ઓન્ટારિયો ની ચૂંટણી
કેનેડા ના મોટા અને અગત્ય ના પ્રાંત ઓન્ટારિયો વિધાનસભા ની ચૂંટણીઓ જૂન માસ માં યોજાનાર છે. જેની તૈયારીઓ પ્રમુખ રાજકીય પક્ષો જેવા કે લિબરલ, કન્ઝર્વેટીવ પ્રોગ્રેસીવ, એનડીપી અને ગ્રીન | પાર્ટી તેમ જ અન્યો એ શરુ કરી દીધી છે. – ૨૦૧૮ માં જબરદસ્ત સત્તાવિરોધી હેર (એન્ટિ ઈન્કમ્બન્સી) ના મોડ ઉપર | સવાર થઈ ને પીસી પાર્ટી ના * વા – વા ચુંટયેલા નેતા ડગ ફોર્ડ એ સત્તા સંભાળી હ તી . લાંબા સમય ના લિબરલ ના શાસન બાદ પ્રાંત માં ફરી એક વાર પી.સી. પાર્ટી સત્તા | ઉપર આવી હતી. પ્રચંડ બહુમત થી સત્તા માં આવેલી પીસી પાર્ટી અને પ્રિમિયર ડગ ફોર્ડ ના તે સમયકાળ થી અત્યાર સુધી માં નાયગ્રા માં ઘણા પાણી વહી ગયા છે. આ દરમ્યિાન પ્રિમિયર ડગ ફોર્ડ ના અમુક ક્રાંતિકારી નિર્ણયો એ એવી ક્રાંતિ ફેલાવી કે જ્યાં ૨૦૧૮ માં એન્ટિ લિબરલ વેવ હતો તેની જગ્યા એ ઓક્ટો. ૨૦૧૯ માં ફેડરલ ઈલેક્શન માં એન્ટારિયો માં થી લિબરલ ને મહત્તમ બેઠકો મળવા સાથે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ની સરકાર બીજી ટર્મ માં પણ સત્તા માં જ રહી. હવે અત્યાર ની વાત કરીએ તો ત્યાર બાદ સપ્ટે. ૨૦૨૧ માં ટુડો સરકારે કોરોના મહામારી બાદ માં અચાનક જાહેર કરેલી મધ્યસત્ર ચૂંટણી માં ઘણા પ્રાંતો માં વિવિધ કારણોસર ટુડો સરકાર વિર|ોધી વાતાવરણ હોવા છતા ઓન્ટારિયો ની બહુમત જનતા લિબરલ ની સાથે જ રહી અને ટુડો ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માં સફળ રહ્યા.

આમ ૨૦૧૮ ની લિબરલ વિરોધી ઘેર બાદ ૨૦૧૯ અને ૨૦૨૧ એમ બે વખત ઓન્ટરિયો ની જનતા એ પોતાનો સ્પષ્ટ ચુકાદો જણાવી દીધો જ હતો.જો કે હવે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ મુખ્ય ત્રણ પાટTઓ – લિબરલ, પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ અને એનડીપી વચ્ચે રસાકસી વધતી જાય છે. હાલ માં જ એક એજન્સી એ કરેલા સર્વે માં પી.સી.પાર્ટી ને ૩૬ ટકા, જ્યારે લિબરલ ને ૩૨ ટકા અને એનડીપી ને ૨૩ ટકા અને ૬ ટકા એ ગ્રીન પાર્ટીને પસંદ ગણાવી હતી. હવે આ વર્ષની શરૂઆત માં એટલે કે જાન્યુઆરી || માસ માં આજ પ્રકાર ના થયેલા સર્વે ની સરખામણી માં લિબરલ ના મતો ની પસંદ માં ૪ ટકા નો વધારો જ્યારે પીસી પાર્ટી માં ૧ ટકા નો જ્યારે એનડીપી માં ૨ ટકા નો ઘટાડો નોંધાયો છે. આમ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ લિબરલ ની ટકાવારી વધતી જાય છે તદુપરાંત પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ પાર્ટી અને એનડીપી બન્ને પાર્ટીઓ ની ટકાવારી માં ઘટાડા ના પરિણામે લિબરલ અ – – પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ પાર્ટી વચ્ચે ના મતો ની ટકાવારી | ના અંતર માં પણ ઘટાડો થતો જાય છે.
૨૦૧૮ ની લિબરલ સરકાર બાદ ના ચાર વર્ષ ના ફોર્ડ ના પીસી પાર્ટી ના શાસન દરમિયાન લિબરલ સરકારી યોજનાઓ ના ખર્ચ માં કાપ મુકવા ના પરિણામે શાળાઓ માં શિક્ષકો ની ભરતી થી માંડી ને શાળાઓ ની જાળવણી, રિપેરીંગ-રિનોવેશન તેમ જ અન્ય સરકારી જગ્યાઓ માં કાપ અને યોજનાઓ માં કાપ ના કારણે આ વખતે સરકારી કર્મચારીઓ ના યુનિયનો ની નારાજગી નો પીસી પાર્ટી માટે પડકાર છે. તદુપરા‘ત ઓન્ટારિયો ના સામાન્ય નાગરિકો જે ૨૦૧૮ અગાઉ પોતાના ધંધાકીય કામ અંગે અથવા તો વેકેશન મનાવવા આખા કેનેડા માં કે અમેરિકા ની પણ ઘણી ખરી હોસ્પિટલો, દવાખાના માં પોતાના ઓહીપ કાર્ડ થી જરુર પડે આરોગ્ય સારવાર મેળવી શકતા હતા તેના કારણે તેમણે આ વિસ્તરિો માં જતા અગાઉ ક્યારેય પ્રવાસી વિમો લેવા નું ભારણ ન હતું તે હવે અમેરિકા તો ઠીક, કેનેડા માં પણ ક્યાંય ઓન્ટારિયો ની વ્હાર ઓહિપ કાર્ડની સ્વિકાર્યતા ફોર્ડ સરકારે સમાપ્ત કરી દેતા હવે લોકો ને પારાવાર પરેશાની નો સામનો કરવો પડે છે, તેમ જ ઓન્ટારિયો ની વ્હાર નિકળતા પહેલા મેડિકલ ઈન્શ્યોરન્સ લેવો પડે છે. આમાં પણ બ્રામ્પટન ના રહેવાસીઓ ને તો જ્યારે અગાઉ ના મેયર ના સમય માં બ્રામ્પટન માં જે મંજુર કરાયેલી યુનિવર્સિટી જે તેમની લાંબા સમય ની માંગ અને જરુરિયાત હતી તે પણ ફોર્ડ શાસન માં ખર્ચ માં કાપ ના નામે મંજુરી ઉપર કાતર ચલાવી દેવાઈ તેના થી હજારો વિદ્યાથીઓ યુનિ. અભ્યાસ માટે તેમનો અગત્ય નો સમય અને પરિવહન નો ખર્ચ ઉઠાવવો પડે છે જેનાથી તેમના વાલીઓ માં પણ પારાવાર અસંતોષ છે.