રશિયા ઉપર ડિફોલ્ટ ની તલવાર
રશિયા-યુક્રેન યુધ્ધ ના પગલે રશિયા ઉપર અમેરિકા, નાટો તેમજ યુરસેપિયન યુનિયન ના દેશો દ્વારા લગાવાયેલા આર્થિક પ્રતિબંધો ના પગલે રશિયા વિદેશી દેવુ ચૂકવી ના શકવા ની અણગમતી સ્થિતિ તરફ ધપી રહ્યું છે. બોલોવિક ક્રાંતિ ના લગભગ ૧૦૦ વર્ષો પછી પ્રથમ વખત આવી અપ્રિય સ્થિતિ નું નિર્માણ થવા જઈ રહ્યું છે.રશિયા નો ૪૮ લાખ કરોડ નો વિદેશી મુદ્રા ભંડાર નો અડધો અડધ હિસ્સો યુક્રેન યુધ્ધ બાદ લદાયેલા આર્થિક પ્રતિબંધો ના કારણે નિષ્ક્રિય થઈ ચુક્યો છે. જેના પરિણામે ડોલર માં બોન્ડ ની ચૂકવણી માં તકલીફ પડી શકે છે. જો કે અર્થશાસ્ત્રીઓ ના અનુમાન પ્રમાણે રશિયા ઉપર ફક્ત ૫.૩૨ લાખ કરોડ નું વિદેશી દેવુ છે. જેની સામે ગેસ અને પેટ્રોલ દ્વારા જ તેની વાર્ષિક આવક ૧૫.૨૬ લાખ કરોડ રૂા.ની છે. આથી વિશેષજ્ઞો નું કહેવું છે કે ડિફોલ્ટ થી પણ આર્થિક સ્થિતિ અસ્થિર થવા નું જોખમ નથી. આમ છતા રશિયા ડિફોલ્ટ ની જાહેરાત ને હળવાશ થી લેશે નહીં. કારણ કે જો આમ થયું તો આગામી વર્ષો માં રશિયા ને ઉંચા વ્યાજે લોન મળશે. તદુપરાંત આંતરરાષ્ટ્રીય મૂડી બજાર માં થી બહાર થઈ જવા નું પણ જોખમ રહેશે. જો કે કેડીટ એજન્સી મૂડી એ ગત સપ્તાહે જ ચેતવણી આપી હતી કે જો રશિયા ચોથી મે ના રોજ ૩૦ દિવસ નો ગ્રેસ સમય મર્યાદા સમાપ્ત થતા ડોલર માં ચૂકવણી કરતું નથી તો ૪ થી એપ્રિલ ના રોજ તેના દ્વારા ૫ હજાર કરોડ ની સબલ માં કરાયેલી ચૂકવણી ને ડિફોલ્ટ મનાશે. જ્યારે ચાલુ સપ્તાહ જ એસએન્ડપી એ રશિયા ને સિલેક્ટિવ ડિફોલ્ટ રેટીંગ માં મુક્યુ છે. યુરોપિયન યુનિયન ના પ્રતિબધો એ એજન્સીઓ ના રશિયા ના રેટીંગ ઉપર પ્રતિબંધ મુકેલો છે. જો રશિયા સરકારી ખાતા ના પૈસા નો ઉપયોગ કરતું નથી તો તે હજુ પણ દેવુ ચૂકવી શકે છે. અમેરિકા ની આર્થિક સંસ્થાઓ એ રશિયા ના સરકારી ખાતાઓ ઉપર પ્રતિબંધ મુક્યો છે. વિદેશી મુદ્રા બોન્ડ ના ચૂકવણી નો રાહત નો સમય ૪ થી મે ના રોજ પુરો થાય છે. ત્યાર બાદ અન્ય ચૂકવણી ની આગામી મુખ્ય તારીખ ૩ સપ્તાહ પછી ની અર્થાત કે ૨૫ મી મે ના રોજ રહેશે. તદુપરાંત રશિયા ના બોન્ડ લેનાર લોકો ને લાંબા સમય સુધી કાયદાકીય લડાઈ માં ફસાવા ની સંભાવનાઓ છે.