ચીન ના પ્રવાસી વિઝા સસ્પેન્ડ

ભારત અને ચીન વચ્ચે ન માત્ર સરહદ ઉપર પરંતુ વ્યાપાર અને અન્ય ક્ષેત્રો માં પણ સંબંધો તણાવપૂર્ણ જ ચાલી રહ્યા છે. ઝાજેતર માં ભારતે ચીની નાગરિકો ના પ્રવાસી વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા. ભારતે ચીન ના નાગરિકો ને આપવા માં આવતા પ્રવાસી વિઝા ને સસ્પેન્ડ કરી દીધા છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ) એ ૨૦ મી એપ્રિલે ભારત ને લઈ ને જારી કરેલા એક પરિપત્ર માં તેના સભ્ય કેરિઅસને આ અંગે ની માહિતી આપતા જણાવ્યું હતું કે ચીન ના નાગરિકો ને ભારત દ્વારા અપાયેલા પ્રવાસી વિઝા હવે માન્ય નથી. આ સાથે જ સ્પષ્ટતા કરવા માં પણ આવી હતી કે ભૂટાન, માલદિવ્સ અને નેપાળ ના નાગરિકો ભારત દ્વારા જારી કરાયેલા રહેઠાણ પરમીટ ધરાવતા પ્રવાસીઓ, ભારત દ્વારા જારી કરાયેલા વિઝા અથવા ઈ વિઝા, ભારત ના વિદેશી નાગરિકો (ઓસીઆઈ કાર્ડ ધારકો) અથવા બુકલેટ સાથે ના મુસાફરો ભારતીય મૂળ ના વ્યકિતઓ (પીઆઈઓ) કાર્ડ ધરાવતા મુસફિરો અને રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા પ્રવાઓ ને જ ભારત માં પ્રવેશવા ની મંજુરી છે. આ સિવાય ના અન્ય તમામ પ્રવાસી વિઝા – ૧૦ વર્ષ ની વેલિડીટીવાળા ટુરિસ્ટ વિઝા પણ હવે માન્ય નથી.

ભારત દ્વારા આ પગલુ ચીન ને જેવા સાથે તેવા ના જવાબી કાર્યવાહી રુપે જોવા માં આવે છે. ભારત-ચીન ના વિદ્યાર્થીઓ અર+ પિરસ દેશો ની યુનિવર્સિટી માં અભ્યાસ કરતા હોય છે. ભારત ના આવા ૨૨ હજાર વિદ્યાથી ઓ ચીન માં ભણતા હતા. ૨૦૨૦ માં કોવિડ૧૯ રોગચાળો શરુ થયો ત્યારે આ વિદ્યાર્થીઓ ને તેમનો અભ્યાસ અધૂરો છોડી ને ભારત પરત | આવવું પડ્યું હતું. વિદેશ મંત્રાલય ના પ્રવક્તા અરિદમ બાગચી એ ૧૭ મી માર્ચે જણાવ્યું હતું કે ભારતે બેઈજિંગ ને હજુ સુધી પરત નહીં જઈ શકેલા આવા વિદ્યાર્થીઓ ના મામલે સહાનુભૂતિપૂર્ણ વલણ લેવા વિન‘તી કરી હતી કારણ કે હજુ પણ કડક નિયંત્રણો ચાલુ રાખવા થી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ની શૈક્ષણિક કારકિર્દી જોખમ માં આવી રહી છે. જો કે ચીન એ આ અંગે વ્યવસ્થા ની તપસિ કરી રહ્યા નું ૮ મી ફેબ્રુઆરી એ કહ્યું હતું. છતા હજુ સુધી ચીન આ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવા તૈયાર નથી. અને આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ પણ નથી આપતું. આમ ભારત દ્વારા પણ હવે ચીન ના નાગરિકો ના પ્રવાસી વિઝા સસ્પેન્ડ કરાયો છે. જો કે ભારત દ્વારા પોતાના વિદ્યાથીઓ ના હિત માં સાનુકૂળ વલણ દાખવવા અને હેલી તકે ચીન માં પરત ફરવા ચીન ને વિનંતી કરવા નું ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published.