ટિવટર અધિગ્રહણ ઉપર પ્રતિભાવો
વિશ્વ ના સૌથી અમીર ઉદ્યોગપતિ એલન મસ્ક દ્વારા ટિવટર ને હસ્તગત કરાયા બાદ વિવિધ પ્રતિભાવો મળી રહ્યા છે. અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ટિવટર ના સીઈઓ પરાગ અગ્રવાલ ના પ્રતિભાવો સર્વાધિક ચર્ચા માં છે.અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ઉપર હોવા છતા ૨૦૨૦ માં કેપિટલ હિલ્સ ની હિંસક ઘટનાઓ બાદ પ્રદર્શનકારીઓ ને ટ્રમ્પ ક્રાંતિકારી ગણાવ્યા બાદ ટિવટરે તેમના એકાઉન્ટ ને હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધું હતું. તે સમયે તેમના ૮.૮૭ કરોડ ફોલોઅર્સ હતા. હવે ટિવટર ના નવા માલિક મસ્ક અને ટ્રમ્પ ની મિત્રતા ના કારણે એવી અપેક્ષા રાખવા માં આવતી હતી કે ટ્રમ્પ ટિવટર ઉપર પરત આવી શકે છે. વળી સંભવિત ૨૦૨૪ ની ચૂંટણી ના ઉમેદવાર ટ્રમ્પ ટિવટર ઉપર પરત ફરે તો બાઈડન ની મુશ્કેલીઓ નિશંક વધે. મસ્ક અને બાયડન વચ્ચે કતાભર્યા સંબંધો છે. મસ્ક તેમને કઠપૂતળી પણ ગણાવી ચુક્યા છે. જો કે ટ્રમ્પ ટિવટર ના અધિગ્રહણ બાદ કહ્યું હતું કે એલન મસ્ક એક સારા માણસ છે. મને આશા છે કે તેઓ ટિવટર ને સુધારશે. જો કે હું સત્ય ને વળગી રહીશ. હું મારા સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ટુથ સોશ્યિલ ઉપર જ રહીશ.જ્યારે અન્ય એક ચોંકાવનારા પ્રતિભાવ ટિવટર ના જ સીઈઓ પરાગ અગ્રવાલ ના આવ્યા છે, જેણે સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ ચર્ચા જગાવી છે. ભારતીય મૂળ ના અમેરિકન પરાગ અગ્રવાલે હજુ પાંચ મહિના પહેલા અર્થાત કે નવેમ્બર ૨૦૨૧ માં જ ટિવટર નું સીઈઓ પદ સંભાળ્યું હતું. આ અગાઉ તેઓ ટિવટર ના ચીફ ટેકનીકલ અધિકારી ના પદ ઉપર હતા. ટિવટર ના સ્થાપક અને સીઈઓ એક ડોર્સી ના નવેમ્બર માં રાજીનામા બાદ ખુદ જેક ડોર્સી એ જ નવા સીઈઓ તરીકે પરાગ ના નામ ની જાહેરાત કરી હતી. હવે એલન મસ્ક ટિવટર
ના નવા માલિક બન્યા બાદ ટિવટર ના કર્મચારીઓ ને કહ્યું હતું કે મસ્ક ની લિડરશીપ માં ટિવટર નું ભવિષ્ય અંધકારમય છે. કોઈ ને પણ ખબર નથી કે કંપની હવે કઈ દિશા માં જવા ની છે. આ ઉપરાંત પરાગે ટિવટ કરી ને જણાવ્યું હતું કે ટિવટર સમગ્ર વિશ્વ માં અસરકારક છે મને મારી ટીમ ઉપર ગર્વ છે. જો કે પરાગ ના પ્રતિભાવબાદ સોશિયલ મિડીયા માં તેને ખૂબ ટ્રોલ કરવા માં આવી રહ્યા છે. એક યુઝર ના જણાવ્યા પ્રમાણે હવે થી થોડા કલાકો માં જ તમારો જ બાયો બદલાઈ શકે છે. અન્ય એક યુઝરે લખ્યું હતું લાગે છે કે ટિવટર નું તો ખબર નહીં, પરંતુ તમારુ ભવિષ્ય અવશ્ય અંધકારમય બનશે. જો કે ફાયનાન્શિયલ એ પર્ટ મિટ કેવિન એ ટિવટ કર્યું હતું કે જો ટિવટર પરાગ ને હટાવશે, તો તે ૪૨ મિલિયન ડોલર આપશે. ટેક કોપોરેટ એક એવી જગ્યા છે જ્યાં તેમને નિષ્ફળતા મળે તો પણ તેના પૈસા મળે છે.એક રિસર્ચ ફર્મ ના રિપોર્ટ મુજબ જો પરાગ ને તેની નિયુક્તિ ના ૧૨ મહિના અગાઉ પદ ઉપર થી દૂર કરવા માં આવશે તો તેના કોન્ટ્રાક્ટ ની શરતો મુજબ કંપની એ તેને ૪૨ મિલિયન ડોલર અર્થાત કે ૩૨૧ કરોડ રૂા. ચૂકવવા પડશે.