ગુજરાત ચેન્નાઈ ને ૩ વિકેટ એ હરાવ્યુ

આઈપીએલ-૧૫ સિઝન ની ર૯ મી મેચ માં ગુજરાત ટાઈટન્સ એ ચેન્નાઈ સુપર કિંગ્સ ને ત્રણ વિકેટે હરાવી ને પોઈન્ટ ટેબલ માં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું.ચેન્નાઈ તરફ થી ઓપનીંગ માં ઉથપ્પા અને ગાયકવાડ ઉતર્યા હતા. જો કે ઉથપ્પા અંગત ૩ રને સામી નો શિકાર બનતા ચેન્નાઈ ની ૭ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ મોઈન અલી પણ માત્ર ૧ રન બનાવી ને આઉટ થયો હતો. જો કે અંબાતી રાયડુ ના ૪૬ રન અને ગાયકવાડ ના ૭૩ રન થી ચેન્નાઈ એ બાજી સંભાળી હતી. જોકે ત્યાર બાદ દુબે ૧૯ રને કમનસીબે રન આઉટ થયો અને કેપ્ટન જાડેજા અંગત ૨૨ રને નોટ આઉટ રહેતા ચેન્નાઈ સુપર કિંગ્સ એ નિધરીત ૨૦ ઓવરો માં ૫ વિકેટ ૧૬૯ રન બનવિયા હતા. ગુજરાત ટાઈટન્સ તરફ થી જોસેફ એ ૨ વિકેટો જ્યારે યશ દયાલ અને મોહમ્મદ સામી ને ૧-૧ વિકેટો મળી હતી. આમ જીતવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ એ ગુજરાત ટાઈટન્સ ને ૧૭૦ રન નો પડકાર આપ્યો હતો.ગુજરાત ટાઈટન્સ તરફ થી ૧૭૦ રન ના લક્ષ્યાંકનો પીછો કરવા સાહા અને શુભમન ગીલ ઓપનિંગ માં આવ્યા હતા. જો કે ગીલ શૂન્ય રને પેવેલિયન પરત ફરતા ગુજરાત નો સ્કોર ૧ રને ૧ વિકેટ થયો હતો. ત્યાર બાદ વન ડાઉન આવેલા વી. શંકર પણ શૂન્ય રને આઉટ થતા ટીમ નો સ્કોર ૨ રને ર વિકેટ થયો હતો. ત્યાર બાદ સાહા પણ ૧૧ રને અને મનોહર ૧૨ રને આઉટ થતા ગુજરાત નો સ્કોર ચાર વિકેટે ૪૮ રન, ૮ ઓવરો માં થયો હતો. અથતિ કે જીતવા માટે ૮.૫ રન પર ઓવર બનાવવા જરુરી હતા તેની જગ્યા એ ૬ રન પ્રતિ ઓવર થી રન બન્યા હતા. ત્યાર બાદ ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા રમત માં જોડાયા પરંતુ તેવટીયા માત્ર ૬ રન બનાવી આઉટ થતા કપ્તાન રાશિદ ખાન રમત માં આવ્યો. રાશિદ ખાને જોર્ડન ની એક જ ઓવર માં ૨૫ રન બનાવ્યા હતા. પરંતુ ૧૯ મી ઓવર માં બ્રાવો એ પાંચમા બોલે રાશિદ ની અને છઠ્ઠા બોલે જોસેફ ની વિકેટ ઝડપતા મેચ રસાકસીભરી બની ગઈ. અતિમ ઓવર માં ગુજરાત ને જીતવા માટે ૧૩ રન ની જરુરત હતી. ત્રણ ઓવર માં ૧૮ રન આપી ૧ વિકેટ ઝડપનાર મુકેશ ચૌધરી ને બદલે જાડેજા એ મોંઘા સાબિત થયેલા જોર્ડન ને અંતિમ ઓવર આપી. મિલરે ત્રીજા બોલે સિક્સ ફટકારી પછી નો બોલ નો બોલ હતો. ચોથા બોલે ફોર અને પાંચમા બોલે ૨ રન લેતા ગુજરાત ની ભવ્ય જીત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.