કોંગ્રેસ એક વિરોધાભાસ અને ન્હરુ-ગાંધી પરિવાર

આજે કોંગ્રેસ પાર્ટી પોતા ને દેશ ની સૌથી જૂની રાજકીય પાર્ટી ગણાવે છે અને દેશ ની આઝાદી માટે માત્ર તેઓ જ લડ્યા હતા. ત્યારે જનસંધી-ભાજપા વાળા ક્યાં હતા તેવા હેણા મારે છે. પરંતુ તેની સામે એક નરી વાસ્તવિકતા એ પણ છે કે કોંગ્રેસ ના સ્થપક એલન ઓક્ટિવિયન હ્યુમ એક સેવાનિવૃત્ત બ્રિટિશ ઈન્ડિયન સિવિલ સર્વિસીઝ ના નિ ફસર હતા.દેશ ઉપર બસ્સો વર્ષ થી અધિક શાસન કરનારી બ્રિટીશ સલ્તનત સામે ગુલામ ભારત દેશ ના અભણ, ભોળી જનતા ને જાગૃત કરી અંગ્રેજ શાસન સામે પોતાની હક્ક ની લડાઈ અંગે બોલતા પછી લડતા અને આખરે અંગ્રેજો ને ભારત છોડો નો નારો બુલંદ કરી આઝાદી અપાવનાર પાર્ટી નું જે ચિત્રણ આઝાદી બાદ દાયકાઓ સુધી કોંગ્રેસ એ દેશ ની જનતા ને બતાવ્યું હતું. કમનસીબે જનતા ને એ ચિત્રણ પાછળ ની અસલિયત દાયકાઓ બાદ હવે નજરે આવવા લાગી છે. એ વાત ખરેખર સાંભળતા જ વિચિત્ર નથી લાગતી કે દેશ ને અંગ્રેજો ની ગુલામી ની ધૂંસરી માં થી આઝાદી અપાવવા નો દાવો કરનારી કોંગ્રેસ પાર્ટી ના સ્થાપક એક અંગ્રેજ આઈસીએસ અફસર એ.ઓ.હ્યુમ હતા ? વળી ઈતિહાસ ફંફોસતા અન્ય ચોંકાવનારુ એ પણ સત્ય સામે આવ્યું કે ૧૮૮૫ માં એ.ઓ. હ્યુમ કયા સંજોગો માં કોંગ્રેસ ની સ્થાપના કરી ? વાસ્તવ માં અંગ્રેજી શાસન સામે દેશ માં ૧૮૫૭ માં મેરઠ થી ક્રાંતિ શરુ થઈ અને બાદ માં દેશ ના ઘણા પ્રદેશો માં ફેલાઈ.

પ્રથમવાર દેશ ના સામાન્ય નાગરિકો એ અંગ્રેજ શાસન સામે હથિયાર ઉઠાવ્યા અને અંગ્રેજ સરકાર સામે સીધો સંઘર્ષ થયો. જેમાં ઘણા અંગ્રેજો માર્યા ગયા. જો કે આખરે તેને કચડી નાંખવા માં સફળ રહ્યા. જો કે ૧૮૫૭ ના બળવા અને તેના કારણો અંગે વિષદ અને ગહન વિચારણા બાદ તત્કાલિન ઈટાવા ના કલેક્ટર એલન એક્ટિવિયન હ્યુમ એ દેશ ના અમુક પ્રબુધ્ધ નાગરિકો ની સાથે મળી ને ૧૮૮૫ માં મુંબઈ ખાતે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના કરી. હવે હાલ ની કોંગ્રેસ પાર્ટી ના દાવાના સંદર્ભે વિચારીએ તો એ વાત અજુગતી નથી લાગતી કે ભારત માં વ્યાપાર કરવા ના નામે ઘુસેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની એ બાદ માં સમગ્ર દેશ ઉપર કલ્જો જમાવી બ્રિટિશ રાજ સ્થાપ્યું અને એ જ બ્રિટિશ સલ્તનત ના એક સેવાનિવૃત્ત કલેક્ટર અંગ્રેજો સામે લડી દેશ ને આઝાદી અપાવવા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ની સ્થાપના કરે ? પરંતુ આ જ અજુગતી લાગતી વાત કોંગ્રેસે અર્ધસત્ય સ્વરૂપે આઝાદી બાદ ના પણ સાત-સત દાયકાઓ સુધી ચલાવી હતી.

વળી કોંગ્રેસ ના સ્થાપક એ.ઓ. હ્યુમ એક માત્ર અંગ્રેજ ન હતા પરંતુ કોંગ્રેસ ના ૧૮૮૮ માં જ્યોર્જ યુલ, ૧૮૮૯ માં વિલિયમ વેડરબર્ન, ૧૮૯૪ માં આલ્ફડ વેબ, ૧૯૦૪ માં હેન્રી જ્હોન સ્ટેડમેન કોટન ફરી ૧૯૧૦ માં વિલિયમ વેડરબર્ન જેવા અનેક અંગ્રેજો પાર્ટી પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે.આ જ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ના ૧૯૧૯ ના અમૃતસર અધિવેશન માં મોતીલાલ હેરુ પ્રમુખ બન્યા. ત્યાર બાદ ૧૯૨૩ માં અબ્દુલ કલામ આઝાદ, ૧૯૨૪ માં મહાત્મા ગાંધી, ફરી ૧૯૨૮માં મોતીલાલ હેરુ, ૧૨૨૯ અને ૩૦ માં જવાહરલાલ હેરુ, ૧૯૩૬ અને ૩૭ માં ફરી જવાહરલાલ હેરુ અને ૧૯૪૦ થી ૧૯૪૬ સુધી અબ્દુલ કલામ આઝાદ અને આઝાદી સમયે ૧૯૪૭ માં ૧૯૪૬-૪૭ માં આચાર્ય જે.બી.કૃપલાની કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. આચાર્ય કૃપલાની ના જ પુસ્તક માં ગાંધી હીઝ લાઈફ એન્ડ થોટ પૃષ્ઠ ૨૪૮, ૨૪૯ અને ૨૫૦ ઉપર પુરી વિગતવાર વર્ણવેલી ઘટના પ્રમાણે જ્યારે દેશ ના પ્રધાનમંત્રી નક્કી કરવા ના હતા ત્યારે કઈ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ ને સ્પર્ધા માં થી ખસી જવા મજબૂર કર્યા હતા. ભારત ના પ્રથમ વડાપ્રધાન નિયુક્ત કરવા જ્યારે કોંગ્રેસ કારોબારી ની બેઠક જવાહરલાલ હેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના નામ ઉપર ચર્ચા અને બાદમાં મતદાન કરવા મળી ત્યારે ૧૫ સભ્યો માં થી ૧૨ સભ્યો ના મત સરદાર પટેલ ને મળ્યા હતા જ્યારે ત્રણ સભ્યો મતદાન થી અળગા રહ્યા હતા.

ત્યાર બાદ હેરુ કે જેમને આ બાબત નો પહેલે થી જ અણસાર હતો તેણે આ બેઠક માં ગાંધીજી ને પોતાની સાથે લઈ ને આવ્યા હતા અને તેમની બાજુ માં જ બેઠા હતા. હેરુ એ ગાંધીજી સામે નજર કરી. ગાંધીજી એ એક કાગળ ની ચબરખી માં કશુક લખ્યું અને ગડી વાળી ને તે ચબરખી સરદાર પટેલ કે જેઓ સામે ની બાજુ એ બેઠા હતા તેમને પહોંચતી કરી. સરદાર પટેલ એ ગડી ખોલી અને ચિઠ્ઠી વાંચી પાછી ગડી વાળી ને ખિસ્સા માં મુકી દીધી અને બાદ માં ઉભા થઈ ને પોતાનું નામ પાછું ખેંચવા ની જાહેરાત કરી.આમ અત્યારે કોંગ્રેસ એટલે હેરુ-ગાબધી પરિવાર ની કોઈ ખાનગી પેઢી જેવો વહીવટ ચલાવનારા આ પરિવારે આઝાદી અગાઉ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કંઈ કેટલાય દેશદાઝ અને દેશપ્રેમ ની જીવતી મિશાલ જેવા નેતાઓ ને શામ, દમ, દંડ અને ભેદ થી અંગ્રેજો ની સાથે મળી ને હટાવ્યા અને આખરે સત્તા હાંસલ કરી અને આ દેશ ની આઝાદી ના છ દાયકા થી અધિક સમય સુધી સત્તા જાળવી ગાંધી-ન્હરુ પરિવાર સિવાય ના તમામ નેતાઓ ને હાંસિયામાં ધકેલવા નું દુષ્કૃત્ય – પાપ કરેલું છે.

Leave a Reply

Your email address will not be published.