ગુજરાત કોંગ્રેસ : નરેશ ઈન, હાર્દિક આઉટ ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં હાલ સન્નાટો પ્રવર્તે છે – જાણે કે યુધ્ધ અગાઉ ની શાંતિ. ખોડલધામ કાગવડ ના નરેશ પટેલ દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા પહોંચ્યા છે. જ્યારે ગુજરતિ પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વ્હોટ્સ એપ ના પોતાના ડીપી માં થી કોંગ્રેસ નું ચિહ્ન પંજો હટાવી દીધો છે. કોંગ્રેસ ગુજરાત માં છેલ્લે ૧૯૯૫ માં શાસન માં હતી. અર્થાત કે છેલ્લા ૨૭ વર્ષો થી સત્તા થી દૂર રહેલી કોંગ્રેસ ની સત્તા મેળવવા ની લાલસા પરાકાષ્ઠા એ હોવા નું સ્વાભાવિક છે. વળી ગુજરાત ના જ બે બાહ_બલીઓ દિલ્હી પહોંચી ને ના માત્ર દિલ્હી માં, દેશ ના શાસન માં કોંગ્રેસ ને વ્હાર કરી તેમના કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન ના પ્રતાપે હવે માત્ર બે જ કોંગ્રેસ શાસિત રાજ્યો આખા દેશ માં બાકી બચ્યા છે. આથી હવે ફરી સત્તા મેળવવા આ બે બાહુબલીઓ ના ગૃહરાજ્ય માં જ ભાજપા ને પરાસ્ત કરી બાદ માં કેન્દ્ર માં પણ સત્તા મેળવવા નો કોંગ્રેસ નો પ્લાન છે. આથી જ ૨૦૧૭ ની વિધાન ભિા ની ચૂંટણી વખતે પણ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ગુજરાત ની ચૂંટણી માં સવિશેષ રસ લઈ ને ૨૦૧૫ થી ગુજરત માં ચાલતા પાટીદાર અનામત આંદોલન તથા તેને સંલગ્ન ત્રણ યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ને કોંગ્રેસ ના પડખે લીધા હતા. જો કે આનો ફાયદો પણ કોંગ્રેસ ને મળ્યો હતો. દાયકાઓ બાદ કોંગ્રેસ એ ના માત્ર વિધાનસભા માં ૭૭ બેઠકો જીતી હતી, પરંતુ ભાજપા ને પણ બે અંક માં સમેટાવા મજબૂર કર્યો હતો.

હવે ૨૦૨૨ ના ડિસેમ્બર માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે. ત્યારે કોંગ્રેસ એ પણ ગત ચૂંટણી ના સાનુકૂળ પરિણામો થી પ્રોત્સાહિત થઈ ને ગુજરાત ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ અંગે જ કોંગ્રેસ ના ભાડુતી ચૂંટણી રણનરતિકાર પ્રશાંત કિશોર ની ટીમ એપ્રિલ માસ થી ગુજરાત માં ધામા નાંખી ને બેઠી છે. જો કે આ અગાઉ કોંગ્રેસે પાટીદાર આંદોલન ના યુવા નેતા હાર્દિક પટેલ ને કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ તો બનાવ્યા જ હતા, જો કે પાર્ટી હાઈકમાન્ડ ના આ નિર્ણય થી કોંગ્રેસ ના પૂર્વ વફાદાર અગ્રણી નેતાઓ માં નારાજી ફેલાવવી સ્વાભાવિક હતી. હજુ ૨૦૨૨ માં પણ કોંગ્રેસ પાટીદારો ને જ કેન્દ્ર માં રાખી ને ચૂંટણી લડવા માંગે છે, જેથી કાગવડ ખોડલધામ ના ટ્રસ્ટી નરેશ પટેલ ને કોંગ્રેસ ઉલડીસા અને જીતીશ માં આમંત્રવા લાલ જાજમ બિઝાવાઈ છે, ચર્ચાતી વાતો મુજબ અન્ય પક્ષો પણ નરેશ પટેલ ને આવકારવા ઉત્સુક છે. જો કે નરેશ પટેલ એ કયા રાજકીય પક્ષ સાથે જોડાણ કરવું તે માટે પ્રશાંત કિશોર ની સેવાઓ લીધી હોવા નું કહેવાય છે. આ દરમ્યિાન નરેશ પટેલ ને કોંગ્રેસ તરફ થી મુખ્યમંત્રીપદ નો હેરો-ઉમેદવાર બનાવવા ની ઓફર કરાઈ હતી. જેને રાહુલ ગાંધી ની સંમતિ હોવા નું પણ જણાવાયું હતું. બીજી તરફ નરેશ પટેલ ભાજપા ના સ્થાનિક તેમજ કેન્દ્રીય મોવડી મંડળ ના પણ સંપર્ક માં હોવાનું તેમ જ ભાજપા માં તેમને દિલ્હી માં મોટા પદ ની પણ ઓફર કરાયાનું મનાય છે.

જો કે કોંગ્રેસ માં નરેશ પટેલ ને આવકારતા કોંગ્રેસ ને જ મોટો ઝાટકો લાગી શકે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે ૨૦૧૭ બાદ ગુજરાત માં સાબરમતી માં ઘણા પાણી વહી ગયા છે. રાજ્ય માં ૨૦૧૭ માં જેવી પાટીદારો માં ભાજપ વિરોધી હેરા હતી તે હવે ખત્મ થઈ ગઈ છે. વળી હાલ માં તો ગુજરાત માં ભાજપા ના મુખ્યમંત્રી જ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ભૂપેન્દ્ર પટેલ છે જેઓ ખૂદ કડવા પાટીદાર છે. જ્યારે બીજી તરફ નરેશ પટેલ ના સંભવિત કોંગ્રેસ પ્રવેશ થી કોંગ્રેસ ના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ નારાજ છે. હાલ માં જ તેમણે ન માત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા સામે પરંતુ કોંગ્રેસ મોવડી મંડળ સામે પણ બળાપો કાઢવા ઉપરાંત ભાજપા ની પ્રશંસા કરી હતી. હાર્દિક પટેલ એ કહ્યું હતું કે ગુજરાત માં કોંગ્રેસ ની નેતાગિરી કોઈ ને કામ કરવા દેતી નથી. જો કોઈ કામ કરવા માંગતુ હોય તો પણ તેને વિવિધ નિયમો, કાનુનો બત| વી કામ કરતા અટકાવવા માં આવે છે. આ અંગે મેં પાર્ટી ના મહાસચિવ કે.સી.વેણુગપાલ સાથે વાત કરવા ઉપરાંત રાહુલ ગાંધી નું પણ અનેક વખત ધ્યાન દોર્યું હતું. જો કે પાર્ટી નેતૃત્વ તરફ થી કોઈ પગલા લેવાયા ના હતા. આટલે થી ના અટકતા હાર્દિકે ભાજપા ને શક્તિશાળી ગણાવતા કહ્યું હતું કે ગુ

જરાત માં ભાજપા મજબૂત છે. દુશ્મન ની પણ શક્તિ નો સ્વિકાર કરવો જોઈએ. આમ કહેવા ના એક દિવસ બાદ જ હાર્દિક પટેલ એ સો.મિડિયા ના પોતાના વ્હોટ્સ એપ એકાઉન્ટ ના ડી.પી.માં થી કોંગ્રેસ ના પંજા ને હટાવી દેતા હાર્દિક કોંગ્રેસ છોડી રહ્યો હોવા ની ચર્ચા એ જોર પકડ્યું છે. થોડા દિવસો માં નવાજૂની જોવા મળી શકે છે હાર્દિક પટેલ જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના નેતા હતા ત્યારે ભાજપા ની ગુજરાત સરકાર દ્વારા તેમની ઉપર કરાયેલા વિવિધ કેસો માં દેશદ્રોહ ના કેસ તથા રાજ્ય માં અશા’તિ અને અરાજકતા ફેલાવવા ના આરોપ માં તડીપાર થતા મહિનાઓ સુધી રાજસ્થન માં પણ રહ્યા હતા. જો કે રાજકારણ માં કોઈ કાયમ નો શત્રુ કે કાયમ નો મિત્ર હોતા નથી. અહીં સમય અને સંજોગો પ્રમાણે સંબધો બદલાતા હોય છે. આ જ ન્યાયે હાર્દિક પટેલ એ કોંગ્રેસ ની નિર્ણયો લેવા ની ક્ષમતા સામે સવાલો ઉઠાવતા આ બાબતે ભાજપા ની ખુલી ને પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે ભાજપા એ તાજેતર માં કેટલાક રાજકીય નિર્ણયો લીધા છે. આપણે સ્વિકારવું પડશે કે તેમની પાસે આવા નિર્ણયો લેવાની શક્તિ છે. તેમની તરફેણ કે પ્રશંસા કર્યા વિના આપણે ઓછા માં ઓછુ આ સત્ય તો સ્વિકારવું જ જોઈએ.

વધુ માં તેણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસ ગુજરાત માં મજબૂત થવા ઈચ્છે છે તો આપણે આપણા નિર્ણયો લેવા ની ક્ષમતા અને કુશળતા માં વધારો કરવો પડશે. તેમ જ નિર્ણયો લેવા ની શક્તિ પણ બતાવવી પડશે. વળી કોંગ્રેસ ની લઘુમતિ તુષ્ટિકરણ ની નીતિ થી વિરુધ્ધ હાર્દિકે હિન્દુ હોવા ઉપર ગર્વ હોવાનું જણાવતા કહ્યું હતું કે તે પોતાના પિતાશ્રી ની પુણ્યતિથિ ઉપર ૪૦૦૦ ભગવદ્ ગીતા નું નિઃશુલ્ક વિતરણ કરવા નો છે. તેણે કહ્યું કે અમે હિન્દુ છીએ અને | અમને અમારા હિન્દુ હોવા ઉપર ગર્વ છે. ભાજપા એ જમ્મુ-કાશ્મિર માં થી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવા નું તેમ જ અયોધ્યા માં રામજન્મભૂમિ ખાતે ભવ્ય રામમંદિર નું નિર્માણ કરાવવા નું વચન પણ પુરુ કર્યું છે. જેના કારણે તેઓ ખુદ પણ ખૂબ પ્રભાવિત છે. હાર્દિક એમ પણ નારાજ છે કે તેના પિતા નું ગત ૨૮ એપ્રિલે કોરોના ના કારણે મૃત્યુ થવા ઉપર ગુજરહત કોગ્રેસ નો કોઈ મોટો નેતા તેમના બેરૂણા માં આવ્યો ન હતો. આ ૨૮ મી એપ્રિલે તેમની પ્રથમ પુણ્યતિથિ ઉપર હાર્દિક પોતાના વતન વિરમગામ ખાતે સુંદરકાંડ ના પાઠ નું આયોજન કર્યું છે તથા તમામ આગંતુકો ને મહાપ્રસાદ પણ પિરસાશે.ભાજપા માં જોડાવા અંગે પુછાયેલા પ્રશ્ન નો જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે મે મારા તમામ રાજકીય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. આગામી સમય માં ગુજરાત ની જનતા ના હિત માં જે કોઈ પણ યોગ્ય નિર્ણય જણાશે તે તેઓ લેશે.

Leave a Reply

Your email address will not be published.