પાકિસ્તાન માં શપથગ્રહણ મોકૂફ
પાકિસ્તાન માં નવા મંત્રીમંડળ નો શપથવિધિ સમારોહ યોજાયો હતો. પરંતુ શપથ લેવડાવનાર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સોમવારે અચાનક રજા ઉપર ઉતરી જતા શપથવિધિ સમારોહ મોકૂફ રાખવો પડ્યો હતો.પાકિસ્તાન માં નવા વરાયેલા ગઠબંધન સરકાર ના વડાપ્રધાન શાહબાઝ શરીફ ના મંત્રીમંડળ ના સભ્યો સોમવારે પાકિસ્તાન ના સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ વાગ્યે શપથ ગ્રહણ કરવા ના હતા. પરંતુ જ્યારે આ માટે વડાપ્રધાન ના કાર્યાલયે રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે સંપર્ક કર્યો ત્યારે તેમણે આરોગ્ય ના કારણસર શપથ અપાવવા નો ઈન્કાર કરી દીધો હતો. હાલ માં ટ્વિટ માં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ અસહજતા અનુભવતા હતા. આથી તેમના અંગત ડોક્ટરો તેમની તપાસ કરી છે અને તેમને થોડાદિવસ આરામ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ આગળ ની કોઈ જાણકારી આપ્યા વગર સોમવારે અચાનક જ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી રજા ઉપર ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ હવે કાલે સવારે સેનેટ પ્રમુખ સાદિક સંજરપણી નવા મંત્રીમંડળ ને શપથ લેવડાવશે. આ અગાઉ પાકિસ્તાન ના ૨૩ મા વડાપ્રધાનપદે શાહબાઝ શરીફ ના શપથગ્રહણ સમારોહ માં પણ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ઉપસ્થિત ના રહેતા સેનેટ પ્રમુખ એ જ શપથ લેવડ વ્યા હતા. ગઠબંધન સરકાર માં સાથી પક્ષો સાથે લંબાણપૂર્વક ની પ્રક્રિયા બાદ મંત્રીમંડળ માં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ ના ૧૪ મંત્રીઓ અને પાકિસ્તપાન પિપલ્સ પાર્ટી ના ૧૧ { મંત્રીઓ શપથ લેવા ના હતા. અત્યારે પાકિસ્તાન ‘માં જોરશોર થી ચર્ચાતી વાતો મુજબ પીપીપી ના નેતા બિલાવલ ભૂટ્ટો નવા મંત્રીમંડળ માં વિદેશમંત્રી નું પદ સંભાળવાના છે. જો કે પીપીપી ના અન્ય ૧૦ મંત્રીઓ પૈકી જે નામ અંગે પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે જે પીપીપી નેતા હિના રબ્બાની ખાન. તે આ અગાઉ ૨૦૨૧ માં પાકિસ્તાન ના સૌથી યુવાન અને પ્રથમ મહિલા વિદેશમંત્રી બન્યા હતા. પાકિસ્તન ના સમૃધ્ધ જમીનદાર પરિવાર માં થી આવતા હિના રબ્બાની ખાન ૪૪ વર્ષીય છે અને પાક. રાજકારણ માં તેમને બ્યુટી વિથ બ્રેઈન કહેવા માં આવે છે. પૂર્વ યુસુફ રઝા ગિલાની ની સરકાર ના વિદેશમંત્રી રહી ચુકેલા હિના રબ્બાની ખાન અને બિલાવલ ભૂટ્ટો ના અફેયર ની ચર્ચા તે વખતે ખૂબ ફેલાઈ હતી. તેના પતિ નું નામ ફિરોઝ ગુલઝાર છે અને તે બે સંતાનો ની માતા છે.