રસરંગ
મારી ઉષ્મા વિના હું નહિ જીવી શકું.’ | “તારો પ્રેમ સમજી શકીએ છીએ. ઉમા સાથે બીજાં ત્રણ બાળકો આપણે ગુમાવ્યાં છે. એમની મા ને કિંઈ નહિ થતું હોય? ચાલ સ્વસ્થ થા. આપણે એકબીજાને હિંમત આપવાની છે. તારું આજંદ જોઈ એ લોકો વધુ પડી ભાંગશે! તું તારી જાતને નહિ સંભાળી લે તો તું માંદી પડીશ.’
‘દીદી, મને મારી પરવા નથી. એને માટે હું જીવી ગઈ હતી. એણે મને જીવવાની પ્રેરણા આપી હતી. એ ન હોત તો હું ક્યારનીય મરી ગઈ હોત.’
“ક્યારેક આપણે બીજા માટે જીવવાનું હોય છે તો ક્યારેક આપણા માટે પણ જીવવું પડે છે. તું કંઈક ગુમાવીને અહીં આવી હતી. તારા નસીબમાં વધુ ગુમાવવાનું લખ્યું હશે. કોને ખબર કે કાલ કેવી હશે? આવતી કાલ કદાચ ઊજળી પણ હોઈ શકે. એ આશાએ આવતી કાલ માટે દરેકે જીવવાનું છે. જીવવાનું નહિ લખ્યું હોય તો હું કે તું કશું કરી શકવાનાં નથી. બીજો મોભ તૂટી પડે અને આપણે બધા.’
“એવું ન બોલો, દીદી. તમે તો લાખોના તારણહાર છો. તમારે બહુ જીવવાનું છે.”
‘તારે પણ બહુ જીવવાનું છે, અર્ચના. તારે હાથે પણ કોઈ શુભ કામ થવાનું નહિ લખાયું હોય એવું કોણે કહ્યું?’
‘પણ મારી ઉષ્મા વિના હું નહિ જીવી શકું.”
એકનું એક વાક્ય રુદન સાથે
| તિમિરનાં તેજ
જય ગજ્જર
બબડ્યા કરતી હતી.
એની સ્મૃતિ તને જીવવાનું બળ આપશે…. કોઈ અનેરી પ્રેરણા આપશે એમ પોઝિટિવ વિચાર.’
બહેન…” એ આગળ કંઈ ન બોલી શકી.
દીદીએ લક્ષ્મીને બોલાવી
કહ્યું, ‘તું અર્ચના પાસે બેસ.”
લક્ષ્મી એની પાસે આવી બેઠી. સુષમાદીદી અને બીજી બહેનો કેન્દ્રમાં ચારે બાળકોની અંતિમવિધિની તૈયારીઓ કરવા માંડ્યા. બીજી ત્રણ બહેનો પણ અશ્રુ સારી રહી હતી. કેન્દ્રની બીજી બહેનો એમને આશ્વાસન આપી રહી હતી. સૌમાં અર્ચનનું આજંદ હૈયું પીગળાવી નાંખે એવું હતું.
સુષમા દીદી પોતે પણ આ દુર્ઘટનાથી ખૂબ હેબતાઈ ગયાં હતાં. એમણે મન બહુ મક્કમ રાખ્યું. એ જાણતી હતી કે એ ભાંગી પડશે તો કેન્દ્રની બહેનોને સાચવવી મુશ્કેલ બની જશે.
લક્ષ્મીએ અર્ચનાના બે હાથ પકડી રડતાં રડતાં કહ્યું, “બહેન, ઉષ્મા કદી ભુલાશે નહિ. એ એક