રેલ્વે માં વી.આર.એસ. નો વાયરો

કોઈ પણ સરકારી વિભાગ માં એક કાર્યદક્ષ મંત્રી કે સંચાલન કરનાર (ચેરમેન, કલેક્ટર) ને વિભાગ ની કાર્યક્ષમતા કેટલી હદે વધારી કે સુધારી શકે તે અત્યારે ભારતીય રેલ્વે માં જોવા મળી રહ્યું છે. માત્ર પાછલા નવ માસ માં રેલ્વે ના ૭૭ ઉચ્ચ અધિકારીઓ એ સ્વૈચ્છીક નિવૃત્તિ (વીઆરએસ) લઈ લીધું છે.જુલાઈ માં રેલ્વે મંત્રી બન્યા બાદ અશ્વિની વૈષ્ણવ રેલ્વે નો કાયાકલ્પ કરવા માં અતિ વ્યસ્ત છે. તેઓ ઝડપ થી નિર્ણયો લઈ રહ્યા છે અને ફૂલ ઓન એક્શન મોડ માં જોવા મળે છે. વૈષ્ણવ જે ત્વરા થી કામ કરી અને માંગી રહ્યા છે તેનાથી અનેક અધિકારીઓ ભૂતકાળ ની સુસ્તતા અને મંથર ગતિ ના આદિ થઈ ગયા હતા તેઓ મુસીબત માં આવી ગયા છે. રેલ મંત્રી એ સ્પષ્ટ જણાવી દીધું છે કે કામ કરો અન્યથા ઘેર બેસો. એક રેલ અધિકારી ના જ જણાવ્યા પ્રમાણે રેલ મંત્રીશ્રી નું કહેવું છે કે જેઓ કામ નથી કરતા અને ખુરશી ઉપર બેસી ને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે તેમના માટે રેલ્વે માં કોઈ જગ્યા નથી. આવી પરિસ્થિતિ માં રેલ્વે માં થી વીઆરએસ મેળવનાર કર્મચારીઓ અને અધિકારીઓ ની સંખ્યા માં છેલ્લા નવ માસ માં સતત વધારો થઈ રહ્યો છે. આમ નવા રેલ મંત્રી ની કાર્યપધ્ધતિ માં કામ કરવા માટે ના વધેલા દબાણ ના કારણે બે સચિવ સ્તર ના સહિત ૭૭ રેલ્વે ના ઉચ્ચ અધિકારીઓ જુલાઈ બાદ ના નવ માસ માં વીઆરએસ લઈ ચુક્યા છે. દેશ માં વીઆરએસ લાગુ કરાયા બાદ ના કોઈ પણ એક વર્ષ માં વીઆરએસ લેનારા રેલ્વે ના ઉચ્ચ અધિકારીઓ નો સૌથી મોટો આંકડો છે. જો કે વીઆરએસ લેનારાઓ માં કેટલાક એ અપેક્ષીત પ્રમોશન નહીં મળવા ના કારણે પણ વી.આર.એસ. લીધું છે. એક કિસ્સા માં તો અધિકારી ની બિનકાર્યદક્ષતા અને પોતાના કામ માં અક્ષમ્ય વિલંબ ના કારણે મંત્રીશ્રી એ રાજીનમુ આપી દેવા નું જણાવતા તેઓ રજા ઉપર ઉતરી ગયા હતા અને બાદમાં વીઆરએસ લઈ લીધું હતું. રેલ્વે ના અમુક અધિકારીઓ વર્ષો થી પોતાના હોદ્દા નો લાભ ઉઠાવતા કામ માં અક્ષમ્ય વિલંબ, બેદરકારી અને પોતાની ખુરશી ઉપર બેસી ને માત્ર ભ્રષ્ટાચાર આચરી ને મલાઈ ખાવા જ ટેવાયેલા હતા તેવા અધિકારીઓ ના અચ્છે દિન અશ્વિની વૈષ્ણવ ના રાજ માં સમાપ્ત થઈ જતા વીઆરએસ નું ચલણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published.