવી ગઈ હતી અને સરકાર નું પતન સુનિશ્ચિત હતું. પરંતુ ઈમરાન આ માટે તૈયાર ન હતા અને તેમણે જાહેર કર્યું હતું કે તેઓ અંત સુધી લડી લેશે પરંતુ રાજીનામુ તો નહીં જ આપે.ઈમરાન પોતાની વાત ઉપર એવા અડગ હતા કે સુપ્રિમ કોર્ટ ના મતદાન ના આદેશ છતા તેઓ મતદાન કરાવવા અથવા રાજીનામુ આપવા તૈયાર ન હતા. પી.એમ. હાઉસ ખાતે બે-ત્રણ પીટીઆઈ ના નેતાઓ સાથે તેઓ પોતની રાજકીય દાવપેચ ની રમત રમી રહ્યા હતા.

સુપ્રિમ ના આદેશ છતા ઈમરાન ન તો મતદાન થવા દેતા હતા ના તો રાજીનામુ આપતા હતા. આથી સેના ની પણ છબી ખરાબ થઈ રહી હતી. આથી ૯ મી ની રાત્રે નવ વાગ્યે સેના તરફ થી વડાપ્રધાન ને મેસેજ આવ્યો, ઈમરાન ખાન સાહેબ, તમે રાજીનામુ આપી દો. જો કે સેના ના આદેશ ને માનવા ના બદલે ઈમરાને પોતના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશી ને આર્મી ચીફ કમર બાજવા માટે સંદેશો લઈ ને મોકલ્યા કે વડાપ્રધાન મતદાન કરાવવા કે રાજીનામુ આપવા તૈયાર નથી. તેઓ સંસદ નો ભંગ કરી ને નવેસર થી ચૂંટણી કરાવવા માંગે છે. જો કે સેના એ આ દરખાસ્ત ને ફગાવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે હર હાલત માં સુપ્રિમ કોર્ટના આદેશ નું પાલન કરવા નું જ રહેશે. આમ ફરી એક વાર સેના અને સરકાર આમને સામને આવી ગયા હતા.જો કે આ વખતે બન્ને પક્ષો ને ખબર હતી કે આ છેલ્લી અને આરયા પાર ની લડાઈ હશે. આખુ વિશ્વ જાણે છે કે પાકિસ્તાન માં સેના ની પસંદ વિના કોઈ વડાપ્રધાન રહી શકતા નથી. ભૂતકાળ માં ઝુલ્ફીકાર અલી ભુટટો, નવાઝ શરીફ ના ત્રણ ત્રણ વાર સત્તા છૂટવા પાછળ આ જ મુખ્ય કારણ હતા. આ સઘળી હકીકતો થી વાકેફ ઈમરાન ખાને પણ એવો દાવ ખેલ્યો કે જેવો આ અગાઉ પાકિસ્તાન ના ઈતિહાસ માં કોઈ વડાપ્રધાને આમ કરવા ની હિંમત દર્શાવી ન હતી. ઈમરાન ખાને પોતાના સંરક્ષણ સચીવ ને બોલાવી ને આર્મી ચીફ કમર બાજવા ને બરતરફ કરી ને નવા આર્મી ચીફ તરીકે પૂર્વ આઈએસઆઈ ચીફ અને પોતાના ખાસ ફૈઝા હમીદ ની નિમણૂંક કરતું નોટિફિકેશન તૈયાર કરાવ્યું અને ફૈઝ હમીદ ને પણ આ બાબતે જાણ કરી ને તાત્કાલિક પી.એમ. હાઉસ બોલાવ્યા.

સંરક્ષણ સચિવ ને નોટિફિકેશન તૈયાર કરી દીધું હતું માત્ર તેનો નંબર નાંખવા નો અને ઈમરાન ની સહી બાકી હતા. આ દરમ્યિાન કોઈ નો ફોન આવ્યો અને વાત કરવા ઈમરાન ખ્વાર બંગલા ની લોન માં ટહેલતા વાત કરી પછી પાછા ફોન પતાવી અંદર બેઠેલા મંત્રીઓ ને અધિકારીઓ સાથે તૈયારીઓ માં જોડાયા.પરંતુ ઈમરાન નો ફોન આર્મી ઈન્ટલિજન્સ ઈન્ટરસેપ્ટ કરી ઈમરાન ની યોજના થી કમર બાજવા ને અવગત કરાવ્યા. હવે કમર બાજવા અને આઈએસઆઈ ચીફ નદીમ અજુમ ફૂલ એક્શન માં આવી ગયા. તેમણે સુપ્રિમ કોર્ટ ના ચીફ જસ્ટિસ ઓમર અત્તા બાંદિયાલ અને ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અતહર મિનાલ્લાહ ને સમસ્ત વાત જણાવી. બન્ને જજો એ અડધી રાત્રે કોર્ટ ખોલી. જ્યાં હાઈકોર્ટ માં એક વકીલ દ્વારા આર્મી ચીફ કમર બાજવા ની બરતરફી ઉપર રોક લગાવવા અરજી કરાઈ. જે ચીફ જસ્ટિસ મિનાલ્લાહ એ મંજુર કરી જરુરી ઓર્ડર રિલીઝ કર્યો. પી.એમ. હાઉસ ખાતે મંત્રણા માં વ્યસ્ત ઈમરાન ને સંદેશો અપાયો કે પી.એમ. હાઉસ ખાતે આર્મી હેલિકોપ્ટર એ લેન્ડ કર્યું છે અને એક-બે અધિકારીઓ તેમને મળવા માંગે છે. પોતાની યોજના પાર પડતી સમજી ને ઈમરાન મંત્રણા છોડી ને પોતાના મિત્ર અને નવા આર્મી ચીફ જનરલ ફેઝ હમીદ ને આવકારવા વ્હાર આવ્યા. જો કે સામે આર્મી ચીફ કમર બાજવા અને આઈએસઆઈ ચીફ નદીમ અંજુમ ને જોતા ઈમરાન વિમાસણ માં પડી ગયા. જો કે તેમને વાર્તાલાપ કરવા અલગ કમરા માં લઈ જતા કમર બાજવા એ ઈમરાન ને રાજીનામુ આપવા જણાવ્યું. જો કે ગુસ્સે ભરાયેલા ઈમરાને ન માત્ર રાજીનામુ આપવા ની ના પાડી, પરંતુ ગાળો પણ ભાંડી.

આથી ગુસ્સા માં આવી ગયેલા આઈએસઆઈ ચીફ એ ઈમરાન ના ડાબા ગાલ ઉપર જોરદાર થપ્પડ રસીદ કરતા જણાવ્યું હતું કે અમને તમારા પ્લાન ની ખબર પડી ગઈ છે. બાજવા ની બરતરફી અટકાવતો હાઈકોર્ટે હુકમ આપી દીધો છે. હવે સીધી રીતે સત્તા છોડી દો અન્યથા બહુ ગંભીર પરિણામો આવશે. આ ઘટનાક્રમ બાદ આખી રાજકીય બિછાત બદલાઈ ગઈ. ઈમરાન ની પીટીઆઈ ના સાંસદો મતદાન નો બહિષ્કાર કરતા વ્હાર નિકળી ગયા અને અવિશ્વાસ પ્રસ્તાવ ૧૭૪ મતો થી પસાર થઈ જતા ઈમરાન સરકાર નું પતન થઈ ગયું.જો કે અહીંયા સૌથી મહત્વ ની વાત ૯મી એપ્રિલે પી.એમ.હાઉસ માં લેન્ડ થયેલા હેલિકોપ્ટર અને ત્યાર બાદ ના ઘટેલા અડધો કલાક ના ઘટનાક્રમ ની પાકિસ્તાની મિડીયા માં ખૂબ ચર્ચાઓ છે. પાકિસ્તાન ના ત્રણ અગ્રણી પત્રકારો-આરઝુ કાઝમી, અસદ અલી તુર અને સલીમ સફી એ આ બાબતે ઘણા ચોંકાવનારા તથ્યો ઉજાગર કર્યા હતા. તેમણે પણ ઉઠાવેલા સવાલો એ હતા કે ઈમરાન ની ડાબી આંખ નીચે ઈજા ના નિશાન કેવી રીતે આવ્યા? ત્યાર બાદ બે દિવસ સુધી ઈમરાન બધે મોટા ડાર્ક સનગ્લાસ પહેરી ને કેમ ફરતા હતા? પાકિસ્તાન અને વ્હાર ની દુનિયા માટે પણ આ એક આંચકાજનક અને આઘાત પમાડનાર સમાચાર છે કે પાકિસ્તાન માં સત્તા ઉપર બેઠેલા દેશ ના વડાપ્રધાન ને આર્મી ચીફ અને આઈએસઆઈ ચીફ મિલિટરી હેલિકોપ્ટર માં અડધી રાત્રે પી.એમ. હાઉસ પહોંચી નેન માત્ર વડાપ્રધાન ને ખખડાવ્યા હતા પરંતુ મારપીટ પણ કરી હતી.

અર્થાત કે પાકિસ્તાન માં સાચુ શાસન કોનું? ચૂંટાયેલા વડાપ્રધાન નું કે સરમુખત્યારી લશ્કરી વડા નું?પાકિસ્તાન ના પંજાબ પ્રાત ની વિધાનસભા માં પણ શનિવારે લાહોર હાઈકોર્ટ એ ડેપ્યુટી સ્પિકર ને ૧૬ મી એપ્રિલે મુખ્યમંત્રી ની ચૂંટણી કરાવવા આપેલા આદેશ પ્રમાણે વિધાનસભા નું સત્ર યોજાયું હતું. જો કે વિધાનસભા સદન માં પીટીઆઈ છોડી ને પીએમએલ-એન માં જોડાયેલા પાટલીબદલુ વિધાયકો ને પીટીઆઈ ના વિધાયકો સદન માં સાથે લાવેલો લોટો બતાવી ને લોટો, લોટો કહી ને ચિડવતા હતા. જેના પગલે બન્ને જૂથો ના વિધાયકો વચ્ચે પ્રથમ ઉગ્ર ચડભડ થયા બાદ વાત મારપીટ સુધી પહોંચી ગઈ હતી. આ દરમ્યિાન વિધાનIભા પહોંચેલા ડેપ્યુટી સ્પિકર મજારી ને ટોળા એ માથા ના વાળ ખેંચવા ઉપરiત મારઝૂડ પણ કરી હતી. આખરે એસેમ્બલી ગાર્ડસે ખૂબ મહેનત બાદ મારી ને છોડાવી ને તેમની ચેમ્બર સુધી પહોંચતા કર્યા હતા. પંજાબ ના મુખ્યમંત્રીપદ માટે નવાઝ શરીફ ના પક્ષ પીએમએલ-એન ના ઉમેદવાર હમઝા શાહબાઝ અને ઈમરાન ની પાર્ટી પીટીઆઈ સમર્થિત પીએમએલ.ક્યુ ના નેતા પરવેઝ ઈલાહી વચ્ચે કાંટે કી ટક્કર છે.પાક.ના પી.એમ. હાઉસ માં આઈએ આઈ ચીફ અને આર્મી ચીફ દ્વારા તથાકથિત વડાપ્રધાન ની મારપીટ અને પંજાબ વિધાનસભા માં સદન માં ડેપ્યુટી સ્પિકર ની વાળ પકડી ને થયેલી મારપીટ પાકિસ્તાન ની લોકશાહી ના તાજા દષ્ટાંતો છે.

Leave a Reply

Your email address will not be published.