સ્કારબોરો માં મસ્જિદ વ્હાર ગોળીબાર

સ્કારબોરો માં મારખમ રોડ અને લોરેન્સ એવન્યુ ઈસ્ટ ના વિસ્તાર માં આવેલી એક મસ્જિદ ના પાર્કિંગ લોટ માં ઉભેલી વ્યક્તિઓ ઉપર અજાણ્યા શખ્સો એ વાહન માં આવી ને કરેલા ગોળીબારો માં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. પોલિસ ઘટનાક્રમ ની તપાસ કરી રહી છે. હા લ . – 1 માં મુસ્લિમ બિરાદરી ના પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ગત શુક્રવારે રાત્રે સ્કારબોરો ના મારખમ-એ— મેર વિસ્તાર માં આવેલી મસ્જિદ માં પાંચેક વ્યક્તિઓ મધ્યરાત્રિ ની નમાજ પઢ્યા બાદ રાત્રે લગભગ ૧ વાગ્યા ના સુમારે પાર્કિંગ લોટ માં ઉભા રહી ને છૂટા પડતા અગાઉ થોડી વાતો કરી રહ્યા હતા ત્યારે જ અચાનક એક કાર માં થી આ પાંચેય લોકો ને નિશાનો બનાવી ને ધડાધડ ફાયરીંગ થવા લાગ્યું હતું. પાંચેય વ્યક્તિઓ ઘાયલ થઈ ગઈ હતી.જ્યારે પોલિસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ચાર ઘાયેલ વ્યક્તિઓ જે પાર્કિંગ લોટ માં હતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા. ચારેય વ્યક્તિ ઘાયલ હતી પરંતુ સદ્ભાગ્યે તેમની ઈજા જીવલેણ નહતી. આ દરમ્યિાન પાચમાં ઘાયલ વ્યક્તિ પણ પોતાની જાતે હોસ્પિટલ પહોંચ્યો હતો જેની ઈજા પણ પ્રાણઘાતક ન હતી. પોલિસ ના જણાવ્યા પ્રમાણે ઘાયલ થયેલી તમામ વ્યક્તિઓ ૨૮ થી ૩૫ વર્ષ ની આયુ ની છે જે પૈકી અમુક પરણીત અને બાળબચ્ચાવાલા પણ છે. જો કે પ્રાથમિક સારવાર બાદ પાંચમાં થી ત્રણ જણા ને તો હોસ્પિટલ માં થી રજા આપી દેવાઈ હતી જ્યારે બાકી ના બે ને પણ ઝડપી સાજા થઈ જવા ની આશા છે.ઘટ ના – સ્થળ ની તપાસ બાદ પોલિસે જણાવ્યું હતું કે ત્યાં ગોળીબાર ના છ રાઉન્ડ ફાયર કરાયા હતા જો કે આ કોઈ એક જ વ્યક્તિ નું કામ છે કે એક થી વધુ લોકો કાર માં હતા તે અંગે હજુ વધુ કોઈ જાણકારી મળી નથી. તથા આ ઘટના પણ હિંસા ની કોઈ અચાનક ઘટના હતી કે કોઈ અદાવત હતી કે પછી કોઈ જાતિ સમુદાય વિશેષ ઉપર ના હુમલા ની બાબત હતી તે અંગે અત્યારે કંઈ કહેવું ઉતાવળ ગણાશે, ઘટના ની ઊંડી તપાસ બાદ જ આ હિંસા પાછળ ના હેતુ અંગે કંઈ કહી શકાય તેમ ટોરેન્ટો પોલિસ નું કહેવું હતું.

Leave a Reply

Your email address will not be published.