વેદાંતે જીત્યો સિલ્વર મેડલ
બોલિવુડ અને સાઉથ ના જાણિતા એક્ટર આર.માધવન એ કોપનહેગન ડેનિશ ઓપન સ્વિમીંગ ચેમ્પિયનશીપ માં તેના પુત્ર વેદાંત એ ૧૫.૫૭.૮૬ સમય માં ૧૫00 મિટર ફી સ્ટાઈલ પુરી કરી ને સિલ્વર મેડલ જીત્યો હતો. આ અંગે તેના પિતા આર.માધવને પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે વેદાંતે કોપનહેગન ડેનિશ ઓપન ચેમ્પિયનશીપ માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. કોચ પ્રદિપ સર, તમારા તમામ પ્રયત્નો માટે ખૂબ આભાર. અમને બહુ જ ગર્વ છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વેદાંત ૧૬ વર્ષ નો છે. આ અગાઉ માર્ચ ૨૦૨૧ માં તેણે લાતિવિયા ઓપન માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તથા જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશીપમાં સાત મેડલ જીત્યા હતા. જે પૈકી ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આર.માધવન નો પુત્ર વેદાંત ભારત માં પણ નેશનલ સ્વિમીંગ કોમ્પિટીશન માં પણ ચંદ્રક વિજેતા છે. પોતાના પુત્ર નું હીર પારખી ગયેલા આર.માધવન નું સ્વપ્ન પોતાના પુત્ર ને ઓલિમ્પિકમાં મેડલ જીતતો જોવા નું છે. અને તેના માટે જરુરી સંશાધનો અને ટ્રેનિંગ માટે આર.માધવન પરિવાર સાથે દુબાઈ શિફ્ટ થઈ ગયો છે અને હાલ માં વેદાંત ત્યાં જ રહી ને ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહ્યો છે. ધન્ય છે આર.માધવન ને જે પોતાના પુત્ર નું કૌશલ્ય પારખી ને તેની ઊંચી ઉડાન રૂપ ઓલિમ્પિક ની તેયારીઓ કરાવવા પોતાની કેરિયર દાવ ઉપર લગાવી ને પણ પોતાના પુત્ર ના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશ છોડી ને તૈયારીઓ કરાવવા દુબાઈ શિફ્ટ થઈ ગયો છે.