કેજીએફ-૨ એ આરઆરઆર ને પછાડી

કોરોના ના લગભગ બે વર્ષ ના લાંબા બંધ બાદ થિયેટરો ની ટિકીટબારીઓ ઉપર પૈસા નો તો જાણે વરસાદ વરસી રહ્યો છે. હાલ માં જ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ કેજીએફ-ચેપ્ટર-૨ એ માત્ર ચાર જ દિવસ માં ૫૫૦ કરોડ થી અધિક ની કમાણી કરી ને ઈતિહાસ રચ્યો સાઉથ ના સુપર સ્ટાર યશ ની આ ફિલ્મ એ ન માત્ર દક્ષિણ ભારત માં પરંતુ હિન્દી ભાષી વિસ્તારો માં પણ સમગ્ર ભારત માં ધૂમ મચાવી છે. ૧૪ મી એપ્રિલ એ રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર જે આંધી મચાવી છે, તે જોતા એમ અવશ્ય કહી શકાય કે તે કમાણી ની બાબત માં આરઆરઆર ને પણ પાછળ છોડી દેશે. આરઆરઆર એ જે ૨૪ મી માર્ચે રિલીઝ થઈ હતી તેણે ૨૪ દિવસો માં ૧૦૮૨ કરોડ ની કમાણી કરી છે જ્યારે તેની સામે કેજીએફ-૨ એ પ્રથમ દિવસે ૧૬૫.૩૭, બીજા દિવસે ૧૩૯.૨૭, ત્રીજા દિવસે ૧૧૫.૦૮ અને ચોથા દિવસે ૧૩૨.૧૩ એમ ફક્ત ચાર દિવસ માં જ પ૫૧.૮૩ કરોડ રૂા. કમાયા છે. આ ઉપરસંત તેના હિન્દી વર્ઝન એ તો આરઆરઆર ને કમાણી ના મામલે ક્યાંય પાછળ છોડી દીધું છે.કેજીએ-૨ એ હિન્દી વર્ઝન માં ચાર દિવસ માં જ ૧૯૩.૯૯ કરોડ કમાયા છે. આમ પાંચમા દિવસે તે ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જશે જ્યારે આરઆરઆર એ પ્રથમ ચાર દિવસ માં ૯૧.૫૦ કરોડની કમાણી કરી હતી. જો કે બોલિવુડ ના માંધાતાઓ સાઉથ ની ફિલ્મો ના ઝંઝાવાત થી અવાચક છે. જ્યાં આ જ સમયગપળા માં રજુ થયેલી અમિતાભ ની ઝુંડ, જ્હોન ની એટેક તેમ જ બધાઈ દો અને બચ્ચન પાંડે ફલોપ સાબિત થઈ તેમ જ ગંગુબાઈ કાઠિયાવાડી તથા રાધેશ્યામ પણ અપેક્ષા મુજબ નો ધંધો ના કરી શકતા એવરેજ રહી ત્યાં જ સાઉથ ની ફિલ્મો માં પ્રથમ પુષ્પા, આરઆરઆર અને કેજીએફ-૨ એ બોક્સ ઓફિસ ઉપર બંપર કમાણી કરી હતી. તદુપરાંત બોલિવુડ દ્વારા બહિષ્કૃત કરાયેલી માત્ર ૧૪ કરોડ માં બનેલી ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સ એ પણ બંપર ૩૩૮.૪૩ કરોડ ની કમાણી કરી હતી. આમ હવે બોક્સ ઓફિસ ઉપર વિપરીત ફૂંકાતા પવન માં જોહર, ખાન ત્રિપુટી તેમ જ અન્ય મોટા પ્રોડ્યુસરો ડિરેક્ટર્સ પણ ચિંતા માં ગરકાવ થઈ ને લોકો ના બદલાયેલા રુખ થી આઘાત અને આશ્ચર્ય માં

Leave a Reply

Your email address will not be published.