બાયડન ફરી ચર્ચા માં

વિશ્વ ની એક માત્ર મહાપત્તા ગણાતા અમેરિકા અને વિશ્વ ના સૌથી શક્તિશાળી વ્યક્તિ મનાતા અમેરિકી પ્રેસિડેન્ટ જો બાયડન તેમની અમુક હરકતો ના કારણે ફરી વખત ચર્ચા માં છે. હાલ માં તેઓ સ્ટેજ ઉપર એકલા સંબોધન કર્યા બાદ એકલા હવા માં શેકહેન્ડ કરતા હોય તેવો વિડીયો ન માત્ર અમેરિકા માં પરંતુ વિશ્વભર માં વાયરલ થઈ રહ્યો છે.ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન નોર્થ કેરોલિના માં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા માં સંબોધન કરી રહ્યા હતા. વાસ્તવ માં આ ઈવેન્ટ માં જો બાયડન સાથે સ્ટેજ ઉપર અન્ય કોઈ હાજર ન હતું. માત્ર તેઓ એકલા જ સ્ટેજ ઉપર થી સંબોધન કરી રહ્યા હતા. પોતમનું સંબોધન પુરુ કર્યા પછી અમેરિકા ના આ ૭૯વર્ષીય વયોવૃધ્ધ પ્રેસિડેન્ટ પોતાની જમણી તરફ વળ્યા અને ગોડ બ્લેસ યુ કહેતા હતા માં જ કોઈ ની સાથે શેકહેન્ડ કરવા, હાથ મિલાવવા આગળ વધ્યા. બાદ માં તેમને પરિસ્થિતિ નો અંદાજ આવી જતા હાથ પાછો ખેંચી લઈ ને ઉંધા ફરી ને સ્ટેજ ઉપર થી નીચે ઉતરી ગયા હતા.

જો કે આ ઘટના નો વિડીયો થોડી જ વાર માં સોશ્યિલ મિડીયા ઉપર વિશ્વભર માં ખૂબ વાયરલ થયો હતો. ખુદ અમેરિકા ના નાગરિકો પણ રાષ્ટ્રપતિ ની આ હરકત થી આશ્ચર્યચકિત થયા હતા. અમેરિકનો તેમની ૭૯ વર્ષીય ઉંમર ઉપર તેમ જ તેમને ડિમેન્શિયા ના દર્દી ગણાવી ને તેમની મજાક ઉડાવી રહ્યા હતા. આ અગાઉ પોતાના સંબધન માં પણ તેમણે એમ કહ્યું હતું કે તેમણે આ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે પણ નોકરી કરી હતી, જો કે તેમણે ક્યારેય, કોઈ ક્લાસ માં જણાવ્યું ન હતું. આ નિવેદન ઉપર તેમની પ્રતિસ્પર્ધી પાર્ટી રિપબ્લિકને પણ બાઈડન ની બોલવા ની ક્ષમતા સામે સવાલ ઉઠાવતા તેમને રાજકીય રીતે નબળા રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા. આ અગાઉ પણ અમેરિકી પ્રેસિડેન્ટ પ. જો બાયડન એક વખત | પ્લેન ની સીડીઓ – ચડતા એક-બે વખત નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત સંતુલન ગુમાવ્યા બાદ સીડી માં ઘૂંટ ણભેર ગબડ્યા હતા. વિશ્વ ની એક માત્ર મહાસત્તા અને વિશ્વ ના સૌથી શક્તિશાળી વ્યક્તિ-અમેરિકી રાષ્ટ્રપતિ ની છબી સાથે બાયડન ની આવી છબી અને વિડીયો થી લોકો મજાક ઉડાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.