ભગવંત માન ની મુશ્કેલીઓ

પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન એ ૧૬ મી એપ્રિલે શાસન નો પ્રથમ માસ પૂરો થવા ઉપર પંજાબ ને આપેલા ૩૦૦ યુનિટ ના વિજળી ફી ના વાયદા ને પૂરો કરવા ની જાહેરાત કરી દીધી હતી.જો કે પંજાબ ની સરકારી વીજ કંપની પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ ની વાર્ષિક આવક ૩૪,000 કરોડ રૂા. છે. જેમાં વિવિધ યોજના ના પગલે પહેલે થી જ ૧૩000 કરોડ ની સબપડી ઉપર આધાર રાખવો પડતો હતો જેમાં હવે આ ૩00 યુનિટ ફી યોજના થી ૭000 કરોડ ની સબસીડી નો વધારો થતા ૨૦,૦૦૦ કરોડ સબસીડી થશે જે વાર્ષિક આવક ના ૫૮.૮૨ ટકા થાય છે. સરકાર તરફ થી સબસીડી મળવા માં વિલંબ થતા અત્યારે જ બેંકો પાસે થી ૧૭,૦૦૦ કરોડ ની લોન છે જેના ઉપર વાર્ષિક ૧૪00 કરોડ રૂા. તો વ્યાજ ચૂકવવુ પડે છે. જ્યારે ગત સપ્તાહ માં જ બ્રિટન ના લેબર સાંસદ તનમનજીતરૂિ ગ દોસી ને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન અને આપ ના રાજ્યસભા ના સાંસદ રાઘવ ચઢ઼ા મળ્યા હતા. આ મામલે ભાજપા ના નેતા અને પૂર્વ સેના પ્રમુખ જે જે સિંહ એ સખ્ત ટીકા કરતા કહ્યું હતું કે – તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપ ની પંજાબ સરકાર એવા લેબર સાંસદ નું ઉમળકાભેર સ્વાગત કરી રહી છે જેમના મંતવ્યો અલગતાવાદી અને ભારત વિરોધી છે. આપ એ રાષ્ટ્ર ને સ્પષ્ટતા આપવી જોઈએ કે શું આપ દોસી ના કાશ્મિર અને અન્ય ભારત વિરોધી મુદ્દાઓ ઉપર ના મંતવ્યો સાથે સંમત છે જે રાષ્ટ્ર વિરોધી છે? તદુપરાંત દોસી સાથે મિટીંગ માં કયા મુદ્દાઓ ઉપર વાતચીત થઈ અને પંજાબ સરકાર દ્વારા તેમને કેવા વચનો અપાયા છે? દોસી એ ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મિર ના વિશેષ રાજ્ય નો દરજ્જો સમાપ્ત કરવા ના નિર્ણય ની પણ ટીકા કરી હતી. આ ઉપરાંત વૈશાખી ના દિવસે ભગવંત માન ગુરુવારે વૈશાખી ના પાવન પર્વ ઉપર શિખ ધર્મ ના પવિત્ર ગુરુદ્વારા દમદમી સાહેબ ખાતે નશા માં ધૂત અવસ્થા માં દર્શને આવ્યા હતા. હવે આ બાબતે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એ પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ને દારુ ના પ્રભાવ હેઠળ ગુરુ ના ઘેર જઈ ને, ગુરુ ના ઘર ની મર્યાદા નું કથિત પણે ઉલ્લંઘન કરવા બદલ સમસ્ત શીખ સમુદાય પાસે થી માફી માંગવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.