કરાંચી યુનિવર્સિટી ઉપર આત્મઘાતી હુમલો

પાકિસ્તાન માં મંગળવારે બપોરે કરાંચી શહેર ની યુનિવર્સિટી ઉપર થયેલા આત્મઘાતી હુમલા માં છ લોકો ના મોત થયા હતા. માર્યા ગયેલા માં ત્રણ ચીન ની મહિલા પ્રોફેસર, તેમનો સિક્યોરીટી ગાર્ડ, ડ્રાઈવર તેમ જ હુમલાખોર મહિલા નો સમાવેશ થાય પાકિસ્તાન માં નવી રચાયેલી શાહબાઝ શરીફ સરકાર ના શાસન માં આ પહેલો મોટો ફિદાયીન હુમલો હતો જે ચીન ની મહિલા પ્રોફેરિો ને નિશાનો બનાવી ને કરાયો હતો. જો કે કમનસીબે ફિદાયીન હુમલો સફળ થતા ત્રણ ચીની મહિલા પ્રોફેસર સહિત છ લોકો ના મોત થયા હતા. કરાંચી માં પોલિસ વડા ગુલામ નબી મેમણ ના જણાવ્યા પ્રમાણે નિશંક એક ફિદાયીન – આત્મઘાતી હુમલો હતો. જેને એક બુરખા પહેરેલી મહિલા એ અંજામ આપ્યો હતો. જો કે પોલિસ વડા મેમણે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે બોંબ વિસ્ફોટ બાદ ફાયરીંગ થયા નું પણ જણાવે છે. બ્લાસ્ટ બાદ રેન્જર્સ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જે પૈકી ચાર રેન્જર્સ ઘાયલ થયા છે જેમને ગોળી વાગી હતી. આનો સીધો અર્થ એ થાય છે કે સ્યુસાઈડ બોંબર મહિલા સાથે તેના અન્ય સાથીદારો પણ કેમ્પસ માં જ હાજર હતા. હવે પોલિસ તેમને શોધી રહી છે. મળતી માહિતી મુજબ આ આત કી આત્મઘાતી 3 હુમલા ની જવાબદારી બલોચ લિબરેશન ફન્ટ એ લીધી હતી. આ હુમલો બલોચ લિબરેશન ફન્ટ ના માજીદ બ્રિગેડ દ્વારા કરવા માં આવ્યો હતો. તેમણે હુમલા ની જવાબદારી લેવા ઉપરાંત આ ફિદાયીન હુમલો કરનારી મહિલા શારી બલોચ ની તસ્વીર પણ જાહેર કરી હતી. આ જ સંગઠને ગત માસે ગિલગીટ માં આર્મી બેઝ ઉપર હુમલો કર્યો હતો. જેમાં ૨૨ સૈનિકો તેમ જ ચાર સામાન્ય માણસો પણ માર્યા ગયા હતા.આ અગાઉ ચીની ઈજનેરો ઉપર ના આતંકવાદી હુમલા બાદ થી નારાજ ચીન એ પાકિસ્તાન ઉપર જંગી વળતર નો દાવો કર્યો હતો ત્યાં ત્રણ ચીની મહિલા પ્રોફેસરો ની ઉપર ના આ આત્મઘાતી હુમલા માં ચીન માં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા વગર રહેવા ના નથી.

Leave a Reply

Your email address will not be published.