શોપિંગ મોલ માં ફાયરીંગ : ૧૦ ઘાયલ
અમેરિકા નું ગન કલ્ચર પોતાનું વરવું સ્વરુપ દર્શાવી રહ્યું છે. હજુ ૧૨ મી એપ્રિલ ના બ્રુકલિન સબવે સ્ટેશન ના શૂટ આઉટ ના માત્ર ચાર દિવસ બાદ શનિવાર ને ૧૬ મી એપ્રિલે કોલંબિયા ના | સાઉથ કેરોલિના ના એક શોપિંગ મોલ માં (ફાયરીંગ માં ૧૦ લોકો ઘાયલ થયા છે જ્યારે પોલિસે ત્રણ સંદિગ્ધો ને (કસ્ટડી માં લીધા છે.અમેરિકા ના દક્ષિણ પૂર્વીય પ્રાંત કોલંબિયા ના સાઉથ કેરલીના ના એક શોપિંગ મોલ માં શનિવારે બપોરે લગભગ બે વાગ્યા ના અરસા માં આ ઘટના ઘટી હતી. વીકએન્ડ નો પ્રથમ દિવસ અને ગુડફ્રાયડે ની જાહેર રજા બાદ નો શનિવાર હોવાથી સ્વાભાવિક રીતે શોપિંગ | મોલમાં લોકો ની ભીડ અને અવરજવર હતી. અચાનક શરુ થયેલા ગોળીબાર ના કારણે ભાગદોડ મચી ગઈ હતી. આ ગોળીબારો ના (કારણે સદ્ભાગ્યે કોઈ નું મોત થયું ન હતું, પરંતુ ૧૦ લોકો ઘાયલ થયા હતા જેમાં ૧૫ વિર્ષ ના સગીર થી માંડી ને ૭૫ વર્ષ ના વૃધ્ધ નો પણ સમાવેશ થાય છે. આ પૈકી ૮ લોકો ને હોસ્પિટલ માં દાખલ કરાયા છે. જેમાં થી બે ની હાલત ગંભીર છે. ઘટનાક્રમ બાદ કોલંબિયા ના પોલિસ વડા વિલિયમ હોલબુક એ પ્રેસ બ્રિફીંગ માં જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ માં ત્રણ લોકો શસ્ત્રો સાથે શોપિંગ મોલ માં દાખલ થતા જણાયા હતા. જે પૈકી ના કોઈ એક અથવા એક થી વધુ એ ગોળીબારો કર્યા હતા. પોલિસે આ ત્રણેય ની Eી જત ઓળખ કરી ને ધરપકડ ન કરી લીધી હતી. જો કે તેમના જણાવ્યા પ્રમાણે આ ગોળીબારો ની આકસ્મિક ઘટના નથી. | બે સશસ્ત્ર જૂથો વચ્ચે ના વિવાદ ના કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાદ ની આ પ્રથમ ઘટના છે. આ ઘટના માં પકડાયેલા ત્રણેય શખ્સો એકબીજા ને ઓળખતા હતા. જો કે ઝીણવટભરી તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.અમેરિકા માં આર્મ્સ લાયસન્સ મેળવવું ખૂબ જ આસાન છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ લાયસન્સ મેળવી છૂટ થી વેચાતી ગન્સ કે રિવોલ્વોર જેવા હથિયારો ખરીદી પોતાની સાથે લઈ ને છૂટ થી ફરી શકે છે. આના કારણે અમેરિકા માં જાહેર સ્થળો એ ગોળીબારો ની ઘટના કે શાળાઓ માં પણ ભૂલકાઓ ઉપર ફાયરીંગ ની ઘટના બનતી રહે છે જેમાં નિર્દોષ વ્યક્તિઓ માર્યા જતા હોય છે. જો કે વગદાર ગન લોબી ના પ્રભાવ થી સરકાર કોઈ કદમ ઉઠાવતી નથી.