દિલ્હી જહાંગીરપૂરી માં તોફાનો
હજુ તો ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશ ના | ઘણા રાજ્યો માં રામનવમી ના સરઘસ ઉપર મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલા હુમલા ની સ્યાહી પણ સુકાઈ નથી ત્યાં પાટનગરી | દિલ્હી ના જહાંગીરપૂરી વિસ્તાર માં હનુમાન જન્મોત્સવ નિમિત્તે નિકળેલી શોભાયાત્રા ઉપર પણ હિંસક હુમલો કરાયો હતો.દેશ ની પાટનગરી નવી દિલ્હી ના | જહાંગીરપૂરી વિસ્તાર માં ગત શનિવારે હ , મા ” જન્મોત્સવ નિમિ તો શોભાયાત્રા કાઢવા માં ! આવી હતી. સાંજે ૪.૧૫ – વાગ્યે જહા[‘ગીરપૂરી હન[માન મંદિર થી નિકળેલી આ શોભાયાત્રા બાબુ જગજીવનરામ મેમોરિયલ હોસ્પિટલ, બીસી માર્કેટ, કુશલ ચોક થી પસાર થઈ ને મહેન્દ્ર પાર્ક ખાતે સમાપ્ત થવા ની હતી. શોભાયાત્રા પોતાના નિર્ધારીત રુટ ઉપર શાંતિપૂર્વક રીતે પસાર થઈ રહી હતી. જો કે સાંજે છ વાગ્યે જામા મસ્જિદ ખાતે પહોંચતા જ ત્યાં આવેલી મસ્જિદ તરફ થી અંસાર નામક વ્યક્તિ પોતાના ૪-૫ સાથીઓ સાથે આવ્યો. શોભાયાત્રા અટકાવી અને સામેલ લોકો સાથે બોલાચાલી કરવા માં આવી હતી ત્યાર બાદ અચાનક ઈંટો ના ટૂકડા, પથ્થરો અને કાચ ની બોટલો નો મારો શોભાયાત્રા ઉપર કરતા ભારે નાશભાગ મચી ગઈ હતી. જો કે તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયેલી પોલિસે બન્ને પક્ષો ને સમજાવી ને અલગ કર્યા હતા. જો કે થોડીવાર પછી અચાનક જ બન્ને પક્ષો તરફ થી ફરી સૂત્રોચ્ચાર અને બાદ માં પથ્થરમારો શરુ થઈ ગયો હતો.
પરિસ્થિતિ વણસતી જોતા વધુ પોલિસ કુમક બોલાવાઈ હતી. જો કે મસ્જિદ તરફ થી ભારે પથ્થરમારો ચાલુ જ રહેતા ભીડ ને વિખેરવા આખરે ટીયરગેસ શેલ નો મારો કરાયો હતો. જો કે આ દરમ્યિાન ટોળા તરફ થી પથ્થરમારા અને તલવારો ની આડ માં ગોળીબાર શરુ કરાયા હતા. જેમાં થી એક ગોળી જહાંગીરપુરી પોલિસ સ્ટેશન ના એરૂ આઈ મેદાલાલ ને ડાબા હાથે વાગી હતી. આ ઉપરાંત ભારે પથ્થરમારા અને તલવારો થી ૬-૭ પોલિસકર્મીઓ અને એક નાગરિક ને પણ ભારે ઈજા પહોંચી હતી.

ત્યાર બાદ હિંસક બનેલા આ ટોળા એ ૪-૫ વાહનો ની તોડફોડ કરવા ઉપરાંત એક સ્કુટી ને આગ ચાંપી દીધી હતી. તેમણે ખાનગી સંપત્તિ ઉપરાંત સરકારી રાશન ની એક ટ્રક પણ | લૂંટી લીધી હતી. આ ઘટના માં ઘાયલ થયેલા લોકો અને પોલિસ કર્મચારીઓ ને બાબુ જગજીવનરામ મેમોરીયલ હોસ્પિટલ માં ભરતી કરાવાયા હતા.ઘટનાક્રમ બાદ ની પોલિસ તપાસમાં પોલિસનો દાવો છે કે પથ્થરમારાની શરુઆત મસ્જિદ ની છત થી થઈ હતી. પથ્થરમારા બાદ ફાયરીંગ દ્વારા હિંસા ભડકાવવા ની કોશિશ થઈ હતી. પોલિસ તુર્ત જ કાર્યવાહી કરતા ૧૪ આરોપીઓ ની તેમ જ ૩૦ લોકો ની શક ના આધારે ધરપકડ કરી હતી. વિવિધ સ્થળો ના સીસીટીવી ઉપરાંત સ્વનિક લોકો ના વિડીયો માં એ સ્પષ્ટ પણે દેખાય છે કે મુસ્લિમ સમુદાય ના લોકો એ પોતા ની છત ઉપર થી પથ્થરમારો શરુ કર્યો હતો.
હનુમાન જન્મોત્સવ ની પરંપરાગત શોભાયાત્રા ઉપર પથ્થરમારો, તલવારો અને ફાયરીંગ કરનરિા તત્વો ની ઓળખ કરાઈ રહી છે. જેમાં ફાયરીંગ કરનાર આરોપી અંસાર ની ઓળખ અને તેની ધરપકડ પણ થઈ ગઈ હતી. સલામતી બંદોબસ્ત સઘન બનાવતા સમગ્ર ઘટનાસસ્ત વિસ્તાર માં રેપિડ એક્શન ફોર્સ તહેનાત કરી દેવાઈ હતી. સમગ્ર ઘટનાક્રમ ઉપર ખુદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ નજર રાખી રહ્યા છે. તેમણે દિલ્હી પોલિસ કમિશ્નર રાકેશ અસ્થાના પાસે થી સ્થિતિ ની માહિતી મેળવી હતી અને લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ જરુરી પગલે લેવાના નિર્દેશો આપ્યા હતા. દિલ્હી ના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પણ જહાગીરપુરી માં ઘટેલી ઘટના ની આકરી નિંદા કરી હતી અને હિંસાખોરી આચરનારા સામે સખ્ત પગલા લેવા ની હિમાયત કરી હતી. જ્યારે ભાજપા ના નેતા મનોજ તિવારી એ સમગ્ર ઘટના એક સુઆયોજીત હુમલો ગણાવતા તેને દિલ્હી માં એક મોટા ષડયંત્ર ના અંતર્ગત યોજના બનવાયા નો સંદેશો વ્યક્ત કર્યો હતો. જ્યારે અન્ય ભાજપી નેતા કપિલ મિશ્રા એ ફાયરીંગ કરનાર અંસારી સહિતના આરોપીઓ ના શાહીનબાગ ની ઘટના સાથે પણ તાર જોડાતા હોવાનું અને શાહીબાગ ધરણા પ્રદર્શન વખતે જહાંગીરપુરી થી મહિલાઓ ને ટ્રાન્સપોર્ટેશન પણ અંસારી જ પુરુ પાડતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે દિલ્હી ના મુખ્યમંત્રી અને આપ ના સ્થાપક અરવિંદ કેજરીવાલે પોતાની જ સ્ટાઈલ માં દિલ્હી ની સુરક્ષા ની જવાબદારી કેન્દ્ર સરકાર ની હોવા નું જણાવ્યું હતું.