સમાચારો સંક્ષિપ્ત માં
-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર છે. ભારત આગામી ૧૫ વર્ષોમાં ફરી અખંડ ભારત બનશે. આ બધુ આપણે આપણી નરી આંખે જોઈશું. તેમણે કહ્યું હતું કે સંતો ના જ્યોતિષ શાસ્ત્રો મુજબ આગામી ૨૦ થી ૨૫ વર્ષોમાં ભારત ફરી અખંડ ભારત બનશે, પરંતુ જો આપણે સૌ સાથે મળીને આ કાર્યની ઝડપ વધારીએ તો આગામી ૧૦ થી ૧૫ વર્ષોમામ ફરી અખંડ ભારત બની જશે.
– જર્મનીમાં જુન-૨૦૨૨ માં યોજાનારી જી-૭ રાષ્ટ્ર સમુહની બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, કેનેડા, જાપાન, જર્મની અને ઈટાલિ જેવા ૭ રાષ્ટ્રોના આ જી-૭ સમુહની આગામી બેઠકનું મહત્વ રશિયા-યુક્રેન યુધ્ધના કારણે ખૂબ વધી ગયું છે. ૨૦૧૯ બાદ જી-૭ રાષ્ટ્રસમુહની તમામ બેઠકો અર્થાત ૨૦૨૦ માં અમેરિકા અને ૨૦૨૧ માં યુ.કે.માં યોજાયેલી બેઠકો માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવાયું હતું.
– ભારતના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસને તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભામાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ નવી ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા માટે ચિંતન શિબિર યોજનાર છે. જો કે આ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પણ બોલાવશે. એક સમયે પાટનગરી નવી દિલ્હી સહિત દેશના બહુધા રાજ્યો ઉપર શાસન કરનારી આ કોંગ્રેસ પાર્ટી હવે રાષ્ટ્રીય પક્ષ તરીકેની ઓળખ પણ ખોવાના આરે પહોંચી ગઈ છે. દેશમાં માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં જ તે સત્તા ઉપર છે.
– પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તેમને પ્રધાનમંત્રી ના કાર્યકાળ દરમ્યિાન મળેલી ભેટોના મામલે ફસાયા છે. પાકિસ્તાનના કાયદા અનુસારસરકારી હેદ્દેદારોએ મહેમાનો તરફથી મળેલી ભેટો ને સરકારી ખજાનામાં જમા કરાવવાની હોય છે. જો તે આવી ભેટ અથવા તો તેની ઓછામાં ઓછી અડધી રકમ જમા ન કરાવે તો તેને ગેરકાનુની માનવામાં આવે છે. ઈમરાન ખાન ઉપર આરોપ છે કે તેમના શાસનકાળ દરમ્યિાન તેમને ભેટમાં મળેલો એક કિંમતી હાર તેમણે સરકારી ખજાનામાં જમા કરાવવાના બદલે તેમના પૂર્વ વિશેષ સહાયક ઝુલ્ફીકાર બુખારીને આપી દીધો હતો. જેણે આ હાર લાહોરમાં એક વેલર્સને ૧૮ કરોડ રૂા.માં વેચી દીધો હતો. પાકિસ્તાનની ટીમની ઈન્વેસ્ટીગેટીવ એજન્સીએ આ અંગે તપાસ શરુ કરી દીધી છે.
– ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર માસ માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં ઘોષિત બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં અભૂતપૂર્વ વેગ જોવા મળે છે. ગુજરાતમાં ૩૫ર કિ.મી. લાંબા સાબરમતી-વાપી વિભાગના કોરિડોરમાં દર મહિને સરેરાશ ૨૫૦ પિલ્લરો ઉભા કરવામાં આવી રહ્યા છે. તદુપરાંત કોરિડોરમાં આવતી વિવિધ નદીઓ ઉપરના સૂચિત ૨૦ પૂલોનું નિર્માણકાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
– દિલ્હી પોલિસ એ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાવેલા સોગંદનામા માં સ્પષ્ટ જણાવ્યું હતું કે દિલ્હીની ધર્મ સંસદમાં અપ્રિય ભાષણની કોઈ ઘટના બની ન હતી. તેમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુધ્ધ કોઈ ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરાયો ન હતો. તેમ જ દિલ્હીના ગોવિંદપુરીમાં હિન્દુ યુવા વાહિની આયોજીત કાર્યક્રમમાં પણ દેશના જાણિતા સુદર્શન ટીવીના સુરેશ ચાવહાંકેનું ભાષણ નફરતભર્યુ કહી શકાય નહીં.
– યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ૨0 થી ૨૪ એપ્રિલ દરમ્યિાન તેમની સત્તાવાર ભારત મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ ભારત યાત્રા દરમ્યિાન તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદ ગાંધી આશ્રમ અને વડોદરા ખાતે બ્રિટીશ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ઉત્પાદક જેરૂ ૧બી ની નવી મેન્યુફેક્યરીંગ ફેસિલીટીની મુલાકાતે પધારવાના છે. અમદાવાદ અને વડોદરા ખાતેની યુ.કે.ના વડાપ્રધાનની મુલાકાત અગાઉ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમ જ સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરાઈ રહ્યો છે.
– ભારત દેશમાં મહારાષ્ટ્ર બાદ હવે ધર્મનગરી વારાણસી ખાતે પણ લાઉડ સ્પિકર ઉપર વગાડાતી અઝાન સામે લાઉડસ્પિકરો ઉપર હનુમાન ચાલીસા ના પાઠનો વિવાદ શરુ થઈ ગયો છે. વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી લિબરેશન મુવમેન્ટના પ્રમુખે કાશી વિશ્વનાથ કોરિડોરની જ્ઞાનવાપી મસ્જિદ ઉપરથી લાઉડ સ્પિકરો ઉપર વગાડાતી અઝાન સામે પરિસર ના ટેરેસ ઉપર લાઉડ સ્પિકરો લગાવીને અઝાન સમયે જ હનુમાન ચાલીસાના પાઠ વગાડવાનું શરુ કરી દીધું છે.
– ઉત્તરપ્રદેશના હમીરપુર ખાતે ગુટખાના એક વ્યાપારીને ત્યાં સેન્ટ્રલ ગુન્સ સર્વિસ ટેક્સ વિભાગની ટીમે પાડેલા દરોડા દરમ્યિાન ૬ કરોડ ૩૧ લાખ ૧૧ હજાર ને ૮00 રૂા.ની રોકડ રકમ મળી આવી હતી. ૧૨ એપ્રિલે સવારે છ વાગ્યે ૧૫ અધિકારીઓએ શરુ કરેલી દરોડાની કાર્યવાહી ૧૮ કલાક ચાલી હતી. દરોડા દરમ્યિાન ઝડપાયેલી રોકડ ની ગણતરી માટે સ્ટેટ બેંક ના કર્મચારીઓ ત્રણ મશીનો અને મોટા મોટા ટૂંક લઈને પહોંચ્યા હતા.
– રશિયા-યુક્રેન યુધ્ધના પરિણામો યુક્રેનના ઘણા મોટા શહેરો ખંડેરોમાં પરિવર્તિત થઈ ગયા છે. તેમાં પણ યુક્રેનના શહેર મારિયોપોલ ની હાલત દયનીય બની ગઈ છે. રશિયાએ શરુ કરેલા યુધ્ધ દરમ્યિાન બોંબ અને મિસાઈલો વરસાવીને ખેલાયેલા ભિષણ યુધ્ધ બાદ રશિયાએ મારિયોપોલ ઉપર કજ્જો મેળવ્યો હતો. જો કે ગત માસે યુક્રેનના સૈન્યએ કરેલા વળતા હુમલા ના કારણે રશિયાની સેનાને પીછેહઠ કરવી પડી હતી અને યુક્રેન એ ફરી મારિયોપોલ ઉપર કબ્બો મેળવી લીધો હતો. જો કે હવે મળતા સમાચારો પ્રમાણે રશિયાના સૈન્યને મારિયોપોલ માં મોટી સફળતા મળી છે. રશિયાના સૈન્ય એ યુક્રેનની સેના ઉપર ભિષણ હુમલો કરતા ન માત્ર મારિયોપોલ ઉપર પુનઃ કબ્બો મેળવી લીધો છે પરંતુ યુક્રેનની ૩.૬ મી બ્રિગેડ મરીન કમાન્ડો-૧૦૨૬ યુક્રેનિયન સૈનિકોએ રશિયન સેના સામે આત્મસમર્પણ કરી દીધું છે. રશિયા-યુક્રેન યુધ્ધમાં આને રશિયાની મોટી સફળતા માનવામાં આવે છે. મારિયોપોલમાં યુક્રેનની આખી બ્રિગેડ એ આત્મસમર્પણ કરી દીધું હતું.
– ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશ્યિસ ના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ, ડબલ્યુએચઓના | ડિરેક્ટર ટ્રેનેસ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જામનગર ખાતે વિશ્વના સર્વપ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડિસીનનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે આ ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક ઉપર એક નવુ સિમાચિહ્ન અંકિત કરશે. જે પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્નાથ્ય બાબતો ઉપર નેતૃત્વપુરુ પાડશે. આ ગ્લોબલ સેન્ટર ના શિલાન્યાસ સાથે જ જામનગરનું નામ પણ વિશ્વ ફલક ઉપર ચમકતું રહેશે. આનાથી સમગ્ર વિશ્વને આયુષ પ્રણાલીઓ એક જ સાથે સ્થાન મળશે. ભારત ખાતે ગુજરાત આયુષ ઔષધિઓનું મુખ્ય મથક બનશે.