એલન મસ્ક ની ઓફર, સાઉદી પ્રિન્સે નકારી

સ્પેસ એક્સ અને ટેસ્લા ના માલિક એલન મસ્ક એ ૪ થી એપ્રિલ એ વિટર નો ૯.૨ ટકા હિસ્સો ખરીદ્યો હતો. મસ્ક એ ગુરુવારે માઈક્રો બ્લોગિંટ સાઈટ ટ્વિટર ને ખરીદવા ની ઓફર આપી હતી. જેને સાઉદી ના પ્રિન્સ અલ વલિદ બિન તલાસ એ ઓફર નકારી દીધી હતી.અ લ – મસ્ક એ આ વિશ્વ પ્રસિધ્ધ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર ને ખરીદવા માટે ૪૧ બિલિયન યુ.એસ. ડોલર (૩.૨ લાખ કરોડ રૂા.) ની ઓફર આપી હતી. આના માટે એલન મસ્ક એ ટ્વિટર ના પ્રતિ શેર ની કિંમત ૫૪.૨૦ ડોલર લગાવી હતી. એલન મસ્ક ની આ જાહેરાત પછી ટ્વિટર ના શેર માં ૩.૧૦ ટકા નો ભારે ઉછાળો આવતા શેર ૪૫.૮૫ ડોલર એ પહોંચ્યો હતો. મસ્કે ગુરુવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એરૂ ચેન્જ કમીશન ને કરેલા ફાઈલિંગ માં પણ આ ઓફર અંગે માહિતી આપી હતી. ટ્વિટર ના મોટા પાંચ હિસ્સેદારો માં હવે મસ્ક- ૯.૨ ટકા, વેન્ચાર્ડ ૮.૮ ટકા, મોર્ગન સ્ટેનલી-૮.૪ ટકા,બ્લોક રોક-૬.૫ ટકા અને સ્ટ્રીટ કોર્પ-૪.૫ ટકા છે. આમ મસ્ક હવે ટ્વિટર નો સૌથી મોટો હિસ્સેદાર બની ગયો છે. પોતાના પત્ર માં મસ્કે લખ્યું હતું કે ઈન્વેસ્ટ કર્યા પછી ખ્યાલ આવ્યો કે આ કંપની હાલ જે સ્થિતિ માં છે તે સ્થિતિ માં પોતાનો કોઈ હેતુ પુરો કરી શકશે નહીં તેમ જ આગળ પણ વધી શકશે નહીં. પોતે આપેલ ઓફર સારી છે, જો કંપની તે સ્વિકારશે નહીં તો તેણે શેરહોલ્ડર તરીકે પોતાની સ્થિતિ ઉપર ફરી વિચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહ માં જ મસ્ક એ ટ્વિટર ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને જોઈન કરવા નો પ્લાન કેન્સલ કરી દીધો હતો. આની પાછળ નો તર્ક એ હતો કે બોર્ડ સીટ લેવા થી કંપની ટેક ઓવર કરવા ની શક્યતા પૂરી થઈ જાત.જો કે ટ્વિટર ખરીદવા ના એલન મસ્ક ના પ્લાન ને સાઉદી ના પ્રિન્સ દ્વારા મોટો આંચકો મળ્યો છે. સાઉદી ના પ્રિન્સ એ મસ્ક ની ઓફર ને ફગાવી દીધી હતી. વૈદિર ના મુખ્ય શેર ધારકો પૈકી ના એક એવા પ્રિન્સ એ કહ્યું હતું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે એલન મસ્ક એ ૫૪.૨ ડોલર પ્રતિશેર ઓફર આપી છે તે ગ્રોથ ને જોતા તેની આંતરીક વેલ્યુ ને સમાન જાય છે. ટ્વિટર ના સૌથી મોટા અને લોન્ગ ટર્મ શેરહોલ્ડર હોવાના નાતે હું આ ઓફર ને નકારું છું. હવે ઓફર નકારાયા બાદ મસ્ક ની આગમી વ્યુહાત્મક ચાલ જોવી રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published.