ગુજરાતે હૈદરાબાદ ને પ વિકેટે હરાવ્યું

પોતાની પ્રથમ આઈપીએલ રમી રહેલી ટીમ ગુજરાત ટાઈટન્સ એક પછી એક ટીમો ને હરાવી ને પોતાની યશપતાકા લહેરાવી રહી છે. આ સિઝન ની ૪૦મી મેચ માં ગુજરાત ટાઈટન્સ અત્યંત રસાકસીભરી મેચ માં સનરાઈઝર્સ હૈદરાબાદ ને પાંચ વિકેટે હાર આપી હતી.સનરાઈઝર્સ હૈદરબાદ તરફ થી કેપ્ટન કેન વિલિયમ્સન અને અભિષેક શર્મા એ ઓપનિંગ કરતા વિલિયમ્સન અંગત ૫ રને આઉટ થતા ૨૬ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ રાહુલ ત્રિપાઠી પણ અંગત ૧૬ રને આઉટ થયો હતો. જો કે અભિષેક ના ૬૫ અને એડન માર્કરમ ના પ૬ રને હૈદરાબાદ ને સારી સ્થિતિમાં મુક્યુ હતું. જો કે ત્યાર બાદ પૂરન અને વોશિંગ્ટન સુંદર અંગત ૩ રને આઉટ થાય હતા. આખરે શશાંક સિંહના ૬ બોલ માં ૨૫ રન અણનમ અને માર્કો જેન્સન ના અણનમ ૮ રન ની મદદ થી સનરાઈઝર્સ હૈદરાબાદ એ નિર્ધારીત ૨૦ ઓવરો માં ૧૯૫ રન બનાવ્યા હતા. ગુજરાત તરફ થી સામી એ ૩ વિકેટો જ્યારે યશ દયાળ અને જોસેફ ને ૧-૧ | વિકેટો મળી હતી. ગુજરાત ટાઈટન્સ એ જીતવા માટે ૧૯૬ રન ના લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનીંગ માં રિધ્ધિમાન સાહા અને શુભમન ગીલ એ ટીમ ને સુંદર શરુઆત કરાવી હતી. ત્યાર બાદ શુભમન ગીલ ૨૨ રને આઉટ થતા ૬૯ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ કપ્તાન હાર્દિક પંડ્યા પણ અંગત ૧૦ રને જ્યારે ડેવિડ મિલર ૧૭ રને આઉટ થતા તેમજ ઓપનર રિધ્ધિમાન સાહા ૬૮ રને આઉટ થતા ૧૫.૫ ઓવરો માં ચાર વિકેટ એ ૧૬૯ રન બનાવ્યા હતા. અર્થાત કે બાકી ની ૪.૧ ઓવરો માં ગુSજરાત ને પ૬ રન બનાવવા ના હતા. આમ જીતવા માટે 33 , , અંતિમ ઓવરો માં ૧૪ રનની એવરેજથી રન બનાવવા જરુરી હતા. જ્યારે રમત માં રાહુલ તેવટીયા અને અભિનવ મનોહર હતા. જો કે અભિનવ પ્રથમ બોલે જ શૂન્ય રન માં આઉટ થતા સ્કોર ૧૪૦ રન પ વિકેટ ૧૬ ઓવર પુરી થતા બન્યો હતો. જો કે ત્યાર બાદ રનો ની આતિશબાજી કરતા તેવટીયા એ ૨૧ બોલ માં બે છગ્ગા અને ચાર ચોગ્ગા ની મદદ થી અણનમ ૪૦ રન બનાવ્યા હતા. અંતિમ માર્કો જેન્સની ઓવર માં ગુજરાત ને જીતવા માટે ૨૨ રન ની જરુર હતી. પ્રથમ બોલે તેવટીયા એ સિક્સર ફટકારી જ્યારે બીજા બોલે ૧ રન લેતા રાશિદ ખાન બેટીંગ માં આવ્યો હતો. ત્રીજા બોલે રાશિદ ખાને છગ્ગો માર્યો. જ્યારે ચોથા બોલે પણ એક પણ રન થયો નહોતો. જો કે રાશિદ ખાને પાંચમા અને છઠ્ઠા સતત બે બોલ માં બે સિક્સર ફટકારી ને મેચ જીતાડી હતી. જ્યારે હૈદરાબાદ ના ઉમરાન મલિકે ૨૫ રન માં પાંચ વિકેટો ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published.