અજય દેવગન ભડક્યો

ભારતીય સિને જગત માં હાલ માં બોલિવુડ ફિલ્મો ઉપર સાઉથ ની ફિલ્મો ભારે પડી રહી છે. ત્યારે સાઉથ ના કન્નડ સ્ટાર કિસ્સા સુદીપ એ થોડા ભાવાવેશ માં આવી જઈ ને હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી તેવું વિવાદીત વિધાન કરતા સોશ્યિલ મિડીયા માં ખૂબ ટ્રોલ કરાયો હતો. બાદ માં બોલિવુડ સ્ટાર અજય દેવગને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.કન્નડ સ્ટાર કિચ્ચા સુદિપે એક ઈવેન્ટ માં એવું વિવાદીત નિવેદન કર્યું હતું કે હિન્દી હવે રાષ્ટ્રભાષા રહી નથી. જો કે આ બાબતે વિરોધ દર્શાવતા અજય દેવગન એ કહ્યું હતું કે કિસ્સા સુદિપભાઈ, તમારા મતે જો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષા ની ફિલ્મો ને હિંદી માં ડબ કરી ને શા માટે રિલીઝ કરો છો? હિન્દી અમારી રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશા માટે રહેશે, જન ગણ મન. જો કે અજય દેવગન ની પોસ્ટ જોતા જ કિસ્સા સુદિપ ની અક્કલ ઠેકાણે આવી હતી, પરંતુ અકડ નહીં. આથી અજય ને સવિનય ચોખવટ કરી પરંતુ ભૂલ કે માફી ની કોઈ વાત ન હતી. તેણે ચોખવટ કરતા લખ્યું, સર હું દેશ ની તમામ ભાષાઓ ને પ્રેમ તથા તેનો આદર કરું છું. હું ઈચ્છું છું કે આ મુદ્દે ચર્ચા ના થાય કારણ કે મેં તે લાઈન અલગ જ સંદર્ભ માં કહી હતી. ઘણો જ પ્રેમ..જો કે અજય દેવગન ઉપરાંત ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ ના
| પ્રેસિડેન્ટ બી. એન. તિવારી એ સુદિપ ના નિવેદન નો વિરોધ કરતા તેને બે જવાબદાર ગણાવ્યું હતું. અને આ નિવેદન ની કડક શબ્દો માં નિંદા કરી હતી. તેણે માફી માંગવી જ જોઈએ. જો તે આગળ પણ આ જ રીતે વાત કરશે તો અમે તેની તથા સાઉથ ની અન્ય ફિલ્મો ને નોર્થ માં રિલીઝ તથા વોર્મ વેલકમ અંગે વિચારીશું. જ્યારે ડિરેક્ટર રાજ શાંડિલ્ય એ કહ્યું હતું કે કિચ્ચા સુદિપ ને પુછવું જોઈએ કે જો બોલિવુડ સાઉથ માં સ્ટ્રગલ કરે છે તો લોકો પોતાની ફિલમો ને કેમ હિંદી માં ડબ કરી ને ચલાવે છે? એમ ને એમ કેમ રિલીઝ નથી કરી દેતા? દરેક એક્ટર ને એક સારા રાઈટર ની જરુર હોય છે જે જાણતો હોય કે ક્યારે અને ક્યાં શું બોલવું જોઈએ. મારા મતે કિચ્ચા સુદિપ ને એક સારા ડાયલોગ રાઈટર ની જરુર છે. જો કે હવે દક્ષિણ ના રાજનેતાઓ કુમાર સ્વામિ અને સિધ્ધારામૈયા પણ ભાષા વિવાદ માં કુદ્યા છે.

Leave a Reply

Your email address will not be published.