ટ્વિટર ના માલિક મસ્ક

આખરે ટ્વિટર ને એલન મસ્ક એ હસ્તગત કરી લીધી છે અને ટિવટર ના નવા માલિક બની ગયા છે. ઇટવટર ના ઈન્ડિપેડેન્ટ બોર્ડ ઓફ ચેરમેન બ્રેટ ટેલર દ્વારા રિલીઝ જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ માં આ માહિતી આપી હતી.િવ શ્વ ની સૌથી મોટી માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિવટર ને એલન મસ્ક એ ૪૪ બિલિયન ડોલર અર્થાત કે ૩૩૬૮ અબજ રૂા.માં ખરીદી છે. આ હિસાબે ટિવટર ના પ્રત્યેક શેર ની કિંમત ૫૪.૨૦ ડોલર થાય છે. આ અગાઉ ટિવટર ને ખરીદવા એલન મસ્ક ૪૩ અબજ ડોલર ની પ્રારંભિક ઓફર આપી હતી. જો કે શરુઆત માં મસ્ક એ આપેલી ઓફર નો વિરોધ થયો હતો અને મોટો વિવાદ પણ શરુ થયો હતો. ગત દિવસો માં ટિવટર બોર્ડ દ્વારા મસ્ક દ્વારા ટિવટર ના ટેક-ઓવર પ્લાન ને રોકવા માટે પોઈઝના પિલ સ્ટ્રેટેજી અપનાવી હતી. જો કે વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લા ઇંક અને સ્પેસ એક્સ ના માલિક એલન મસ્ક દ્વારા તેનો તોડ પણ શોધી કઢાયો હતો. મસ્ક એ અગાઉ થી જ ટિવટર ના ૯.૨% શેર ધરાવતો હોવા થી ટિવટર નો સૌથી મોટો વ્યક્તિગત શેરહોલ્ડર બની ચુક્યો હતો. શુક્રવારે મસ્ક એ કંપની ના અનેક મોટા શેરહોલ્ડરો સાથે મિટીગ કર્યા બાદ ટિવટર ના બોર્ડ ના વલણ માં બદલાવ આવ્યો હતો. આખરે મૂળ ઓફર માં એક બિલિયન ડોલર ના વધારા સાથે ટિવટર ના બોર્ડ મેમ્બર્સ એ મસ્ક ની ઓફર સ્વિકારી લેતા ડીલ ફાયનલ થઈ ગઈ હતી. ડીલ ફાયનલ થયા બાદ મસ્કે ટિવટ કરતા લખ્યું હતું કે આશા છે કે મારા સૌથી આકરા ટીકાકારો ટિવટર ઉપર જ રહેશે. આ જ ફી સ્પીચ નો ખરો અર્થ છે. એલન મસ્ક હંમેશા કહેતા આવ્યા છે કે તેઓ ફ્રીડમ ઓફ સ્પિચ ના સાચા પક્ષકાર છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિવટર ને ખરીદવા પાછળ પણ આ જ કારણ મસ્ક એ આપ્યું હતું કે આ સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ઉપર ફ્રીડમ ઓફ સ્પિચ જોખમ માં છે અને તેઓ તે સુનિશ્ચિત કરવા માંગે છે કે તે જળવાઈ રહે, જો કે ફી સ્પિચ એક્સપર્ટસ ના મતે મસ્ક નું આ નિવેદન તેમના આચરણ થી બિલકુલ વિરોધાભાસી છે. તેઓ સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ઉપર લાંબા સમય થી પોતાના વિરોધીઓ ને અવારનવાર ધમકાવતા નજરે પડ્યા છે. જો કે વાસ્તવિકતા એ છે કે આખરે મસ્ક એ ટિવટર ના નવા માલિક બની ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.