દાદીમા ના નુસખા

-૨૫૦ ગ્રામ જામફળ ખાઈ ઉપરથી ૫૦૦ ગ્રામ દૂધ પી જાવ. તે દિવસે જમવું જોઈએ નહીં. આંતરડામાં જામેલો મળ નીકળી જશે.

– એક ચમચી એરંડીયાના તેલને દૂધમાં મેળવી પીવાથી કબજીયાત મટી જાય છે.

– જમ્યા પછી કેરી ખાઈને દૂધ પીવાથી પણ કબજીયાત મટે છે.

– કાચી સલગમ ખાવાથી ઝાડો ચોખ્ખો થાય છે.

– ગરમ પાણીમાં ગુલાબનું એક ફૂલ પલાળો ત્યારબાદ તેને વલોવી તે પાણી પી જાવ.

– બે ચમચી મગફળીના તેલમાં થોડું મધ મેળવી પીઓ.ગરીબોની બદામ છે મગફળી – ગળાને (એક વેલ) કચરી તેમાં થોડો ગોળ મેળવી ખાવ.

– રિંગણને કચરી તેમાંથી ચાર ચમચી રસ કાઢો, ત્યારબાદ તેમાં બે ચમચી પાલકનો રસ મેળવી પી જાવ. – તજ, સૂંઠ, જીરું તથા ઈલાયચી આ બધાંને ત્રણ ત્રણ ગ્રામ લઈ ચૂરણ બનાવી ગરમ પાણી સાથે લો. – રાત્રે હરડેનો મુરબ્બો ખાવાથી સવારે પેટ સાફ થઈ જાય છે.

– બે ચમચી ગરમાળાની સીંગના માવા સાથે ગુલકંદ ખાઓ.

– વરિયાળી, બનફશા, બદામ, સોનામુખી તથા ખાંડ ૫-૫ ગ્રામ આ બધાંનું ચૂરણ બનાવી હુંફાળા પાણી સાથે સેવન કરો.

– તલ કચરી તેમાં થોડી ખાંડ ભેળવી ખાઓ.


પથ્થ-અપગ્યા – ઘઉં તથા જવની રોટલીમાં ચોકરની માત્રા વધુ હોવાથી કબજીયાત થતો નથી. ભૂખ કરતા ઓછું ખાવાથી પેટ ઠીક રહે છે. દાળોમાં મગ-મસૂરથી ફાયદો થાય છે. શાકમાં તૂરિયા, પરવળ, ટિંડા, દૂધી, બટાકા, સળગમ, પાલક, મેથી વગેરેને મસાલા વિના ખાવું જોઈએ. ફળોમાં જામફળ, કેરી, આંબળા, દ્રાક્ષ, ટેટી, જરદાળુ, પપૈયું, જાંબુ, નાસપતી, બિલી, મોસંબી, સફરજન, નારંગી વગેરે ખાઈ શકાય છે. ભાત, સખત પદાર્થ, – અથાણુ, રબડી, મેવા, પેંડા, ચમાનાલોટની વસ્તુઓનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં. જમવાની સાથે ટામેટા અથવા ગાજરના રસની કબજીયાતવાળાઓને ઘણો ફાયદો થાય છે. તે ઉપરાંત મનને શાંત રાખો. ક્રોધ, લોભ, લાલચથી દૂર રહો. સવાર-સાંજ પગપાળા ચાલવું તથા વ્યાયામ લાભદાયક છે.


શારીરિક શક્તિ મુજબ જ વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામ કર્યા પછી અડધા કલાક પછી દૂધ કે કોઈ પૌષ્ટિક પદાર્થ લઈ શકો છો. નસખા અમ્લપિત્ત (એસિડિટી) પેટમાં અશ્લ વધી જાય તેને કોઈ રોગ માનવામાં આવતો નથી પરંતુ તેનાં પરિણામ જરૂર ભયંકર સાબિત થાય છે. તેને કારણે ઘણી વ્યાધિઓ પેદા થાય છે. જો સમયથી આ વ્યાધિઓ દૂર કરવામાં ન આવે તો મનુષ્ય હંમેશ માટે ઘણા રોગ|ોથી ઘેરાય છે. હકીકતમાં આ રોગ પિત્તશિયમાં પેદા થાય છે. તેથી પિત્તને વધારનારી વસ્તુઓ ખાવી જોઈએ નહીં.


કારણો – જેઓ હંમેશા વિરુધ્ધ આહાર જેમ કે-દૂધ, માછલી, અળવી કંદ, પૂરી, દૂધ, દહીં, ખાટી-મીઠી, કડવીતીખી વસ્તુઓ ખાતાં રહે છે તેઓને અમ્લપિત્તનો રોગ જલ્દી થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ દુષિત ભોજન, ખાટા પદાર્થ, જઠરમાં ગરમી પેદા કરન|ારી તથા પિત્તને વધારનારી વસ્તુઓ ખાતાં હોય છએ તેમને આ રોગ થાય છે. વધુ ધુમ્રપાન કરનાર તથા શરાબ ગાંજો, ભાંગ, અફીણ વગેરેનું સેવન કરનારા લોકોને પણ અમ્લપિત્ત થાય છે.
લક્ષ્યો – આ રોગમાં ખાવાનું સારી રીતે પચતું નથી, અચાનક થાક અનુભવાય છે. હરઘડી ઉબકાં આવ્યા કરે છે. ખાટા ઓડકાર આવે છે. શરીરમાં ભારેપણ જેવું લાગે છે. ગળુ, છાતી

Leave a Reply

Your email address will not be published.