એક્વે ની ૭પ૦. ૦૦ કરોડ ની સંપત્તિ જપ્ત
ભારત માં મલ્ટિ લેવલ માર્કેટીંગ ની વિખ્યાત કંપની એમ્બે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ સામે કાર્યવાહી કરતા ઈ.ડી. એ ૭૫૭.૭૭ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.અમેરિકા ના મિશિગન માં હેડક્વાર્ટર ધરાવતી અને ૧૯૫૯ માં વોન એસ્કેલ અને રિચાર્ડડેવોસ દ્વારા આ કંપની સ્થપાઈ હતી. જેની ભાર તારી ય પેટા કંપની અને વ ઈ નિડ યા ઉપર અબજો રૂ . – 1 છેતરપિંડી નો આરોપ છે. તેની જપ્ત છે ક રા ય લી મિલ્કતો માં તામિલનાડુ ના ડિડિગુલ જીલ્લા સ્થિત કંપની ની જમીન, એક ફેક્ટરી, પ્લાન્ટ, મશીનરી, વાહનો, બેંક ખાતાઓ અને ફિક્સ ડિપોઝીટો નો સમાવેશ થાય છે. આ પૈકી સ્થાવર જંગમ મિલ્કતો ૪૧૧.૮૩ કરોડ રૂ.ની જ્યારે ૩૬ બેંક ખાતાઓ માં ૩૪૫.૯૪ કરોડ રૂા. સામેલ છે. ઈડી એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. ઈડી ના જણાવ્યા મુજબ એડ્રે એ ૨૦૦૨-૦૩ થી ૨૦૨૧-‘૨૨ દરમ્યિાન પોતાના બિઝનેશ ઓપરેશન્સ થી ૨૭ હજાર પ૬૨ કરોડ રૂા.ની કમાણી કરી હતી. જેમાં થી ૭૫૮૮ કરોડ રૂા. અમેરિકા અને ભારત માં તેના વિતરકો અને સભ્યો ને કમિશન પેટે ચૂકવાયા હતા. એમ્બે ૧૯૯૬-૯૭ માં ભારત માં શેર મૂડી તરીકે ૨૧.૩૯ કરોડ રૂા. લાવ્યું હતું અને રોકાણકારો અને મૂળ સંસ્થાઓ ને ડિવિડન્ડ, રોયલ્ટી અને અન્ય ચૂકવણી ના નામે ૨૦૨૦-૨૧ સુધી માં ૨૮૫૯.૧૦ કરોડ રૂા. મોકલાયા હતા. કંપની નું સમગ્ર ધ્યાન લોકો ને અમીર બનવાની લાલચ આપી ને નવા મેમ્બરો બનાવવા ઉપર જ કેન્દ્રીત હતું. ઈડી નો આરોપ છે કે પ્રોડક્ટસ વેચવા નો ઉપયોગ મલ્ટિ લેવલ માકેટીંગ પિરામિડ સ્કીમ ફોડ ચ લા વ વા માટે કર્યો હતો. ઈડી એ એમ્ને ઉપર ડાયરેક્ટ સેલિંગ ના નામે પિરામીડ સ્કીમ દ્વારા છેતરપિંડી કરી રહી છે, ભારત માં ડિસે.૨૦૨૧ માં કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા ડાયરેક્ટ સેલિંગ નિયમો હેઠળ ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ માટે નવા નિયમો જાહેર કર્યા હતા. આ કંપનીઓ ને પિરામીડ સ્કીમ નો પ્રચાર કરવા અને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ની આડ માં આવી સ્કીમ માં કોઈ પણ વ્યક્તિ ની નોંધણી કરવા બાબત ગેરકાયદેસર જાહેર કરવા માં આવી હતી. ઈડી ની આ કાર્યવાહી ૨૦૨૧ ની તપાસ ના સંદર્ભે કરવા માં આવી હતી અને તેઓ આ તપાસ માં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.