આઈપીએલ ની વેલ્યુ ૧૦ બિલિયન ડોલર ને પાર
ઈન્ડિયન પ્રિમિયર લીગ અથતિ કે આઈપીએલ ની અત્યારે ૧૫ મી સિઝન ચાલી રહી છે. ત્યારે આઈપીએલ રોકાણકારો માટે સોના ની ખાણ સાબિત થઈ રહી છે. વિશ્વ પ્રતિષ્ઠિત ફોર્બ્સ એ આઈપીએલ ને વિશ્વ ની સૌથી ઝડપી વૃ ધ્ધિ પામી રહેલી લીગ ગણાવી છે.આઈ પી લ ની આ ૧૫ મી સિઝન માં બે નવી ટીમો ના ઉમેરા સાથે અગાઉ જે આઠ ફ્રેંચાઈઝીઓ હતી તે હવે વધારી ને ૧૦ કરી દેવાઈ છે. ૨૦૦૮ ની આઈપીએલ ની પ્રથમ સિઝન બાદ ૨૦૦૯ માં જ્યારે ફોર્બ્સ એ ટીમો નું વેલ્યુએશન કર્યું હતું ત્યારે ફેંચાઈઝી ની સરેરાશ વેલ્યુ લગભગ ૬૭ મિલિયન ડોલર હતી. હવે ૧૩ વર્ષો બાદ જ્યારે ફોર્બ્સ એ ફરી વેલ્યુએશન કર્યું ત્યારે આ જ સરેરાશ વેલ્યુ ૧.૦૪ બિલિયન ડોલર થઈ ગઈ છે. આમ ટીમો ના વેલ્યુએશન નો વિકાસ દર ૨૪ ટકા વાર્ષિક રહ્યો છે. આ વાર્ષિક ગ્રોથ સૌથી મોટી બાસ્કેટ બોલ લીગ એનબીએ તેમ જ અમેરિકા ની ફૂટબોલ લીગ એનએફએલ ના ગ્રોથ થી પણ અધિક છે. તદુપરાંત આઈપીએલ ની તમામ ફેંચાઈઝીઓ માં પાંચ વખત ટાઈટલ જીતન રી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ની વેલ્યુ તમામ ફેંચાઈઝીઓ માં સર્વાધિક ૧.૩ બિલિયન ડોલર છે. જે અમેરિકા ની મેજર લીગ સોકર ની તમામ ૧૪ ટીમો થી પણ વધારે છે. મુંબઈ ની વેલ્યુ અમેરિકા ની ૬ મેજર લીગ | બ ઝા લ ટીમ તેમ જ ૨૭ નેશનલ હોકી લીગએનએમએલ ટીમ ની વેલ્યુ કરતા પણ વધારે ‘છે. આમ આઈપીએલ લોંચ થયા બાદ તેની ફેંચાઈઝી ટીમો ની વેલ્યુ સતત વધી રહી છે. અને આથી જ અનેક મોટી કંપનીઓ પણ તેનો વિકાસ દર જોઈ ને તેમાં રોકાણ કરવા ઉત્સાહિત થઈ રહ્યા છે. ભારત એ ૧૩૫ કરોડ થી અધિક ની આબાદી ધરાવતો દેશ છે જ્યાં ક્રિકેટ ને લોકો રમત નહીં પરંતુ ધર્મ માને છે. વળી સમગ્ર દ.એશિયાઈ દેશો જેવા કે પાકિસ્તાન, બા’ગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા તથા અન્ય દેશોમાં પણ ક્રિકેટ ખૂબ લોકપ્રિય છે. વળી ફેંચાઈઝી ટીમો માં વિદેશી ક્રિકેટરો રમતા હોવા થી જે તે દેશો માં પણ આઈપીએલ ના ચાહકો છે. આથી જ આઈપીએલ વિશ્વ ની સૌથી ઝડપ થી વિકસતી લીગ મનાય છે.