૧૪ દેશો ના વડાઓ એ માણ્યું ગુજરાત નું આતિથ્ય

મે-૨૦૧૪ થી એપ્રિલ ૨૦૨૨. સુધી માં ગુજરાત ની મુલાકાતે ૧૪-૧૪ દેશો ના વડા આવી ચૂક્યા છે. અને ગુજરાતે આ સૌ રાષ્ટ્ર ના વડાઓ નો ભવ્ય આતિથ્ય સત્કાર કર્યો હતો.દેશ ના રાષ્ટપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલ હોવા છતા હેરુ-ગાંધી પરિવાર ના અને કોંગ્રેસ ના શરૂ નિકાળ માં ગુજરાત સાથે હંમેશા ઓરમાયુ વર્તન થયું હતું. જો કે ૨૦૧૪ ના મે માસ માં કેન્દ્ર માં મોદી સરકાર ના શાસનકાળ બાદ પરિસ્થિતિ બદલાઈ હતી. હવે ગુજરાત ની મુલાકાત ચીન ના રાષ્ટપતિ શી જિનપિંગ થી માંડી ને અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ લઈ ચુક્યા છે.

ગુજરાત ની મુલાકાતે આવેલા ૧૪ દેશો ના વડાઓ માં ૨૦૧૪ માં ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ૨૦૧૫ માં ગયા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતાર (૩) ૨૦૧૫ માં ભૂતાન ના વડાપ્રધાન થેરિગ તોબગે (૪) ૨૦૧૫ માં જ મોઝામ્બિક ના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી (૫) ૨૦૧૬ માં નેપાળ ના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી (૬) ૨૦૧૭માં પોર્ટુગલ ના વડાપ્રધાન એન્ટોનિયો કાસ્ટા (૭) ૨૦૧૭ માં સર્બિયા ના વડાપ્રધાન એલેક્ઝાન્ડર વુવિક (૮) ૨૦૧૭ માં નેપાળ ના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી (૯) ૨૦૧૭ માં જાપાન ના વડાપ્રધાન શિન્જો આબે (૧૦) ૨૦૧૮ માં ઈઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ (૧૧) ૨૦૧૮ માં કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટુડો (૧૨) સેશેલ્સ ના રાષ્ટ્રપતિ કેની એન્ટાઈન શેલેન (૧૩) ૨૦૨૦ માં અમેરિકા ના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને (૧૪) ૨૦૨૨ માં મોરેશ્યિસ ના વડાપ્રધાન પ્રવિદ જુગનાથ અત્યાર સુધી માં ગુજરાત નું આતિથ્ય માણી ચુક્યા છે.જો કે આ યાદી – અહીં અટકવા ની નથી. ૨૧ મી એપ્રિલે સવારે ૮ વાગ્યે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એર ટર્મિનસ ખાતે બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ઉતરશે. ત્યાર બાદ તેઓ હાલોલ ખાતે ના જેસીબી પ્લાન્ટ ની મુલાકાતે જશે. અમદાવાદ માં તેઓ ભારત ના સૌથી અમીર અને વિશ્વ ના ધનપતિઓ માં પાંચમા નંબર ના ધનપતિ અને જાણિતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરશે. રાત્રે ૯.૩૦ એ તેઓ દિલ્હી જવા રવાના થશે. ૨૨ મી એપ્રિલે તેમની દિલ્હી માં જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થશે.

Leave a Reply

Your email address will not be published.